Prasangpat

સામે ચાલીને પેટમાં શૂળ ઊભું કરવાના બિઝનેસમાં કેન્દ્ર સરકારને ભારે ફાવટ

By GS Team
18 Sep 20264 mins read
TukuTouch Logo
મોદી સરકાર E20, ક્રિપ્ટો અને UPI જેવા મુદ્દે વિપક્ષની જાળમાં ફસાઈ છે. રાહુલ ગાંધીએ UPI પર 2000 રૂપિયાના વ્યવહારોને લઈને સરકાર પર અમેરિકી દબાણમાં ઝૂકવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે GDPના આંકડાને ભ્રામક ગણાવ્યા છે. સરકાર મોંઘવારી અને બેરોજગારી જેવા મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા નવા વિવાદો ઊભા કરતી હોવાનો આક્ષેપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સામે ચાલીને પેટમાં શૂળ ઊભું કરવાના બિઝનેસમાં કેન્દ્ર સરકારને ભારે ફાવટ
  • ઇ 20, ક્રિપ્ટો, યુપીઆઇ જેવા પગલામાં સરકાર ભેરવાઇ
  • પ્રસંગપટ
  • જીડીપીના આંકડા બહાર આવ્યા ત્યારે સરકારની ખુશીને આંચકો આપીને કોંગ્રસે કહ્યું હતું કે આ આંકડા ભ્રામક છે

સામે ચાલીને પેટમાં શૂળ ઉભું કરવાના બિઝનેસમાં મોદી સરકારને ફાવટ આવી ગઇ હોય એમ લાગે છે. ક્યારેક ઇથેનોલ બ્લેન્ડીંગ પર વિવાદ થાય છે તો ક્યારેક લોકોના રોજીંદા પેમેેન્ટના વ્યવહારો પર વિવાદ થાય છે.આર્થિક તંત્રમાં સિસ્ટમની એવી છટકબારીઓ છે કે કોમનમેન તેમાં ગુંચવાયા કરે છે. લોકોને વન+વન માં આસાનીથી સમજાવી શકાય છે તેના બદલે મોદી સરકારના પ્રધાનો અને તેમના આર્થિક નિષ્ણાતો વાતને ગોળ ગોળ ફેેરવીને બોલવા ટેવાયેલા છે.
દેશની કમનસીબી સોશ્યલ નેટવર્ક પણ બની ગયું છે. તે દરેક મુદ્દાને પોતાની મનસ્વી રીતે ચગવે છે અને લોકોેના માથે તેમની વાતોને ફટકાર છે. તાજેતરમાં યુપીઆઇ પેમેન્ટનો વિવાદ એટલા માટે ચગ્યો છે કે સરકારે સ્પષ્ટ વાતોથી દૂર રહીને ૨૦૦૦ રૂપિયાના ટ્રાન્ઝેકશનને વળગી રહી છે. છેલ્લા એક મહિનામાં બીજીવાર યુપીઆઇનો વિવાદ ચગ્યો છે. નાણા મંત્રાલય અને વડાપ્રધાનના કાર્યાલય વચ્ચે માહિતીની આપ-લેની સિસ્ટમ (કોમ્યુનિકેશન ગેપ)નબળી હોય એમ દેખાઇ આવે છે. મજા તો એ વાતની છેકે એનડીએ સરકાર વિપક્ષોને સામે ચાલીને વિવાદના મુદ્દા આપે છે અને લોકોની મોદી સરકાર તરફી નારાજગીમાં વધારો કરે છે.
વિવાદો એવા થાય છેકે વડાપ્રધાનનું કાર્યાલય મૂંગું રહીને તમાશો જોયા કરે છે. આક્ષેપ તો એવા પણ થઇ રહ્યા છે કે સરકાર મૂળ સળગતા મુદ્દા જેવા કે મોંઘવારી અને બેરોજગારી પર લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય તે પહેલાંજ અન્ય કોઇ મુદ્દો ફરતો કરી દે છે. નવો મુદ્દો એકાદ અઠવાડીયું ચાલે છે ત્યારે પડદા પાછળ નવો મુદ્દો તૈયાર કરી દેવાય છે. રાહુલ ગાંધીએ યુપીઆઇનો મુદ્દો હાથમાં પકડયો છે અને આક્ષેપ કર્યો છે કે અમેરિકાના પ્રેશર આગળ મોદી સરકાર ઝૂકી ગઇ છે. પોતાની વાતને મજબૂતાઇથી રજૂ કરવા માટે તે જાણીતા છે. મોદી સરકારને રાહુલ ગાંધીએ કહ્યું છેકે યુપીએ પરનો તમારો નિર્ણય પાછો ખેંચો.
ગઇ ૧૦ ઓગસ્ટે રાજ્યસભામાં નાણાપ્રધાને કહ્યું હતું કે યુપીઆઇ ટ્રાન્ઝેકશન પર કોઇ ટેક્ષ નહીં લાગે. રાહુલ ગાંધીનો મત એવો છેકે વેપારીઓ પર બોજો આવશે તો તે બોજો તરતજ ગ્રાહક પર ટ્રાન્સફર કરી દેશે. અહીં કન્યાના કેડે ભાર જેવું સાબિત થશે. ક્રિપ્ટો કરન્સીના કેસમાં દેશમાં તે માન્ય નથી છતાં તેના એક્સચેન્જ સેન્ટરો ભારતમાં જોવા મળે છે. ભારતમાં થતા ભપકાદાર લગ્નોના ખર્ચા ક્રિપ્ટો કરંસીથી ચૂકવવામાં આવે છે એવું નેટવર્ક પકડાયું હોવા છતાં સરકાર આવું નેટવર્ક રોકી શકતી નથી. ક્રિપ્ટો કરંસીની આખી ઇકો સિસ્ટમ બે નંબરી પૈસો અને મની લોન્ડરીંગ સાથે સંકળાયેલી છે. લોકોને સરકાર કહે છેકે ક્રિપ્ટો કરંસીની લે વેચમાં પકડાશો તો કાયદેસરના પગલાં લેવાશે કેમકે દેશમાં ક્રિપ્ટો ગેરકાયદેસર છે.
ક્રિપ્ટો પર પ્રતિબંધ એટલે તેનો વપરાશ ના થઇ શકે કે તેના મારફતે કરાયેલા પેમેન્ટમાં થતા ફડચા બાબતે કોઇ ફરિયાદ ના કરી શકાય. લોકોની નજરમાં મોદી સરકાર બંને ગૃહોમાં બહુમતી ધરાવે છે. પરંતુ છેલ્લું ચોમાસું સત્ર વિપક્ષના હોબાળા વચ્ચે લગભગ નિષ્ફળ ગયું છે. જો સરકારની બહુમતી હોય તો પછી સત્ર ચાલતું કેમ નથી તે બાબતે પણ ચર્ચા ચાલે છે. ગયા અઠવાડીયે જ્યારે જીડીપીના આંકડા બહાર આવ્યા ત્યારે સરકારની ખુશીને આંચકો આપીને કોંગ્રસે કહ્યું હતું કે આ આંકડા ભ્રામક છે.
એવું લાગે છે કે સરકાર પાસે વિપક્ષના જવાબનો વળતો પ્રહાર કરી શકે એવા પ્રવક્તાઓ નથી. અન્ય વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી સાથે એક થઇને સામે ઊભા રહે છે અને તેમના વિચારને સંમતિ આપે છે. જીડીપીના આંકડાને ભ્રામક કહેવામાં આવ્યા ત્યારે સરકારે વળતો પ્રહાર કરીને ખુુલાસો કરવાનો હતો પરંતુ સરકારે કોંગ્રેસ દેશને ગેરમાર્ગે દોરે છે એમ કહીને સાચી વાતનો ખુલાસો નહોતો કર્યો. મોંઘવારીનો આંકડો હોય કે સત્તાવાર સરકારના આંકડા હોય પરંતુ કોંગ્રેસ તેનો દાંત કચકચાવીને વિરોધ કરે છે. બ્રિક્સના દેશોની બેઠક દિલ્હીમાં યોજાઇ ત્યારે પણ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો.
રોજીંદા સ્તરે યુપીઆઇથી ખરીદી કરનારને એક પણ પૈસો ચૂકવવાનો નથી અને વેપારી પણ પોતાના પર લદાયેલો યુપીઆઇ ટેક્ષ પ્રજાના માછે ટ્રાન્સફર કરી શકે નહીં એવી સ્પષ્ટ વાત સરકાર કરતી નથી માટે તેના પગલાં પર શંકા સેવાઇ રહી છે. ઇ ૨૦, ક્રિપ્ટો, યુપીઆઇ જેવા પગલામાં સરકાર સાચી હોવા છતાં વિપક્ષની જાળમાં ફસાઇ ગઇ છે.