Prasangpat

આઇટી અને AI ક્ષેત્રે નિવૃત્તિની ઉંમર 45 વર્ષ : જોબ કટ સમસ્યા

By GS Team
23 Sep 20263 mins read
TukuTouch Logo
દેશમાં આઇટી અને એઆઈ ક્ષેત્રે નોકરી ગુમાવનારાઓમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકો વધુ છે. 2026માં અત્યાર સુધીમાં 1.5 લાખ લોકોની નોકરી છીનવાઈ છે. ઓરેકલ જેવી કંપનીઓએ એક જ દિવસમાં 30,000 કર્મચારીઓને છૂટા કર્યા. ખાનગી કંપનીઓમાં હવે 45 વર્ષે નિવૃત્તિની ઉંમર આવી હોય તેવું ચિત્ર ઊભું થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આઇટી અને AI ક્ષેત્રે નિવૃત્તિની ઉંમર 45 વર્ષ : જોબ કટ સમસ્યા
  • સ્ટાફની હકાલપટ્ટીમાં અડધો અડધ ૪૫ વર્ષના છે
  • પ્રસંગપટ
  • જોબ કટના મારા પછી AI કંપનીઓમાં ૪૫ વર્ષની ઉપરના ગણ્યા ગાંઠયા લોકો જોબ કરી રહ્યા છે

આજકાલ ચોમેર જોબ-કટનો ડર પથરાયેલો છે. નામાંકીત ગણાતી કંપનીઓ પણ એક સાથે ૮૦૦-૧૦૦૦ લોકોની હકાલપટ્ટી કરતાં લાગણીઓનો કોઇ વિચાર નથી કરતી. ૨૦૨૬માં અત્યાર સુધીમાં દોઢ લાખ લોકોની નોકરી આંચકી લેવાઇ છે. ઓરેકલ જેવી કંપનીએ તો એેકજ દિવસમાં ૩૦,૦૦૦ લોકોને રવાના કર્યા હતા.
રાતોરાત લોકોની જોબ આંચકી લેવાના પગલાથી અનેક કુટુંબો ત્રસ્ત છે. જોબ આંચકી લેવા પાછળના અનેક કારણો છે તેમાં એક ૪૫ વર્ષની ઉંમર પણ છે. આપણે ત્યાં સરકારમાં નિવૃતિની વય ૫૮-૬૦ વર્ષની છે.
રાજકારણમાં ૬૦ વર્ષની ઉપરનાને ટિકીટ નથી મળતી તો ૬૫ ઉપરનાને કોઇ હોદ્દો નથી મળતો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ક્ષત્રે જોબ મેળવવાની ઉંમર ૨૨ થી ૨૫ વર્ષની છે જ્યારે જોબ કટની ઘટનાઓ પછી આ ક્ષેત્રોની નિવૃત્તિની ઉંમર ૪૫ વર્ષની થઇ હોય એમ લાગી રહ્યું છે.
જે કંપનીઓએ હજારોની સંખ્યામાં સ્ટાફની હકાલપટ્ટી કરી છે તેમાં અડધો અડધ લોકોની ઉંમર ૪૫ વર્ષની છે. તે જોતાં એમ કહી શકાય કે આઇટી ક્ષેત્રે નિવૃતિની ઉંમર ૪૫ની થવા જઇ રહી છે. ઓરેકલ અને એદીદાસે જ્યારે તેમના સ્ટાફની હકાલપટ્ટી કરી ત્યારે ૪૫થી ઉપરનાઓને પહેલા નિશાન બનાવ્યા હતા.
હવે જોબમાં રહેલી સ્થિરતા જોવા મળતી નથી. બંને પક્ષ એટલેકે કંપની અને સ્ટાફ બંને સારૂં મળે એટલે જોબ છોડી દે છે કે જોબમાથી પાણીચું મળી જાય છે.
૪૫ વર્ષે જોબ છીનવાઇ જાય ત્યારે નવી જોબ મેળવતા મુશ્કેલી અનુભવાય છે. ભારતમાં લે-ઓફની ઉંમર ૪૫ વર્ષની થઇ રહી છે તે બાબતે ચિંતા ઉભી થઇ છે. ૪૫ વર્ષની ઉંમર હજુ ફિક્સ નથી થઇ પરંતુ જ્યારે કંપનીઓ કાતર લઇને બેસે છે ત્યારે ઉંમરને પણ ધ્યાનમા ંરાખે છે. કોઇ પણ કંપની નવોદિતો પર વધુ ભાર મુકે છે જ્યારે ૪૫ વર્ષના બાબતે તે બહુ ધ્યાન નથી આપતા.
40-45 પછી સિનીયર કંપનીમાં સિનીયોરીટીના આધારે પોઝિશન મળતી હોય છે પરંતુ તે પહેલાંતો તેમની હકાલપટ્ટીનું વિચારાતું થઇ ગયું હોય છે. ૪૦ પછી વ્યક્તિ ઉંચા પગાર અને ઉંચા હોદ્દાની અપેક્ષા રાખે તે સ્વભાવિક છે. કંપનીઓ પણ સિનીયોરીટી પ્રમાણે પગાર વધારો આપતી રહે છે.
જોકે પ્રાઇવેટ આઇટી કંપનીઓ જ્યારથી જોબ કટ અપનાવતી થઇ છે ત્યારથી ૪૦-૪૫ વર્ષની ઉપરનાઓ માટે માથે લટકતી તલવાર જેવા દિવસો ચાલે છે એમ કહી શકાય.
ઓરેકલ કંપની એક તરફ લાખો ડોલર છૈં સંશોધનો અને ક્લાઉડ કોેમ્પયુટીંગ પાછળ રોકતી જાય છે તો બીજી તરફ કરકસરના નામે જોબ કટ અપનાવતી જાય છે. ઓરેકલે એક તરફ રોકાણ ચાલુ રાખ્યું હતું તો બીજી તરફ તેના વૈશ્વિક એકમોમાંથી હજારોની હકાલપટ્ટી ચાલુ રાખી હતી તેમાં મોટા ભાગના ૪૫ વર્ષની ઉપરના હતા.
૪૫ વર્ષની ઉપરાનાની ક્રિયેટિવિટી ૩૦થી ૪૦ વર્ષની અંદરના કરતાં મંદ હોય છે. ક્રિયેટિવિટી ઉંમર સાથે જોડાયેલી હોવાનું આઇટી કંપનીઓ માને છે.
આઇટી અને એઆઇ ક્ષેત્રે નિવૃતિની વય બિનસત્તાવાર રીતે ૪૫ની થઇ ગઇ છે. પ્રાઇવેટ કંપનીઓને કોઇ કાયદા નડતા નથી. જોબ કટના મારા પછી આઇટી કંપનીઓમાં ૪૫ વર્ષની ઉપરના ગણ્યા ગાંઠયા લોકો જોબ કરી રહ્યા છે.