Rajkot

રાજકોટમાં સ્પામાંથી કૂટણખાનું ઝડપાયું, સાત રૂપલલના મળી આવી

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં ફરી એકવાર સ્પાના ઓઠા હેઠળ ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. 150 ફૂટ રીંગ રોડ પરના વ્રજ કોમ્પલેક્ષમાં 'ધ મોક્ષ સ્પા'માંથી માલવીયાનગર પોલીસે 7 રૂપલલનાને ઝડપી પાડી હતી. નેપાળ, મિઝોરમ અને આસામની આ યુવતીઓને પોલીસે સાક્ષી બનાવી છે. સંચાલક જીગર સચદેવ અને મેનેજર અરૂણ બીસ્કો વોન્ટેડ છે, જેમને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં સ્પામાંથી કૂટણખાનું ઝડપાયું, સાત રૂપલલના મળી આવી

રાજકોટ : રાજકોટમાં સ્પાના ઓઠાં નીચે ધમધમતા કુટણખાનાઓ ઉપર થોડા સમય પહેલા પોલીસે ધોંસ બોલાવી અનેક કેસો કર્યા હતા. આમ છતાં તેની કોઇ અસર થઇ ન હોય તેમ હજુ પણ સ્પાના ઓઠા નીચે કુટણખાના ધમધમી રહ્યા છે. ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ સામે વ્રજ કોમ્પલેક્ષના ત્રીજા માળે ધ મોક્ષ સ્પામાંથી માલવીયાનગર પોલીસે કુટણખાનું ઝડપી લીધું હતું.
આ સ્થળે મોટાપાયે કુટણખાનું ચાલતું હોય તેમ નેપાળ, મિઝોરમ અને આસામની સાત રૂપલલના મળી આવી હતી. જેને નિયમ મુજબ પોલીસે સાક્ષી બનાવી છે. માલવીયાનગરના પીએસઆઇ કે.ડી.મારૂએ ચોક્કસ બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી ખરાઇ કર્યા બાદ દરોડો પાડયો હતો.
ડમી ગ્રાઇમ પાસેથી એન્ટ્રી ફીના રૂા.૧ હજાર વસૂલ કરાયા હતા. ત્યારબાદ બીજી સર્વિસ માટે રૂા.૪ હજાર લેવાયા હતા. જેમાંથી રૂા.૧ હજાર રૂપલલનાને આપી બાકીના રૂા.૩ હજાર સંચાલક પોતાની પાસે રાખી લેતો હતો. સંચાલક જીગર દીલીપ સચદેવ અને મેનેજર અરૂણ લોકેન્દ્ર બીસ્કો (રહે બંને. છોટુનગર શેરી નં.૪, રૈયા રોડ) હાજર નહી મળતાં બંનેને વોન્ટેડ દર્શાવાયા છે. આરોપીઓ સામે ઇમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધાવાયો છે.
પોલીસે જણાવ્યું કે, આ સ્થળે સ્પા અને કુટણખાનું ખરેખર કેટલા સમયથી ચાલતું હતું તે અંગે હવે તપાસ કરાશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા એએચટીયુની ટીમે ગોપાલ ચોકમાં હેલ્થ સેન્ટરના ઓઠા નીચે ધમધમતું કુટણખાનું ઝડપી લીધું હતું. શહેરમાં છાશવારે સ્પામાં પોલીસ કમિશનરના જાહેરનામા અને બીજા નિયમોનું પાલન થાય છે કે કેમ તેની તપાસ કરતી હોવાના દાવા કરે છે. આમ છતાં સ્પામાં કુટણખાના કેમ ચાલુ રહે છે તે બાબતે સવાલો ઉઠયા છે.