Prasangpat

આઝમખાને દાદાગીરી કરીને પચાવેલી જમીનોનું કૌભાંડ

By GS Team
20 Aug 20263 mins read
TukuTouch Logo
ઉત્તરપ્રદેશમાં, મુલાયમ સિંહ યાદવના શાસનમાં કિંગમેકર મનાતા આઝમખાન આજે યોગી સરકારમાં જેલવાસ ભોગવી રહ્યા છે. 32 વર્ષ પહેલા નાની લાયબ્રેરીમાંથી વિશાળ જૌહર યુનિવર્સિટીના માલિક બનેલા આઝમખાન સામે સરકારી જમીન પચાવી પાડવાના અનેક કેસો છે. તાજેતરમાં, એનફોર્સમેન્ટ દ્વારા દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં તેમની સાથે સંકળાયેલા 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 450 કરોડના ભંડોળની શંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આઝમખાને દાદાગીરી કરીને પચાવેલી જમીનોનું કૌભાંડ
  • પ્રસંગપટ
    ઉત્તરપ્રદેશમાં જ્યારે મુલાયમ સિંહ યાદવનું શાસન હતું ત્યારે આઝમખાનનું નામ કિચન કેબિનેટમાં હતું. બીજું આવું નામ અમરસિંહનું હતું. મુલાયમ સિંહ યાદવ કરતાં પણ આ બંને ચહેરા બહુ પાવરફૂલ હતા. અમરસિંહ સેલિબ્રિટી સર્કલમાં વગદાર હતા તો આઝમખાને તેમની કોમને મજબૂત બનાવવાના પ્રયાસ માં લાગેલા રહેતા હતા. કહે છે કે આઝમખાનનો પડયો બોલ ઝીલવા મુલાયમસિંહ પ્રયાસ કરતા હતા. ત્યારે કિંગમેકર મનાતા આઝમખાન આજે યોગી સરકારના શાસનમાં જેલની હલવા ખાઇ રહ્યા છે અને તેમની સંપત્તિનો હિસાબ એનફોર્સમેન્ટના અધિકારીઓ કરી રહ્યા છે.
    ૩૨ વર્ષ પહેલા જૌહર નામની નાની લાયબ્રેરીમાંથી વિશાળ જૌહર યુનિવર્સિટીના માલિક બની બેઠેલા મોહમ્મદ આઝમ ખાન સામે અનેક કેસો છે જેમાં સરકારી જમીન પચાવી પાડવીના કેસો મુખ્ય છે. તે જ્યાં હાથ મુકતા તે જમીન ભલે ખાનગી કંપનીની હોય પરંતુ તે આઝમખાનના નામે કરવી પડતી હતી. કટોકટી વખતે જેલમાં પુરાયેલા આઝમખાન બહાર આવ્યા ત્યારે પાકા રાજકરણી બની ગયા હતા.૧૯૭૭માં પહેલી ચૂંટણી હાર્યા બાદ તે જનતાદળ(એસ)ની ટીકીટ પરથી ૧૯૮૦માં જીત્યા હતા. ૩૨ વર્ષની ઉંમરે તે વિધાનસભ્ય બન્યા હતા. ૧૯૯૨માં જ્યારે મુલાયમ સિંહ યાદવે સમાજવાદી પાર્ટી શરૂ કરી ત્યારે આઝમખાન તેના ફાઉન્ડર સભ્યોમાંના એક બની ગયા હતા. ૨૦૦૩માં તે ઉત્તર પ્રદેશની કેબિનેટમાં હતા.
    આ સમય દરમ્યાન તેમણે આઝાદીના લડવૈયા મોહમ્મદ અલી જૌહરના નામે યુનિવર્સિટી ઉભી કરવાનું સપનું સાકાર કરવાનું શરૂ કર્યું હતું. તે માટે ઉભા કરેલા ટ્રસ્ટમાં કોઇ દાન આપવાની ના પાડે તો તેને પોલીસ લોકઅપમાં પુરી દેવામાં આવતા હતા. ૨૦૦૬માં મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીનો શિલાન્યાસ મુલાયમસિંહ યાદવના હાથે કરાયો ત્યારે ૭૮ હેક્ટર જમીન હસ્તગત કરાઇ હતી.આ જમીનો બળજબરીથી પડાવી લેવાયાના આક્ષેપો થયા હતા. ૨૦૧૯માં આલિયાગંજના એક રહેવાસીએ આઝમખાન સામે કેસ કરીને કહ્યું હતું કે મારી જમીન બળજબરીથી લખાવી લેવાઇ છે. એવી ફરિયાદ કરાઇ હતી કે ગામવાળા જ્યાં સુધી જમીનના દસ્તાવેજોમાં સહીના કરે ત્યાં સુધી જેલમાં ગોંધી રખાતા હતા, કેટલીક વાર તો બાળકોને પણ પુરી દેવાતા હતા.
    ત્યારે સત્તાવાળાઓે જાહેર કર્યું હતું કે ૭૮માંથી માત્ર ૩૮ હેક્ટર સરકારી જમીન છે બાકીની જમીન દાદાગીરી કરીને સસ્તામાં પચાવી પાડી હતી. આ વિવાદો વચ્ચે જ્યારે ૨૦૦૬ના અંતમાં યુનિવર્સિટીનું ઉદ્ધાટન કરાયું ત્યારે આઝમખાન તેના આજીવન ચાન્સેલર બની ગયા હતા. જોકે ત્યારે કેન્દ્રના શિક્ષણપ્રધાન અર્જુન સિંહે માન્યતા ના આપતાં ૨૦૦૭ સુધી યુનિવર્સિટી સરકાર હસ્તક રહી હતી. ૨૦૦૭માં સમાજવાદી પક્ષને હરાવીને બહુજન સમાજવાદી પક્ષ સત્તા પર આવતાં યુનિવર્સિટીનું બાંધકામ પણ અટકી ગયું હતું. આ સમય દરમ્યાન તેમને પક્ષના પ્રમુખ મુલાયમ સિંહ સાથે બગડયું હતું પરંતુ ફરી તે સમાજવાદી પક્ષ સાથે જોડાયા હતા. ૨૦૧૨માં જ્યારે ફરી સમાજવાદી પક્ષ સત્તા પર આવ્યો ત્યારે આઝમખાને ફરી યુનિવર્સિટીનો પ્રોજેક્ટ આગળ વધાર્યો હતો. ત્યારે તેને ખાનગી યુનિવર્સિટી તરીકે માન્યતા અપાઇ હતી.
    યુનિવર્સિટીનું બાધકામ સરકારી મંજૂરી વગર કરાયું હતું તે સામે પણ તપાસ ચાલે છે. આઝમખાનની જૌહર યુનિવર્સિટી ટ્રસ્ટ સાથે સંકળાયેલા દિલ્હી અને ઉત્તર પ્રદેશની ૧૦ જગ્યાઓ પર એનફોર્સમેન્ટે દરોડા પાડતા આઝમખાનનું નામ ફરી સપાટી પર આવ્યું છે. કહે છેકે દમ મારીને ૪૫૦ કરોડ ભેગા કરાયા હતા.તપાસ અધિકારીઓને એવી શંકા છેકે ઉત્તર પ્રદેશના બાંધકામના કામોના કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટચાચર પેટે આપવાની રકમ આઝમખાનના ટ્રસ્ટમાં આપતા હતા. કેટલાક કિસ્સમાં દમ મારીને ટ્રસ્ટમાં દાન મેળવાયું હતું. આઝમખાન સામે માત્ર રામપુરમાંજ જમીન પચાવી પાડવાની ૨૬ એફઆઇઆર થયેલી છે.
    આઝમખાન જેવાને જેલમાં સબડવું પડે અને તેમની સામેના ગુનાઓની તપાસ મોટા પાયે થાય ત્યારે સમાજવાદી પક્ષ તેને રાજકીય રંગ આપે તે સ્વભાવિક છે. સમાજવાદી પક્ષના એક નેતાએ એમ કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો આઝમખાનને અમે ગૃહપ્રધાન બનાવીશું. રાજકીય ગેમ એવી છેકે સમાજવાદી પક્ષ ચૂંટણીમાં હવે રામમંદિરમાં દગાનની ચારીનો મુદ્દો ઉઠોવી શકે તેમ નથી કેમકે તેમનેજ આઝમખાને કરલા ભ્રષ્ટાચારનો સામનો કરવાનો આવશે. એક તરફ આગામી વિધાનસભાનો જંગ ઉત્તર પ્રદેશમાં મહાભારત સમાન લડાવાનો છે ત્યારે આઝમખાનનો મુદ્દો દરેક પક્ષ પ્રચારમાં ગજવશે.