Rajkot

રાજકોટમાં મામાને ત્રણ ભાણેજે છરીના ઘા ઝીંકી પતાવી દીધા

By GS Team
4 Nov 20261 min read
TukuTouch Logo
રાજકોટના કુબલીયાપરામાં મજૂરી કરતા 52 વર્ષીય ચીનાભાઈ જાડેજાની તેના જ ત્રણ ભાણેજ કમલેશ, વિજય અને અમિતે છરીના ઘા ઝીંકી હત્યા કરી. 60 હજાર રૂપિયાની ઉઘરાણી મુદ્દે થયેલા ઝઘડામાં આ ઘટના બની હતી. થોરાળા પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં મામાને ત્રણ ભાણેજે છરીના ઘા ઝીંકી પતાવી દીધા

રાજકોટ : રાજકોટના કુબલીયાપરામાં રહેતા અને મજુરી કરતા ચીનાભાઈ હરિભાઈ જાડેજા (ઉ.૫૨)ની તેના જ ત્રણ ભાણેજ કમલેશ ઉર્ફે યોગો રાજેશ પરમાર, વિજય અને અમિત ઉર્ફે હોજરીએ છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. થોરાળા પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તપાસ જારી રાખી છે.
હત્યાનો ભોગ બનનાર ચીનાભાઈએ ઇજાગ્રસ્ત હાલતમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે સાતેક માસ પહેલા પોતાની બીમારીની સારવાર માટે કુબલીયાપરામાં જ રહેતા ભાણેજ કમલેશ પાસેથી રૂા. ૬૦ હજાર લીધા હતા. જેની તે અવારનવાર ઉઘરાણી કરતો હતો. પરંતુ તેની પાસે સગવડ નહીં હોવાથી રકમ આપી શક્યા ન હતા. ગઈ તા. ૨ના રોજ કુબલીયાપરામાં આવેલી પાનની દુકાને હતા ત્યારે ત્રણેય ભાણેજે આવી ઉઘરાણી કરી હતી.
તેણે સગવડ થશે ત્યારે રકમ આપી દઈશ તેમ કહેતા તેની સાથે ઝઘડો કરી મારકુટ શરૂ કરી હતી. આ દરમિયાન કમલેશે તેના પડખાના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. દેકારાના પગલે આસપાસના લોકો અને પરિવારના સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા. તત્કાલ તેને સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં જઈ થોરાળા પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ ગઈકાલે ત્રણેય આરોપીઓની અટકાયત કરી હતી.
બીજી તરફ ગંભીર ઈજા પામેલા ચીનાભાઈએ ગઈકાલે રાત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. થોરાળા પોલીસે હવે આ કેસમાં ખૂનની કલમનો ઉમેરો કરવા તજવીજ શરૂ કરી છે.