Rajkot

પાડોશમાં રહેતા વૃદ્ધે યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરતાં ગર્ભવતી બની ગઈ

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
ઉપલેટા પંથકના એક ગામમાં 60 વર્ષીય વૃદ્ધ મધુ રૂડાભાઈ અકબરીએ પાડોશમાં રહેતી 23 વર્ષીય યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના પરિણામે યુવતીને 5 માસનો ગર્ભ રહી ગયો. પરિવારજનોએ ભાયાવદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને ધમકીનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાડોશમાં રહેતા વૃદ્ધે યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરતાં ગર્ભવતી બની ગઈ

જેતપુર : ઉપલેટા પંથકના એક ગામમાં ૬૦ વર્ષીય વૃદ્ધે પાડોશમાં જ રહેતી ૨૩ વર્ષીય યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરતા પાંચ માસનો ગર્ભ રહી જતાં આ મામલે યુવતીના વાલીઓએ ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય દીકરી ઘરે એકલી હતી. પરિવારજનો મજૂરીએ ગયા હતા ત્યારે બપોરના સુમારે યુવતી કુદરતી હાજતે ગઈ હતી. આ સમયે પાડોશમાં રહેતો ૬૦ વર્ષીય મધુ રૂડાભાઈ અકબરી પાછળ ધસી આવ્યો હતો. તેણે યુવતીના મોઢે ડૂચો દઈ જો તું બૂમાબૂમ કરીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપી રસ્તાની સામે આવેલી અવાવરું જગ્યાએ ખેંચી ગયો હતો . ત્યાં તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટના બાદ આરોપી મધુ અકબરીએ યુવતીને ડરાવી-ધમકાવીને ચૂપ રહેવા મજબૂર કરી હતી.
ડરના માર્યા યુવતીએ કોઈને વાત કરી ન હતી. જેનો ગેરલાભ ઉઠાવીને કામુક વૃદ્ધે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન આશરે પાંચેક વખત યુવતી પર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. છેલ્લે બે મહિના પૂર્વે પણ તેણે આ જ પ્રકારે દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન યુવતી ગર્ભવતી થઈ જતાં પરિવારે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી, જ્યાં તબીબે તેને ૨૧ અઠવાડિયાનો ગર્ભ હોવાનું નિદાન કર્યું હતું. દીકરીની જિંદગી રોળનાર આ પાડોશી સામે પરિવારે ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ મથકના પીઆઈ એ.બી. જાડેજાની ટીમે આરોપી મધુ રૂડાભાઈ અકબરી સામે બળાત્કાર અને ધમકી આપવાનો ગુનો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.