Rajkot

હવે દોલતપરા પોસ્ટ ઓફિસમાં પણ 5 Kg ગાંજાનું પાર્સલ આવ્યું

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
જૂનાગઢની દોલતપરા પોસ્ટ ઓફિસમાં ઓરિસ્સાથી આવેલું 5 કિલોથી વધુ ગાંજાનું પાર્સલ SOGએ ઝડપી પાડ્યું છે. કુલ ₹2.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરી B ડિવિઝનમાં ગુનો નોંધાયો છે. અમિત ઉર્ફે ચેમ્પિયન અને કિરણ રાઠોડે આ પાર્સલ મંગાવ્યું હતું. નશેડીઓએ પોસ્ટ વિભાગને ગાંજાની હેરાફેરીનું માધ્યમ બનાવ્યું છે, જે ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે દોલતપરા પોસ્ટ ઓફિસમાં પણ 5 Kg ગાંજાનું પાર્સલ આવ્યું

જૂનાગઢ: જૂનાગઢના દોલતપરા પોસ્ટ ઓફિસમાં ઓરિસ્સાથી આવેલું પાંચ કિલોથી વધુ ગાંજાનું પાર્સલ એસઓજીએ પકડી લઈ કુલ ર.૬૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બી ડિવિઝનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. નસેડીઓએ પોસ્ટ વિભાગને ગાંજાની હેરાફેરીનું માધ્યમ બનાવી દીધુ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ગત તા.રર જુલાઈના જૂનાગઢના ભવનાથ પોસ્ટ ઓફિસમાં એસઓજીએ વોચ ગોઠવી ઓરિસ્સાથી આવેલા ગાંજાનું પાર્સલ લેવા આવેલા અમિત ઉર્ફે ચેમ્પિયન અને કિરણ રાઠોડને પકડી લીધા હતા. આ અંગે બી ડીવીઝન પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન આજે અમિત ઉર્ફે ચેમ્પિયન તથા કિરણ રાઠોડે ઓરિસ્સાથી પોસ્ટ મારફત મંગાવેલું ગાંજાનું પાર્સલ દોલતપરા પોસ્ટ ઓફિસમાં આવ્યું હોવાની એસઓજીને બાતમી મળી હતી. જેના આધારે દોલતપરા પોસ્ટ ઓફિસમાં જઈ આ બંનેએ મંગાવેલા પાર્સલની તપાસ કરતા તેમાંથી ર.૬૮ લાખનો પાંચ કિલોથી વધુ ગાંજો મળી આવ્યો હતો. આ મામલે એસઓજીએ ગુનો દાખલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
થોડા દિવસ પહેલા પણ પોસ્ટ ઓફિસમાં ઓરિસ્સાથી આવેલું ગાંજાનું પાર્સલ પકડાયું હતું ત્યાં આજે પાર્સલ મળી આવ્યું છે. આ બાબત પરથી નશાનો વેપલો કરનારાઓએ પોસ્ટની આ સેવાને માદક પદાર્થોની હેરાફેરીનું માધ્યમ બનાવી લીધુ છે. આ બાબત પરથી પોસ્ટમાં આવી વસ્તુઓની હેરાફેરી ન થાય તે માટે નક્કર કાર્યવાહી થાય એ જરૂરી બન્યું છે.