Rajkot

સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિ'ના વરસાદને લીધે વીજ ડીમાન્ડ અડધો અડધ ઘટી

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની કૃપાથી વીજળીની માંગમાં મોટો ઘટાડો નોંધાયો છે. પાંચ દિવસ પહેલા 10200 મેગાવોટની માંગ સામે, આજે તે ઘટીને 5680 મેગાવોટ થઈ ગઈ છે. વરસાદને કારણે વાતાવરણ ઠંડુ પડતાં એસી, કુલર, પંખા જેવા વીજ ઉપકરણોનો વપરાશ ઘટ્યો છે. ખેતીવાડી માટે 8 કલાક વીજળી અપાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિ'ના વરસાદને લીધે વીજ ડીમાન્ડ અડધો અડધ ઘટી
  • 10200 MWની વીજ ડીમાન્ડ ઘટીને 5200 MW
  • વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા એરકન્ડીશન, કુલર, પંખા સહિતના ઈલેકટ્રીક ઉપકરણોના વપરાશમાં ઘટાડો

રાજકોટ : સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાની કૃપા વરસતા વીજ ડીમાન્ડમાં અડધો અડધ ઘટાડો થયો હોવાનું લોડ ડીસ્પેચ સેન્ટરના સૂત્રો જણાવે છે.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ ખેંચાતા પાંચ દિવસ અગાઉ ઈરીગેશન સહિત વીજ ઉપકરણોનો વપરાશ વધતા ગત તા.૧ર સપ્ટે.ના ૧૦ર૦૦ મેગાવોટ વીજ ડીમાન્ડ હતી. તા.૧૦ સપ્ટે.ના પણ ૧૦૩૦૦ મેગાવોટની જરૂરિયાત રહી હતી પરંતુ ત્યારબાદ ઉતરોતર વીજ ડીમાન્ડમાં ઘટાડો જોવા મળતા આજે તા.૧૭ના સૌરાષ્ટ્ર-કચ્છની વીજ ડીમાન્ડ પ૬૮૦ મેગાવોટ નોંધાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યારે ખેતીવાડી માટે ૮ કલાક વીજળી આપવામાં આવે છે અલબત્ત છેલ્લા ચાર દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસતા વીજ ઉપકરણોની વપરાશ પણ ઘટી છે. તેથી ગત તા.૧૩ સપ્ટે.ના ૭૪૦૦, તા.૧૪ના ૬૩૦૦, તા.૧પનાં પર૦૦, તા.૧૬ના પર૦૦, અને આજે તા.૧૭ના પ૬૮૦ મેગાવોટની ડીમાન્ડ રહી હતી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા એસી, કુલર, પંખા સહિતના ઈલેકટ્રીક ઉપકરણોનો વીજ વપરાશ ઘટયો હોવાનું જણાવાયું હતું.