ગુજરાત સહિત દેશના 51 ટકા વિસ્તારમાં ચોમાસુ નબળુ રહ્યું અને 49 ટકામાં નોર્મલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- તા.૧ જૂનથી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન આગાહીથી પણ વરસાદ ઓછો
- દેશના વરસાદમાં આજ સુધીમાં ૧૫ ટકાની ખાધઃ તા.૨૩ સુધી વરસાદ એકંદરે સામાન્યથી ઓછો,તા.૨૪થી ૩૦ નોર્મલ રહેવાનું પૂર્વાનુમાન
રાજકોટ : આ વખતે અલ નીનોના કારણે ચોમાસુ નબળુ રહેશે તેવી આગાહી તો અગાઉ આઈ.એમ.ડી.દ્વારા કરાઈ જ હતી જેમાં ૯૦ ટકા વરસાદનું અનુમાન હતું. હવે તા.૧૯થી ચોમાસુ વિદાય લેવાની શરુઆત કરશે ત્યારે તા.૧ જૂનથી આજે તા.૧૭ સપ્ટેમ્બર સુધીમાં દેશના કૂલ ૩૬ પેટાવિભાગો પૈકી સૌરાષ્ટ્ર સહિત ૧૯ વિભાગો કે જે દેશનો ૫૧ ટકા વિસ્તાર ધરાવે છે ત્યાં વરસાદમાં ખાધ છે. જ્યારે ૪૯ ટકા વિસ્તાર ધરાવતા ૧૭ પેટાવિભાગોમાં વરસાદ નોર્મલ રહ્યો છે.
ગુજરાતમાં એકંદરે વરસાદમાં ૧૦ ટકાની ખાધ છે, જ્યારે પેટાવિભાગ મૂજબ સૌરાષ્ટ્રમાં ૨૩ ટકાની ખાધ છે અને ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં નોર્મલ ચોમાસુ છે. આમ, ગુજરાતની વરસાદી ખાધ સૌરાષ્ટ્રમાં મોટા ઘટાડાના કારણે છે.
નૈઋત્યના ચોમાસામાં દેશમાં આજ સુધીમાં નોર્મલ વરસાદ સામાન્ય સરેરાશ ૮૦૭ મિ.મિ. (૩૨.૨૫ ઈંચ) વરસતો હોય છે તે સામે આ વર્ષે આ સમયમાં ૬૮૬ મિ.મિ. (આશરે ૨૭.૫૦ ઈંચ) વરસાદ વરસ્યો છે. અર્થાત્ દેશના ચોમાસામાં ૧૫ ટકાની ખાધ પડી છે.
દરમિયાન, આજે મૌસમ વિભાગ દ્વારા આગામી પખવાડિયાનું, તા.૧ ઓક્ટોબર સુધીની મોસમનું પૂર્વાનુમાન જારી કર્યું છે જે મૂજબ તા.૧૭થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વ્યાપક વરસાદને બાદ કરતા એકંદરે દેશમાં વરસાદ સામાન્યથી ઓછો પણ તા.૨૪થી તા.૩૦ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ નોર્મલ રહેવાનું પૂર્વાનુમાન છે. આ બન્ને સપ્તાહોમાં તાપમાન સામાન્યથી ઉંચુ રહેશે.




