Floccinaucinihilipilification આ શબ્દનો અર્થ જાણો છો ખરા?

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એટલા ભારેખમ શબ્દો વાપર્યા હતા કે તેને ગુગલ સર્ચમાં શોધોે તો પણ ફાંફેે ચઢી જાવ...
ભારતનું અર્થતંત્ર વિચિત્ર રીતે ડાઇવ મારી રહ્યું છે. તેને બચાવવાના પ્રયાસો થાય છે પરંતુ તે લાંબા ગાળાના છે. ફાઇવ ટ્રીલીયન ઇકોનોમીના સપનામાં રાચતી મોદી સરકાર માટે વર્તમાન આર્થિક પડકાર પહાડ જેવો છે. નાના ઉદ્યોગો છેલ્લા એક વર્ષથી જાણતા હતાકે મંદીની પકડ વધી રહી છે પરંતુ તેમને કોઇ સાંભળતું નહોતું.
હેડીંગમાં વાપરેલા મોટામસ ૨૯ શબ્દ Floccinaucinihilipilification નો અર્થ જાણવા રીઝર્વ બેંકને પૂછવું પડે. તેને રિઝર્વ બેંકની મોનીટરી પોલીસી કમિટીના સભ્ય ચેતન ઘાટેએ વાપર્યો હતો. આર્થિક તંત્રને ફરી પાટે ચઢાવવા માટેનું કોઇ અસરકારક પ્લાનીંગ કોઇના હાથમાં હોય એમ લાગતું નથી.
રિઝર્વ બેંકે જ્યારે વ્યાજ દરમાં ૩૫ બેઝીસ પોઇન્ટની કપાત કરી તેની કોઇ ખાસ અસર પણ વર્તાઇ નથી. જોકે ત્યારે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એટલા ભારેખમ શબ્દો વાપર્યા હતા કે તેને ગુગલ સર્ચમાં શોધોે તો પણ ફાંફેે ચઢી જાવ. તેતો ઠીક પણ મોનેટરી કમિટીના સભ્ય ચેતન ઘાટેએ કહયું હતું કે આપણે ગ્રોથ માટેનો જે અંદાજ આંકીએ છીએ તે કમનસીબે અર્થહીન હોય છે.
હકીકતે તો બજેટ હિન્દીમાં આપવું જોઇએ જેથી લોકો તરત તેને સમજી શકે અને પ્રતિભાવ પણ આપી શકે. આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો તેમના પ્રતિભાવ અંગ્રેજીમાં આપવા ટેવાયેલા હોઇ લોકો તે બહુ સમજી શકતા નથી. દેશના ૮૦ ટકા લોકો સમજી શકતા નથી. રિઝર્વ બેંકના ચેરમેને વાપરેલા અંગ્રેજી શબ્દોની ટીકા આર્થિક નિષ્ણાતો જાહેરમાં કરી રહ્યા છે. કોમનમેન સમજી શકે એવી સરળ અંગ્રેજીમાં પોતાની નિતીઓની અસર સમજાવવી જરુરી છે.
Floccinaucinihilipilification શબ્દ ભારેખમ છે. વાત હતી અર્થ હીન અંદાજોની પણ તેને ૨૯ શબ્દોમાં મહા ભારેખમ બનાવી દેવાઇ હતી. અહીં ઉલ્લેખનીય છે કે સૌથી લાંબામાં પ્રથમ ૪૩ શબ્દ છે, બીજે નંબરે ૩૦ શબ્દો છે જ્યારે ત્રીજે ૨૯ શબ્દ છે. પ્રથમ બે મેડીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે જ્યારે ત્રીજો આર્થિક ક્ષેત્રે ડામાડોળ સ્થિતિ માટે વપરાય છે.તેનો અર્થ હીન થઇ શકે છે. એવા શબ્દો વાપરવા કે સામાં વાળાને ખબર ના પાડે એનું અંગ્રેજી માધ્યમ સાથે સંકળાયેલા લોકો વાપરે છે.
અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડવોરની અસર ભારત પર પડવી શરુ થઇ છે. ઇકોનોમીને લગતા તમામ મુદ્દા ભારતના અર્થ તંત્રની વિરુધ્ધમાં જઇ રહ્યા છે. સરકારે સ્વિકારવું જોઇએ કે મંદી છે અને સરકારી ખર્ચા પર કાપ મુકવાની જાહેરાત પણ કરવી જોઇએ. રોજગારીનો મુદ્દો વધુ ગંભીર છે. સરકારે બેકારી એલાઉન્સ આપવા અંગે પણ વિચારવું જોઇએ.
ચીનના કારણે અનેક નાના ઉદ્યોગો અને ગૃહ ઉધ્યોગોને માર પડયો હતો. તાળા ઉદ્યોગો અને રમકડા ઉદ્યોગને તો છેેલ્લા બેવર્ષથી ખોટમાં ચાલી રહ્યા છે અને તેના અનેક એકમેા બંધ થઇ ગયા છે. મંદીની અસર તીવ્ર બની રહી છે. નાના વેપારીઓ વધુ તકલીફમાં છે. તેમના ખર્ચામાં ફેર નથી પડયો પણ નફામાં મેાટો ફટકો પડયો છે. મોટા ઉદ્યોગો તો કમાઇને બેઠા છે એમ કહી શકાય. ખરો મરો તો નાના વેપારીઓનેા છે.
આર્થિક તંત્રને ફરી પાટે ચઢાવવા માટેનું કોઇ અસરકારક પ્લાનીંગ કોઇના હાથમાં હોય એમ લાગતું નથી. મોદી સરકાર અગ્નિપથ પર ચાલી રહી છે. મંદીની અસર માત્ર વેપાર વ્યવસાય પર પડે છે એમ માનતી સરકારે એ ધ્યાન રાખવું જોઇએ કે મંદી ઉધઇ જેવી હોય છે. તે ધીરે ધીરે રોજીંદા જીવનને પાયમાલ બનાવી દે છે.
મંદી મોંઘવારીને ખેંચી લાવી છે અને તહેવારોમાં તેની સીધી અસરો જોવા મળશે. જ્યારે બજારોમાં ખરીદનારા નહીં હોય એ સ્થિતિમાં સેલ માટેની કોઇ સ્કીમો ઉપયોગી બની શકતી નથી. હવે ચાર દિવસ પછી શ્રાધ્ધના દિવસો આવશે. જેમાં લોકો કોઇ નવી વસ્તુઓ નહીં ખરીદે જેના કારણે બજારોમાં ઘરાકી નહીં દેખાય. કેટલીક દુકાનો વાળા એમ કહે છે કે અમારે છેલ્લા અઠવાડીયામાં એક પણ બીલ નથી બન્યું. ટૂંકમાં કોઇ આવક થઇ નથી.
દિવાળીના તહેવારોમાં ખરીદી કેવી હશે તે અત્યારથી જ સમજી શકાય એમ છે. વેપારીઓ માટે દિવાળી બગડી છે એમ કહી શકાય. તમારે જ્યારે કોઇ અર્થહીન અને મોં માથા વિનાનો કોઇ શબ્દ વાપરવો હોય તો કહી નાખજો કે Floccinaucinihilipilification...
- પ્રસંગપટ




