Rajkot

રાજકોટ: દહીસરડા ગામે ચેકડેમમાં નહાવા પડેલા 4 કિશોરો ડૂબ્યા, મેળામાંથી પરત ફરતા બની કરુણાંતિકા

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
રાજકોટના પડધરી તાલુકાના દહિસરડા ગામે જન્માષ્ટમીનો મેળો માણવા આવેલા 4 કિશોરો ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા. રમતા રમતા દીપ (14), વંશિત (15), વાસુ (12) અને ધ્યેય (14) ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. ફાયર બ્રિગેડે 8 કલાકની મહેનત બાદ મૃતદેહો બહાર કાઢ્યા. આ કરુણ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: દહીસરડા ગામે ચેકડેમમાં નહાવા પડેલા 4 કિશોરો ડૂબ્યા, મેળામાંથી પરત ફરતા બની કરુણાંતિકા

Rajkot 4 Child Died News : હાલમાં સાતમ-આઠમને પગલે સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ મેળાઓનું આયોજન થયું છે ત્યારે ઘણાં લોકો પોત-પોતાના સંબંધીઓને ત્યાં ફરવા પહોંચ્યા છે. આ સૌની વચ્ચે જન્માષ્ટમી નિમિતે રાજકોટનો મેળો ફરવા પહોંચેલા ચાર કિશોરોને એક ભૂલ ભારે પડી ગઈ અને તેમને કાળ ભરખી ગયો.

શું હતી ઘટના?

માહિતી અનુસાર રાજકોટના પડધરી તાલુકામાં દહિસરડા ગામે જન્માષ્ટમી ઉજવવા આવેલા ચાર કિશોરો ચેક ડેમમાં નહાવા પહોંચી ગયા હતા. જ્યાં રમતા રમતા તેઓ ચેક ડેમમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મોટાપાયે રેસ્ક્યૂ અભિયાન ચલાવાયું હતું પરંતુ કોઈ બાળકને જીવીત બચાવી શકાયા નહોતા.

મૃતકોની ઓળખ જાહેર કરાઈ

આઠ કલાકની મહામહેનતે ફાયર બ્રિગેડની ટીમે ચારેય કિશોરોના મૃતદેહ બહાર કાઢતાં આખા ગામમાં ગમગીની પ્રસરી ગઈ હતી. બાળકોની અર્થી પણ એકસાથે જોતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. મૃતકોમાં દીપ(14 વર્ષ), વંશિત(15), વાસુ (12 વર્ષ) અને ધ્યેય (14 વર્ષ) તરીકે થઇ હતી. ઉલ્લેખનીય છે કે આ રીતે જ અગાઉ મહેસાણામાં કડીના મેળાની મજા માણવા ગયેલા ત્રણ મિત્રો નદીમાં નહાવા પડ્યા હતા અને મોતને ભેટ્યા હતા.