Rajkot

જંગલેશ્વરમાં થયેલી હત્યામાં મહિલાની કાવતરામાં સંડોવણી ખૂલતા ધરપકડ

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
રાજકોટના જંગલેશ્વરમાં રિક્ષાચાલક ઇકબાલ લોધીની પાઇપના ઘા ઝીંકી હત્યા મામલે ભક્તિનગર પોલીસે 44 વર્ષીય રોશનબેન ઉર્ફે ગુડ્ડી અબ્દુલ્લા ધાડાની કાવતરાના આરોપસર ધરપકડ કરી છે. આ કેસમાં દાનીશ, સુફિયાન અને રિયાઝ સહિત કુલ 6 આરોપીઓની સંડોવણી ખૂલી છે. પોલીસ અન્ય 5 આરોપીઓને ઝડપી પાડવા તપાસ ચલાવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જંગલેશ્વરમાં થયેલી હત્યામાં મહિલાની કાવતરામાં સંડોવણી ખૂલતા ધરપકડ

રાજકોટ : જંગલેશ્વરમાં આવેલા ખ્વાજા એપાર્ટમેન્ટ નીચે સ્થિત પાનની દુકાન પાસે બે દિવસ પહેલા રાત્રે સામે જોવા જેવી નજીવી બાબતે પીરવાડી પાસે જૂના ગણેશનગરમાં રહેતા રીક્ષાચાલક ઇકબાલ ઉર્ફે જૂનાગઢી ઇબ્રાહીમભાઈ લોધી (ઉ.વ.૫૬)ની પાઇપના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં ભક્તિનગર પોલીસે જંગલેશ્વરના નિલમ પાર્કમાં રહેતી રોશનબેન ઉર્ફે ગુડ્ડી અબ્દુલ્લા ધાડા નામની ૪૪ વર્ષની મહિલાની કાવતરાના આરોપ સબબ ધરપકડ કરી છે.
ભક્તિનગર પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આ કેસમાં કુલ ત્રણ આરોપીઓ કે જેમાં દાનીશ, સુફિયાન અને રિયાઝ વિરૂધ્ધ એફઆઈઆર નોંધાઇ હતી. તપાસ દરમિયાન આરોપી રોશનબેન ઉર્ફે ગુડ્ડી સહિત વધુ ત્રણ આરોપીઓની સંડોવણી ખૂલી છે. જેમાંથી હાલ રોશનબેનની ધરપકડ કરવામાં આવી છે.
તેની સાથે અફઝલ અને શાહનવાઝ નામના વધુ બે આરોપીની પણ સંડોવણી ખૂલી છે. એફઆઈઆરમાં જે ત્રણ આરોપીના નામ હતા તે ઉપરાંત અફઝલ અને શાહનવાઝ થારમાં આરોપી રોશનબેનના ઘરે ગયા હતા. ત્યાંથી પાઇપ લઇ ત્રણ આરોપીઓ રવાના થયા હતા. તેની પાછળ રોશનબેન અને અફઝલ ઉપરાંત શાહનવાઝ ગયા હતા.
આ રીતે આ કેસમાં કુલ છ આરોપીની સંડોવણી ખૂલી છે. જેમાંથી હાલ રોશનબેનની ધરપકડ કરવામાં આવી છે. બાકીના પાંચેય આરોપીઓની ભક્તિનગર પોલીસ સાથે ક્રાઇમ બ્રાંચની ટીમો શોધખોળ કરી રહી છે.