Prasangpat

ભારતનું પહેલું MRI મશીન મલ્ટીનેશનલની નજરથી બચ્યું

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ વોક્સેલગ્રિડ દ્વારા અર્જુન અરુણાચલમે ભારતનું પ્રથમ MRI મશીન બનાવ્યું છે. આ મશીન 40% સસ્તું અને 50% હલકું છે, જે મલ્ટીનેશનલ કંપનીઓની દાયકાઓ જૂની મોનોપોલી તોડશે. શરૂઆતમાં આર્થિક સંકળામણ અનુભવતા અરુણાચલમને ટાટા ટ્રસ્ટ અને ઝોહોના વેમ્બુ તરફથી મદદ મળી હતી. આ સંશોધનથી આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ આવશે અને ભારતની આયાત પર નિર્ભરતા ઘટશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતનું પહેલું MRI મશીન મલ્ટીનેશનલની નજરથી બચ્યું
  • મલ્ટીનેશનલ કંપનીઓેએે પાર્ટનરશીપની ઓેફર કરી હતી
  • પ્રસંગપટ
  • બેંગલુરૂ સ્થિત વોક્સેલગ્રિડનું MRI મશીન ૪૦ ટકા સસ્તું અને વજનમાં ૫૦ ટકા ઓછું હશે
  • એમઆરઆઇ મશીન સાથે અર્જુન અરૂણાચલમ

મલ્ટીનેશનલ કંપનીઓ વ્યૂહ રચના સાથે આગળ વધતી હોય છે. નાની કંપનીઓ અને કેમની સાથે સ્પર્ધામાં ઉતરી શકે એવી કંપનીઓને ગળી જવાની તેમની નીતિ હોય છે. માર્કેટીંગ ક્ષેત્રે તેને મોટી માછલી નાનીને ગળી જાય તેની સાથે સરખાવવામાં આવે છે. મલ્ટીનેશનલ કંપનીઓ પણ ભવિષ્યમાં તેના વેચાણની આડે કોઇ ના આવે કે પ્રતિસ્પર્ધી ઊભો ના થાય તેનું ખાસ ધ્યાન રાખે છે. એેટલેજ મલ્ટીનેશનલ કંપનીઓને શાર્ક કહેવામાં આવે છે.
હેલ્થ ચેકઅપ માટે વપરાતા મહત્વના એવા એમઆરઆઇ મશીન (મેગ્નેટીક રિસોર્સ ઇમેજીંગ) પર વિશ્વભરમાં ચોક્કસ મલ્ટીનેશનલ કંપનીઓનું પ્રભુત્વ દાયકાઓથી જોવા મળે છે. નવી અને ઇનોવેટીવ ટેકનોલોજી સાથે બજારમાં આવતા ઉદ્યોગ સાહસિકોને મલ્ટીનેશનલ કંપનીઓ ક્યાંતો ખરીદી લે છે કે તેને બિઝનેસમાં ફાવવા દેતા નથી.
તાજેતરમાં ભારતનું પ્રથમ એમઆરઆઇ મશીન બેંગલુરૂ સ્થિત એક સ્ટાર્ટઅપ વોક્સેલગ્રિડે બનાવ્યું ત્યારે ચોમેર તેની વાહ વાહ થઇ ગઇ હતી. ભારતમાં પહેલીવાર એમઆરઆઇ મશીનનું સંશોધન થાય તે ખરેખર ગૌરવની વાત હતી પરંતુ એમઆરઆઇ મશીન બનાવતી મલ્ટીનેશનલ કંપનીઓના પેટમાં તેલ રેડાયું હતું.
દાયકોઓથી અમેરિકા, જર્મની, જાપાન, ચીન અને ઇટલીનું એમઆરઆઇ મશીનો પર પ્રભુત્વ હતું. આ મશીનના સંશોધન ક્ષેત્રે ભારત ક્યાંય નહોતું. જેના કારણે વિદેશની કંપનીઓના એમઆરઆઇ મશીનો આવતા હતા. હોસ્પિટલો પાસે તે ખરીદવા સિવાયના કોઇ વિકલ્પો નહોતા. આ કંપનીઓ માટે ભારતની હોસ્પિટલો સૌથી મોટી ખરીદી કરનારી હતી.
ભારતમાં એમઆરઆઇ મશીન બનાવનાર અર્જુન અરૂણાચલમે જ્યારે એમઆરઆઇ મશીનનું સંશોધન કર્યું ત્યારે તેમાં બહુ રૂપિયા ખર્ચાઇ ગયા હતા. મલ્ટીનેશનલ કંપનીઓ સામે સ્પર્ધામાં ઉતરે તેવા મશીનના સંશોધનમાં તે સફળ થયા હતા પરંતુ તેમ કરવામાં તે આર્થિક ભીંસમાં આવી ગયા હતા.
કોવિડ-૧૯ વખતે મલ્ટીનેશનલ કંપનીઓ તેને ઓફર કરવા લાગી હતી કે દેવામાંથી બહાર નીકળવું હોય તો વોક્સેલ ગ્રિડ કંપની અમને વેચી દો. જોકે અરૂણાચલમે કોઇને ભાવ નહોતો આપ્યો. તે માનતા હતા કે મેં કરેલી મહેનતના ફળ મલ્ટીનેશનલ કંપનીઓ ખાઇ જાય તે વાજબી નથી. કહે છે કે તમામ મલ્ટીનેશનલ કંપનીઓએ તેમને પાર્ટનરશીપની ઓેફર પણ કરી હતી. જોકે તે દરમ્યાન ટાટા ટ્રસ્ટે ફંડીંગની વ્યવસ્થા કરતાં અર્જુન અરૂણાચલમને આર્થિક રાહત મળી હતી. ત્યારબાદ ઝોહોના વેમ્બૂ પણ વહારે આવ્યા હતા. અર્જુને બનાવેલા એમઆરઆઇ મશીનના કારણે એમઆરઆઇની કોસ્ટ ૭૦ ટકા ઓછી થઇ શકે છે. કહે છેકે અર્જુને બનાવેલું મશીન હેલ્થ ક્ષેત્રે ચમત્કારિક પણ બની શકે છે.
મલ્ટીનેશનલ કંપનીઓ આધુનિક ટેકનોલોજીના નામે જે લૂંટ ચલાવતી હતી તેના પર હવે બ્રેક વાગશે. ભારત સરકાર નવા સંશોધનોની વહારે આવતી નથી. ભારત સરકારે હવે એ વિચારવાનો સમય આવી ગયો છે ેકે ભારતના સંશોધકોની આર્થિક ભીંસનો લાભ મલ્ટીનેશનલ ના ઉઠાવે તેનું ધ્યાન રાખવું પડશે.
મલ્ટીનેશનલ કંપનીઓના એમઆરઆઇ મશીન કરતાં વોક્સેલગ્રિડનું મશીન ૪૦ ટકા સસ્તું અને વજનમાં ૫૦ ટકા ઓછું હશે. ભારત દર વર્ષે ૩૫૦૦ કરોડના એમઆરઆઇ મશીન અને તે સંબંધિત પ્રોડક્ટ આયાત કરતું હતું. હવે ભારતને મલ્ટીનેશનલ્સ પર નિર્ભર નહીં રહેવું પડે.
જોકે હાલમાં વોક્સેલગ્રિડે બનાવેલું મશીન સંશોધનના લાસ્ટ સ્ટેજ પર છે માટે તે બજારમાં ઉપલબ્ધ નથી પરંતુ ટૂંક સમયમાં તે બજારમાં આવશે. અહીં મહત્વની વાત એ છેકે મલ્ટીનેશનલ કંપનીઓના હાથમાં રહેલી બાજી સરકી ગઇ છે.