મગફળી સહિત તેલીબિયાંનું વિક્રમી ઉત્પાદન છતાં ભાવ વધારો, સિંગતેલ અને સાઈડ તેલો ભડકે બળ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Edible Oil Price Hike: ગત વર્ષમાં મગફળીનું રેકોર્ડબ્રેક 61 લાખ ટન સહિત તેલીબિયાંનું મબલખ ઉત્પાદન થયું હોવા છતાં વર્તમાન ગુજરાતમાં અનિયમિત ચોમાસુ, વાવણીમાં બિયારણની માંગ અને ફરી યુધ્ધની સ્થિતિ સહિતના પગલે માંગમાં વધારો નહીં થવા છતાં સિંગતેલ અને અન્ય ખાદ્યતેલોના ભાવમાં આજે એક સાથે વધારો ઝીંકાયો છે, ડબ્બે સિંગતેલમાં રૂા. 50, કપાસિયામાં રૂા. 30, પામમાં 15, કોપરેલમાં 50, સૂર્યમુખીમાં 20નો વધારો ઝીંકાતા મોંઘવારીની ચક્કીમાં લોકો વધુ પીસાય તેવું જોખમ સર્જાયું છે.
આજે એક દિવસમાં જ..
- સિંગતેલમાં રૂા. 50 વધીને 15 કિલોનો ડબ્બો 2800ની સપાટી ઓળંગીને રૂા. 2770-2820
- કપાસિયા તેલમાં રૂા. 30 વધીને રૂા. 2620-2670
- પામોલીન તેલમાં રૂા. 15 વધીને રૂા. 2360-2365
- સૂર્યમુખીના તેલમાં રૂા. 20 વધીને 13 કિલો ડબ્બાના રૂા. 2480-2500
- મકાઈના તેલમાં પણ રૂા. 10 વધીને 13 કિલો ડબ્બાના રૂા. 2250-2270
- વનસ્પતિ ઘીમાં રૂા. 30 વધીને 15 કિલોના રૂા. 2290-2330
- એરંડિયામાં રૂા. 20 વધીને 15 કિલો ડબ્બાના રૂા. 2400-2430
- અને છેલ્લા ઘણા મહિનાથી જેના ભાવ સ્થિર અથવા ઘટાડો જ થતો હતો તે નારિયેળ તેલ (કોકોનટ ઓઈલ)ના ભાવમાં પણ આજે 15 કિલો ડબ્બાએ રૂા. 50 વધીને ફરી રૂા. 3800ની સપાટીએ પહોંચ્યા છે. એકમાત્ર મસ્ટર્ડ અર્થાત્ સરસિયુ કે રાઈના તેલમાં આજે વધારો નથી.
વરસાદના અભાવથી આ સાથે વિવિધ શાકભાજીના ભાવમાં વધારો અગાઉથી જ ઝીંકાયેલો છે, ભાજીના ભાવ ભડકે બળ્યા છે, ગેસના ભાવ પણ વધ્યા છે અને પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ હજુ ઘટ્યા નથી ત્યારે મોંઘવારી આમ નાગરિકો માટે વધુ કષ્ટદાયી બનશે.









