Rajkot

'આશીર્વાદના દિવડાં' માટે સિટી બસો રોકાઈ, ધમધમતા માર્ગો બંધ કરી દેવાયા

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં શહેર ભાજપે 'આશીર્વાદના દિવડાં' કાર્યક્રમ યોજ્યો હતો. રેસકોર્સ પાસે માર્ગો બંધ કરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી. દિવડાંનો પ્રકાશ દેખાય તે માટે સ્ટ્રીટલાઈટો બંધ કરાઈ હતી. ભાજપના લાખો કાર્યકરો હોવા છતાં, હજારોની મેદની એકઠી કરવા સરકારી કર્મચારીઓ અને શિક્ષકોને બોલાવવા પડ્યા હતા. મનપાએ સફાઈ કાર્ય પણ સેવા સંકલ્પ અભિયાન સાથે જોડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આશીર્વાદના દિવડાં' માટે સિટી બસો રોકાઈ, ધમધમતા માર્ગો બંધ કરી દેવાયા
  • કાર્યકરો લાખો છતાં હજારો માટે કર્મચારીઓ તેડાવવા પડે છે
  • દિવડાંનો પ્રકાશ દેખાય તે માટે લાઈટો બંધ કરી, મનપાએ રોજનું સફાઈ કાર્ય પણ સેવા સંકલ્પ અભિયાન સાથે જોડયું!

રાજકોટ : રાજકોટમાં આજે આશીર્વાદના દિવડાં નામથી શહેર ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો તેમાં મેદની લાવવા-મુકવા માટે સિટી બસો રોકી લેવાઈ હતી અને રેસકોર્સ પાસે સાંજના સમયે ટ્રાફિકથી વધુ ધમધમતા માર્ગોને બન્ને બાજુએ બંધ કરી દેવાતા વાહનચાલકોને હાલાકી સર્જાઈ હતી.
રેસકોર્સ મેદાનને બદલે રોડ ઉપર દિવડાંનો કાર્યક્રમ યોજાતા પોલીસે આડશો મુકીને અવરજવરના બન્ને રસ્તા બંધ કરી દીધા હતા. કાર્યક્રમમાં વૃધ્ધો અને બાળકો થાકીને રસ્તા ઉપર બેસી ગયેલા દેખાતા હતા. દિવડાંનો પ્રકાશ દેખાય તે માટે સ્ટ્રીટલાઈટો બંધ કરીને અંધારું કરાયું હતું! કાર્યક્રમ એ હોય છે જેમાં સ્વૈચ્છિક ઉમળકા સાથે ભાગ લેનારાની ઉપસ્થિતિ હોય પણ રાજકોટમાં લાખો કાર્યકરો પક્ષ સાથે જોડાયા છે છતાં હજારોની મેદની ભેગી કરવા પણ દર વખતે સરકારી કર્મચારીઓ,શિક્ષકો તેડાવવા પડે છે.
દરમિયાન એક તરફ રાજકોટમાં છાશવારે અસહ્ય ગંદકીની ફરિયાદો ઉઠતી રહે છે, ગાર્બેજ કલેક્શનનો ખર્ચ ગત એક વર્ષમાં રૂ।.૪૦ કરોડથી વધારીને રૂ।.૧૨૦ કરોડે પહોંચાડી દેવાયા છતાં કચરાના ઢગલા ઉપાડાતા નથી ત્યારે રોજબરોજના આ કામની નિષ્ફળતા દૂર કરવાને બદલે વિવિધ સ્થળોએ ૧૮ વોર્ડમાં સફાઈનું કામ પણ સેવા સંકલ્પ અભિયાનના નામે જોડી દેવાયું છે. આ જ રીતે સરકારી કચેરીઓમાં નિયમિત જે સેવાઓ લોકોને આપવાની ફરજ છે તે સેવા માટે સેવાસેતુ કાર્યક્રમો યોજાશે.