કોડીનાર પંથકના યુવાનને માથામાં ધોકા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : કોડીનારના મિતીયાજ ગામના વતની અને હાલમાં લોધીકાના રાવકી ગામે આવેલી સોરઠીયા ફાઉન્ડ્રી નામના કારખાનામાં કામ કરતાં અરશીભાઈ લાખાભાઈ પરમાર (ઉ.વ.૩૯) ત્રણ દિવસ પહેલા રૂમમાં સૂતા હતા. ત્યારે આરોપી પ્રવીણ બઘાભાઈ રાઠોડ (ઉ.વ.૪૯)એ ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આજે તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. મોબાઈલ ફોનનો અવાજ ધીમો કરવાના મુદ્દે આરોપીએ મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મૃતક અરશીભાઈ આઠેક વર્ષથી રાવકી ગામે વિજયભાઈ રાઠોડ સાથે સોરઠીયા ફાઉન્ડ્રી નામના કારખાનામાં કામ કરતાં હતાં. અને ત્યાંજ રૂમમાં રહેતા હતા. ત્રણ દિવસ પહેલા સવારે તે કારખાનામાં સંતા હતા. ત્યારે રૂમમાં સાથે રહેતા પ્રવિણે લાકડાના ધોકા ચાર ઘા મારી દેતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો. બાદમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ મામલે તેના સાઢુભાઈ જયસુખભાઈ રાઠોડ (ઉ.વ.૪૦, રહે. કુવાડવા રોડ, રણછોડદાસબાપુના આશ્રમ પાસે)ની ફરિયાદ પરથી આરોપી પ્રવિણ રાઠોડ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
હુમલામાં ઘવાયેલા અરશીભાઈએ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે દમ તોડી દીધો હતો. તે બે ભાઈ અને એક બહેનમાં નાના હતાં. તેને સંતાનમાં ત્રણ પુત્રી છે. આરોપી પ્રવિણની પુછપરછમાં ત્રણ દિવસ પહેલા વહેલી સવારે કામ પરથી રર્મે આવ્યો ત્યારે અરશીભાઈ મોટા અવાજે મોબાઈલ ફોન જોતાં હતા. બાદમાં તે સૂઈ ગયા બાદ ઉશ્કેરાઈને લાકડાના ધોકા વડે હુમલો કર્યાની કબૂલાત આપી હતી.
આ મામલે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપી પ્રવીણને ગોંડલ જેલહવાલે કર્યો હતો.




