Rajkot

ચાંદીપુરાનો હાહાકારઃ રિપોર્ટમાં વિલંબ વચ્ચે વધુ એક 'શંકાસ્પદ' બાળકનું મોત

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં બાળભક્ષી ચાંદીપુરા વાયરસનો હાહાકાર યથાવત છે. ધ્રોલના 6 વર્ષીય બાળકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું. આ સાથે જામનગર જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસમાં મૃત્યુઆંક 6 થયો છે, જોકે હજુ સુધી રિપોર્ટ આવ્યા નથી. અત્યાર સુધીમાં કુલ 22 બાળકોનો ભોગ લેનાર આ જીવલેણ રોગ સામે આરોગ્ય તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચાંદીપુરાનો હાહાકારઃ રિપોર્ટમાં વિલંબ વચ્ચે વધુ એક 'શંકાસ્પદ' બાળકનું મોત

રાજકોટ: રાજ્યમાં બાળભક્ષી ચાંદીપુરા વાયરસનો હાહાકાર યથાવત રહ્યો છે. અત્યાર સુધીમાં ૨૨ ભૂલકાંને ભરખી જનાર ઘાતક રોગનો તોડ મળ્યો નથી ત્યાં વધુ એક બાળકનો જીવ લીધો છે. જેમાં આજે ધ્રોલ પંથકનાં બાળકે રાજકોટમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગંભીર બાબત એ છે કે, જામનગર જિલ્લાનાં છઠ્ઠા બાળકે ચાંદીપુરાનો રિપોર્ટ આવ્યા પહેલા જીવ ગુમાવ્યો છે. વળી, પહેલાનાં પાંચ મૃત્યુ બાદ નેગેટીવ રીપોર્ટ આવ્યા હતા એટલે જીવલેણ બની રહેલા ચાંદીપુરા જેવા ઘાતક રોગ અંગે રહસ્ય સર્જાયું છે.
જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસે ફરી એકવાર કાળો કહેર વર્તાવ્યો છે. ધ્રોલ તાલુકાના ડાંગરા સીમ વિસ્તારમાંથી ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયેલા ૬ વર્ષીય માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. તબીબી વિજ્ઞાાન અને અદ્યતન સ્વાસ્થ્ય સેવાઓની ગુલબાંગો વચ્ચે આજે વધુ એક માસુમ બાળકનું મોત નીપજ્યા બાદ પણ હજુ સુધી ચાંદીપુરા વાયરસના સેમ્પલનો રિપોર્ટ આવ્યો નથી, જે સરકાર અને આરોગ્ય તંત્ર આ મુદ્દે ગંભીર હોવા સામે મોટો સવાલ ઉભો છે. કારણ કે, રાજકોટમાં એઈમ્સ અને જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જેવી વિશ્વકક્ષાની આરોગ્ય સંસ્થા હજુ કાગળ ઉપર છે. ઝુંપડાં કે કાચા મકાનોમાં રહેતા ગરીબ અને શ્રમિક વર્ગનાં સંતાનોને જ ચાંદીપુરા વાયરસ ઝપટમાં લેતો હોવાથી હજુ સુધી વેક્સિન શોધવી તો દૂર રહી, સમયસર રિપોર્ટ પણ મળતા નથી.
તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ત્રણ શંકાસ્પદ બાળદર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં કાલાવડ પંથકમાંથી શંકાસ્પદ લક્ષણો સાથે લાવવામાં આવેલા બે વર્ષીય માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. એક બાળક અત્યંત નાજુક સ્થિતિમાં વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. એ જ રીતે રાજકોટ સિવિલ હોસ્પિટલનાં બાળરોગ વિભાગમાં પણ બે બાળકો સારવાર લઈ રહ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને તકેદારીના કાગળ પર દાવા
આરોગ્ય વિભાગ દ્વારા હંમેશની જેમ સંબંધિત વિસ્તારોમાં સર્વેલન્સ અને તકેદારીના માત્ર કાગળ ૫ર દાવા કરવામાં આવી રહ્યા છે. લોકોને ગભરાઈ જવાના બદલે સાવચેતી રાખવા અને બાળકોમાં તાવ, ઝાડા, ઊલટી કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવા સલાહ અપાઈ રહી છે.

  • બાળકીને બચાવવાની વાહવાહી લૂંટનાર તબીબો મોત મુદ્દે મૌન
    રાજકોટ સિવિલ હોસ્પિટલનાં બાળરોગ વિભાગમાં બે દિવસ પહેલા ફક્ત ત્રણ મહિનાની ચાંદીપુરાગ્રસ્ત બાળકીને સઘન સારવાર આપીને બચાવી લેવામાં આવ્યાની તબીબોએ મોટે-મોટેથી બૂમો પાડીને વાહવાહી લૂંટી હતી, પણ આજે એક બાળકનું મૃત્યુ નીપજતાં જવાબદારી ખંખેરી મૌન સેવી લીધું હતું.
  • આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને તકેદારીના કાગળ પર દાવા
    આરોગ્ય વિભાગ દ્વારા હંમેશની જેમ સંબંધિત વિસ્તારોમાં સર્વેલન્સ અને તકેદારીના માત્ર કાગળ ૫ર દાવા કરવામાં આવી રહ્યા છે. લોકોને ગભરાઈ જવાના બદલે સાવચેતી રાખવા અને બાળકોમાં તાવ, ઝાડા, ઊલટી કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવા સલાહ અપાઈ રહી છે.