રાજકોટ: કોમન પાર્કિંગમાં પાર્ક કરેલી એકસાથે 5 કાર બળીને ખાખ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Common Parking Fire Incident: રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા પુનિત નગર પાછળના માધવ પાર્ક વિસ્તારમાં ભીષણ આગની ઘટના બની છે. જ્યાં માધવ પાર્કના કોમન પાર્કિંગમાં અચાનક જ અગમ્ય કારણોસર એક કારમાંથી આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે બાજુમાં જ પાર્ક કરેલી અન્ય ગાડીઓને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
કોમન પાર્કિંગમાં પાર્ક કરેલી એકસાથે 5 કાર બળીને ખાખ
આ બનાવમાં એક પછી એક વારાફરતી પાંચ જેટલી કાર આગની લપેટમાં આવી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ધૂમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા જોવા મળતા સ્થાનિકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ તાબડતોબ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ભીષણ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી, પરંતુ પાંચેય કાર બળીને ખાખ થઈ હતી.




