ત્રિરંગા યાત્રામાં દેશભક્તિ છલક છલક થતી હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પ્રસંગપટ
- વંદેમાતરમની ગૂંજથી લાલ કિલ્લો પ્રથમવાર ગાજશે: માં તુઝે સલામ
- વંદેમાતરમનો ઇતિહાસ એવો છે કે સૌ પ્રથમવાર 1896માં કોંગ્રેસના એક સત્રમાં રવિન્દ્રનાથ ટાગોરે તે ગાયું હતું
આજે ૧૫ ઓગસ્ટ. વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે ત્રિરંગા યાત્રા દેશભરમાં જોવા મળી રહી છે. જેમ શ્રાવણ માસમાં ભક્તિનું ઘોડાપૂર જોવા મળે છે, એમ ત્રિરંગા યાત્રામાં પણ દેશભક્તિ છલકાતી જોવા મળી હતી. વિવિધ યાત્રાઓ લોકોને નજીક લાવવાનું કામ કરે છે. ત્રિરંગા યાત્રાનું જે રીતે મેનેજમેન્ટ થઈ રહ્યું છે, તે જોતાં એમ લાગે છે કે આગામી વરસોમાં તે ભગવાન જગન્નાથની રથયાત્રાની જેમ ભવ્ય અને પ્રેક્ષણીય બની જશે.
આવું થાય તો તે બહુ સારી વાત બનશે, કેમ કે આવા કાર્યક્રમોથી લોકોમાં ભરેલી દેશભાવના અને દેશદાઝ જાગૃત થાય છે. ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી બે દિવસો એવા છે કે જેમાં આપણે ત્રિરંગાને સેલ્યુટ કરીએ છીએ અને આઝાદી મેળવવાના સંઘર્ષને યાદ કરીએ છીએ. હવે તેમાં ત્રિરંગા યાત્રા પણ ઉમેરાશે.
ગયા ગુરુવારે જ્યારે લોકસભાના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ હતો ત્યારે પહેલીવાર સંસદ વંદે માતરમથી ગુંજી ઉઠી હતી. જ્યારે વંદે માતરમ ગવાયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હતા, તેમજ લોકસભાના તમામ સભ્યો પણ હાજર હતા. દરેકના ચહેરા પર ગર્વ અને દેશાભિમાન જોવા મળતું હતું.
લોકસભા પછી રાજ્યસભામાં પણ વંદે માતરમ ગવાયું હતું અને દરેક સભ્યે તેને માન આપ્યું હતું. રાષ્ટ્રવાદ દરેક નાગરિકમાં જોવા મળે છે.
લાલ કિલ્લો વંદે માતરમથી ગુંજી ઉઠશે. રાષ્ટ્રપતિએ કાયદાકીય મંજૂરી આપતાં હવે લાલ કિલ્લા પર વંદે માતરમને સ્થાન મળશે. જ્યારે સંસદમાં તેનું બિલ પસાર થયું છે, જેમાં વંદે માતરમનું અપમાન કરનારા સામે કાયદેસરનાં પગલાં ભરવાની પણ
જોગવાઈ છે.
આઝાદીની ચળવળ વખતે વંદે માતરમ દેશભક્તિ જગાડતું સ્લોગન હતું. એક વર્ગ દ્વારા તેનો વિરોધ થતો હતા કે તેની પંક્તિઓમાં દેવીનો ઉલ્લેખ થાય છે. લઘુમતી કોમના તુષ્ટિકરણમાં વ્યસ્ત રાજકીય પક્ષો, ખાસ કરીને કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો.
તાજેતરમાં વંદે માતરમને કાયદાકીય રક્ષણ મળ્યું છે ત્યારે પણ કેરળમાં તેનો વિરોધ જોવા મળે છે. ૧૫૦ વર્ષ પહેલાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ભારતની કુદરતી સંપત્તિનાં ગુણગાન ગાતાં વંદે માતરમની શરૂઆત કરી હતી. તેની પછીની કડીઓ હિન્દુ દેવી-દેવતાઓ સાથે જોડાયેલી હોવાથી તેનો વિરોધ થયો હતો. આ વિરોધ પાછળ મતનું રાજકારણ પણ જોવા મળ્યું હતું.
વંદે માતરમને ૧૫૦ વર્ષ થયાં છે, પરંતુ તે કોઈ રાજકીય સભાઓ કે રેલીઓ માટે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તૈયાર નહોતું કર્યું. તે દેશની આઝાદીનું પ્રતીક પણ નહોતું. વંદે માતરમને ૧૫૦ વર્ષ થયાં તેના માનમાં મોટાભાગની ત્રિરંગા રેલીમાં ૧૫૦ ફૂટનો રાષ્ટ્રધ્વજ જોવા મળ્યો હતો. ૧૮૭૫માં જ્યારે ભારત અંગ્રેજોના શાસન હેઠળ હતું ત્યારે બંગાળી લેખક બંકિમચંદ્રએ વંદે માતરમ લખ્યું હતુંત તે જ વર્ષમાં ૭ નવેમ્બરે તે 'બંગ દર્શન' નામના સામયિકમાં છપાયું હતું. બાદમાં તે ૧૮૮૨માં પ્રસિદ્ધ થયેલા તેમના પુસ્તક 'આનંદમઠ'માં પણ સમાવાયું હતું.
ત્યારબાદના સાત દાયકા સુધી તે રાષ્ટ્રગાનમાં નંબર ટુ તરીકે ઓળખાતું હતું. રાજકીય કારણોસર તેને સાઇડમાં ધકેલી દેવાયું હતું. જન ગણ મન સર્વત્ર ફેલાઈ ગયા પછી ફરી પાછું વંદે માતરમને પ્રાધાન્ય આપીને મોદી સરકારે ભારત માતાની માતૃવંદના કરતા ગીતને આવકાર્યું છે. વંદે માતરમનો અર્થ જ એ છે કે 'હે માતા, તમને હું વંદન કરું છું.'
વંદે માતરમ સાથે એક મહત્ત્વની વાત એ પણ છે કે વંદે માતરમ સૌપ્રથમવાર ૧૮૯૬માં કોંગ્રેસના સત્રમાં રવીન્દ્રનાથ ટાગોરે ગાયું હતું. જ્યારે ભારતમાં સ્વદેશી મૂવમેન્ટ શરૂ થઈ ત્યારે વિદેશી બનાવટની ચીજોનો બહિષ્કાર કરાયો, ત્યારે લોકો વંદે માતરમ બોલીને પોતાની સફળતાને ઉજવતા હતા. ત્યારથી વંદે માતરમ સાહિત્યજગતમાંથી બહાર નીકળીને આઝાદીની ચળવળનો ભાગ બની ગયું હતું.
અંગ્રેજ શાસકોએ પણ વંદે માતરમની ગૂંજની નોંધ લીધી હતી. કેટલાક સ્થળે વંદે માતરમ બોલવા પર અંગ્રેજોએ પ્રતિબંધ લગાવી દીધો હતો. બીજી તરફ આઝાદીની મલાઈ ખાવાની ઈચ્છા ધરાવતા લોકો વંદે માતરમમાં માત્ર હિન્દુ ટચ છે એમ કહીને વિવાદ ઊભો કરતા હતા. ૧૯૩૭માં કોંગ્રેસ વકગ કમિટીએ વંદે માતરમની માત્ર પહેલી બે કડી ગાવાનો અનુરોધ કર્યો હતો. આ રીતે લોકોમાં જોમ ઊભું કરતા વંદે માતરમ પર કાતર ફેરવી દેવાઈ હતી. સંરક્ષણ મંત્રાલયે જાહેર કર્યું છે કે ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પર વંદે માતરમ ગૂંજશે.
છેલ્લે દેશભક્તિની ફિલ્મ 'કેસરી'ના એક ગીતના અંશ સાથે વાત પૂરી કરીએ.
તેરી મિટ્ટી મેં મિલ જાવાં,
ગુલ બનકે મૈં ખિલ જાવાં
બસ ઇતની સી હૈ આરઝૂ..
બોલો, વંદે…. માતરમ!









