Rajkot

રાજકોટ: ભોજપરા ગામે ઘરકંકાસમાં પુત્રીએ કરી પિતાની હત્યા, ઉગ્ર બોલાચાલી બાદ માથામાં ઈંટ મારતાં મોત

By GS Team
29 Nov 20262 mins read
TukuTouch Logo
રાજકોટના ગોંડલ તાલુકાના ભોજપરા ગામે ઘરકંકાસમાં 20 વર્ષીય પુત્રી ભૂમિકાએ પિતા લક્ષ્મણભાઈની ઈંટ મારી હત્યા કરી હતી. શરૂઆતમાં પરિવારે દારૂના નશામાં પડી જવાથી મૃત્યુ થયાનું જણાવ્યું. પરંતુ પોલીસને શંકા જતાં તપાસ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો. પત્ની હંસાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ભૂમિકા સામે BNSની કલમ 103(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: ભોજપરા ગામે ઘરકંકાસમાં પુત્રીએ કરી પિતાની હત્યા, ઉગ્ર બોલાચાલી બાદ માથામાં ઈંટ મારતાં મોત

Daughter Kills Father Over Domestic Dispute Rajkot: રાજકોટના ગોંડલ તાલુકાના ભોજપરા ગામે ઘરકંકાસમાં પુત્રીએ પિતાની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના ઘટી છે. 20 વર્ષીય પુત્રીએ ઈંટ મારીને પિતાની હત્યા નીપજાવી હતી. પરિવારે શરૂઆતમાં મૃતક દારૂના નશામાં પડી જવાથી મોત થયું હોવાનું કહ્યું હતું. જો કે, પોલીસને શંકા જતાં તપાસ બાદ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. સમગ્ર મામલે મૃતકને પત્નીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પુત્રી સામે BNSની 103(1) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ભોજપરાના રહેવાસી લક્ષ્મણભાઈ સોમાભાઈ બગડા છેલ્લા ઘણાં સમયથી કોઈ કામધંધો કરતાં ન હોવાથી અને દારૂનું વ્યસન હોવાના કારણે ઘરકંકાસ થતો રહેતો હતો. જો કે, લક્ષ્મણભાઈના પત્ની હંસાબહેન અને તેમની દીકરીઓ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 28 નવેમ્બરના રોજ હંસાબહેન મજૂરી કામ કરીને સાંજે ઘરે પરત ફર્યા ત્યારે પતિ લક્ષ્મણભાઈ અને પુત્રી ભૂમિકા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલી ભૂમિકાએ પિતાના માથાના ભાગે ઈંટ મારતા તેમનું મોત નીપજ્યું હતું.

ઘટના બાદ પરિવારે મૃતક લક્ષ્મણભાઈને ગોંડલની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં દારૂ પીને પડી જવાથી મોત નીપજ્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. પરંતુ ડૉક્ટર અને પોલીસને શંકા જતાં માતા-પુત્રીની વધુ પૂછપરછ કરતાં સમગ્ર ઘટના જણાવી હતી. હત્યાના બનાવ મામલે ગોંડલ તાલુકા પોલીસે આરોપી પુત્રી ભૂમિકા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.