Rajkot

ગણેશ ડેરી ફાર્મમાં 140 કિલો વાસી માવો મળતા નાશ કરાયો

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
રાજકોટમાં ફૂડ વિભાગે સંતકબીર રોડ પરની ગણેશ ડેરી ફાર્મમાંથી 140 કિલો અખાદ્ય માવો જપ્ત કરી નાશ કર્યો અને રૂ. 3000 વહીવટી ચાર્જ વસૂલ્યો. લાતીપ્લોટમાં હિરેન પરફ્યુમરી વર્ક્સમાંથી પાન મસાલા ફ્લેવર પાવડરના નમૂના લેવાયા. ડોમિનોઝ પીઝામાંથી ચીઝ-પનીરના નમૂના લઈ રૂ. 5000 ચાર્જ વસૂલાયો. વાસી પદાર્થો જપ્ત કરી, નોટિસો અપાઈ, પરંતુ સીલ મારવાની કાર્યવાહી બંધ રહી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશ ડેરી ફાર્મમાં 140 કિલો વાસી માવો મળતા નાશ કરાયો

રાજકોટ: ફૂડ વિભાગ દ્વારા આજે સંતકબીર રોડ ઉપર આવેલ ગણેશ ડેરી ફાર્મમાં તપાસ કરતા અખાદ્ય અને વાસી એવો ૧૪૦ કિલો માવો મળી આવ્યો હતો જેનો નાશ કરીને રૂ।.૩૦૦૦નો વહીવટીચાર્જ વસુલાયો છે જ્યારે લાતીપ્લોટ-૧, કુવાડવા રોડ પર હિરેન પરફ્યુમરી વર્ક્સમાં પાન માસલા માટે વપરાતા ફ્લેવર્ડ પાવડરમાં કોઈ ઝેરી કેમીકલ સહિતના તત્વો છે કે કેમ તે તપાસવા માટે મનપાએ આજે તેના પણ નમુના લીધા છે. આ સ્થળે હાઈજેનિક કન્ડીશન પણ ન્હોતી.
મનપા સૂત્રો અનુસાર અન્ય કામગીરીમાં (૧) સેટેલાઈટ ચોકમાં ડોમિનોઝ પીઝા જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ લિ.માંથી ચીઝ, પનીરના નમુના લઈને રૂ।.૫૦૦૦નો વહીવટીચાર્જ વસુલ કરાયો છે. (૨) ૫૦ ફૂટ રોડ જયશક્તિ પાર્કમાં મહાદેવ ફરસાણમાંથી ૫ કિલો વાસી પદાર્થો (૩) ભગીરથ સોસાયટીમાં કિસન ફરસાણમાંથી ૫ કિલો અને ભગીરથ ફરસાણમાંથી ૪ કિલો વાસી પદાર્થો જપ્ત કર્યા (૪) મવડી કણકોટ રોડ પર હાર્મની ગાર્ડન રેસ્ટોરન્ટને યોગ્ય સ્ટોરેજ જાળવવા નોટિસ (૫) પંચાયત ચોકમાં પ્રાઈડ ડિલીશિયસને આરોગ્યપ્રદ (હાઈજેનિક)કન્ડીશન જાળવવા નોટિસ (૬) જીવનનગરમાં અવિયુક્ત ગર્લ્સ હોસ્ટેલ (પીજી)ને હાઈજેનિક કન્ડીશન અને લાયસન્સ માટે નોટિસ અપાઈ છે.
સાતમ આઠમના તહેવારો નજીક આવે છે અને આ સમયમાં ફરસાણ,મિઠાઈનું વેચાણ ખાસ્સુ વધી જતું હોય છે ત્યારે મનપા દ્વારા બે દિવસથી ભેળસેળિયા તત્વો સામે દુકાન સીલ કરવાના પગલા જાણે બંધ કરીદીધા છે. છૂટાછવાયા સ્થળે અખાદ્ય-વાસી પદાર્થોનો નાશ, વહીવટી ચાર્જ વસુલવા અને નોટિસ આપવાની કામગીરી જારી રાખી છે.