નવરાત્રિ પૂર્વે નશીલા દ્રવ્યોની હેરાફેરી, 16.59 કિલો ગાંજા સાથે 3 ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : શહેરમાં નવરાત્રિના પરમપવિત્ર તહેવાર પૂર્વે નશીલા દ્રવ્યોની હેરાફેરી જારી છે જેને રોકવા રાજકોટ સ્પેશીયલ ઓપરેશન ગુ્રપ પોલીસે પૂર્વ બાતમીના આધારે આજે ગોંડલ ચોકડીએ વોચ ગોઠવીને રૂ।.૮,૨૯,૬૦૦ની કિંમતના ૧૬ કિલો ૫૯૨ ગ્રામ ગાંજા સાથે (૧)વાસુદેવ ભગવાનભાઈ હીરાસે (ઉ.૨૬ રહે.મૂળ શિરપુર જિ.ધુલીયા મહારાષ્ટ્ર અને હાલ રોલેક્સ ગોડાઉન, ખોડીયારનગર,ગોંડલ રોડ) (૨) રવિન્દ્ર પરમેશ્વર મહાડીક (ઉ.૪૦ રહે. મહાદેવ ગલી, તરવાડે ગામ, જિ.જલગાંવ) અને (૩) અજય સુભાષભાઈ જાદવ (ઉ.૩૬ રહે.સુભાષનગર-૧૪, જુનુ ધુલીયા) એ ત્રણ મહારાીષ્ટ્રના શખ્સોને ઝડપી લીધા છે.
આ અંગે પી.આઈ. એન.બી.ચૌધરીની તપાસમાં ખુલેલી વિગત મૂજબ આ ત્રણ શખ્સો મહારાષ્ટ્રના નંદુબારમાંથી ટ્રાવેલ્સની બસમાં આ ગાંજો પ્લાસ્ટિક રેપર વિંટેલા પાર્સલમાં લાવ્યા હતા અને રાજકોટમાં રહેતો મૂળ બિહારનો ધરમવીર નામના શખ્સ તે લઈને શહેરમાં વેચાણ કરવાનો હતો. આ શખ્સો દર કિલોએ રૂ।.૪-૫ હજારની આવક મેળવવા ગાંજાની હેરાફેરી કરતા હતા.
આરોપીઓ પાસેથી બે મોબાઈલ અને બે થેલા પણ કબજે કરીને એસ.ઓ.જી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. દરમિયાન, નવરાત્રિના તહેવારોમાં ડ્રગ્ઝની હેરાફેરી રોકવા પલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર સહિત અધિકારીઓએ પોલીસ સ્ટાફને કડક કાર્યવાહી કરવા સૂચના જારી કરી છે.




