કૂચ કરતા ઇમરાનના સમર્થકો સમાધાન માટે માનવા તૈયાર નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઇમરાનખાનની મુક્તિ એટલે શહેબાઝ સરકારનો મૃત્યુ ઘંટ
- પ્રસંગપટ
- સમાધાનની વાટાઘાટોમાં ઇમરાન ખાન સુધી પહોંચવાની માંગ સૌથી મોટો અવરોધ બનીને ઉભરી આવી છે
ઇમરાનખાનના મક્કમ પ્રશંસકોની મોટી અને સંખ્યા જોઇને પાક્સ્તિાનની શહેબાઝ સરકાર ડરી ગઇ છે. ઇમરાન તરફી લોકોનું વિશાળ રાજકીય સરઘસ તેમના રસાલા સાથે આગળ વધી રહ્યું છે અને રસ્તામાં મુકેલી આડશો ને ઉખાડીને ફેંકતું જાય છે. શાહબાઝ સરકારે ઇમરાન તરફી રસાલો અટકાવવા મુકેલા મોટા ટેન્કરોને પણ લોકોએ ખસેડી નાખ્યા છે. રસાલાના દેખાવકારોને હવે કોઇ સરકારી આડશો રોકી શકે એમ નથી તે દેખાઇ આવે છે.
પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. સરકાર સાથેની વાતચીત નિષ્ફળ જતાં ઇમરાન ખાનના સમર્થકો દ્વારા રેલી યોજવાની જીદ યથાવત રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફની સરકાર અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ની આગેવાની હેઠળના વિપક્ષ વચ્ચે અનેક તબક્કાની વાતચીત કોઈ જ નિષ્કર્ષ વગર સમાપ્ત થતાં શનિવારથી પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. ઇમરાન ખાનની આગેવાની હેઠળના પક્ષે ૪ ઓક્ટોબરની માર્ચ પાછી ખેંચવાનો ઇનકાર કરી દીધો છે.
આ પ્રદર્શન જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની બહેનોની મુક્તિની માંગણીઓ મુખ્ય છે. તેમજ ખૈબર પુખ્તુન્વા (ણઁ) માં સંઘીય સરકારની આતંકવાદ વિરોધી નીતિના મુદ્દે બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ શકી નહીં. શાહબાઝ સરકાર એ વાતને વળગી રહી છે કે પહેલાં માર્ચ બંધ કરો પછી માગણીઓ અંગે ચર્ચા કરીયે. જો કે કેટલાક અહેવાલો અનુસાર PTIએ આગ્રહ કર્યો છે કે વિરોધ પ્રદર્શન પાછા ખેંચવાની કોઈપણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા પહેલા તેના પ્રતિનિધિઓને ઇમરાન ખાનને મળવાની મંજૂરી આપવામાં આવે.
અસહમતીનો બીજો મુખ્ય મુદ્દો ખૈબર પુખ્તુન્વા (KP) માં સંઘીય સરકારની આતંકવાદ વિરોધી નીતિ સાથે જોડાયેલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, PTI સૂચિત કાર્ય યોજના કે પ્રાંતમાં વ્યાપક લશ્કરી ઓપરેશન અંગે સંઘીય સરકારના અભિગમ પર સહમત થઈ નથી. સંઘીય સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી આતંકવાદ વિરોધી મોરચે કેપી સરકારનો સહકાર નહીં મળે, ત્યાં સુધી કોઈ વાતચીત કે રાજકીય છૂટછાટ આપવામાં આવશે નહીં.
કલાકોની વાટાઘાટો છતાં, PTI એ લાંબી માર્ચ (લોંગ માર્ચ) યોજવાનો પોતાનો નિર્ણય અકબંધ રાખ્યો છે. ખૈબર પુખ્તુન્વાના મુખ્ય પ્રધાન સોહેલ અફરીદીએ જાહેરાત કરી હતી કે આ માર્ચ ૪ ઓક્ટોબરથી લખકી મરવતના ગાંધી ચોકથી શરૂ થશે.
તેમણે પ્રાંતભરમાં PTIના આંદોલન માટે પાંચ દિવસીય રૂટની પણ જાહેરાત કરી છે, જે ૮ ઓક્ટોબરે ખૈરાબાદ ખાતે સમાપ્ત થશે. આ માર્ચ ટાંક, ડેરા ઇસ્માઇલ ખાન, બન્નુ, કારક, કોહાટ, પેશાવર અને ચારસદામાંથી પસાર થશે. અફરીદીએ જણાવ્યું કે સમગ્ર પ્રાંત ૮ ઓક્ટોબરે ખૈરાબાદ ખાતે એકત્રિત થશે, જ્યાં લોંગ માર્ચના આગામી પ્લાનની જાહેરાત કરવામાં આવશે.અગાઉ ૨૭ સપ્ટેમ્બરે યોજાનારી આ લોંગ માર્ચ મોકૂફ રાખ્યા બાદ હવે આ નવો વ્યૂહ સામે આવ્યો છે. વાટાઘાટોમાં ઇમરાન ખાન સુધી પહોંચવાની માંગ સૌથી મોટો અવરોધ બનીને ઉભરી આવી છે. અહેવાલો મુજબ, સંઘીય સરકારે વિપક્ષની ખાનને મળવાની અને ગયા મહિને ધરપકડ કરાયેલી તેમની બહેનોને મુક્ત કરવાની માંગ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
અહેવાલો અનુસાર, PTI નેતા હલીમ આદિલ શેખે કહ્યું હતું કે જો સરકાર ઇમરાન ખાનની બહેનોની મુક્તિ સહિતની માંગણીઓ પર થોડી નમતી ભૂમિકા અપનાવે તો વાતચીત આગળ વધી શકે છે. તેમણે કહ્યું હતું કે અમને સમાધાનમાં રસ છે પરંતુ ઇમરાન ખાનના મુદ્દે અમે કોઇ બાંધછોડ કરવા તૈયાર નથી. તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે દે દેખાવો થઇ રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ ઇમરાન ખાનની મુક્તિ છે.
૭૩વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટ સ્ટાર ઇમરાન ખાન ઓગસ્ટ ૨૦૨૩થી જેલમાં છે અને તેમની સામે ભ્રષ્ટાચારથી લઈને દેશદ્રોહ અને હિંસા ભડકાવવા સુધીના અનેક આરોપો છે. અહીં એ પણ સમજવાની જરૃર છેકે ઇમરાનખાનની મુક્તિ એટલે શહેબાઝ સરકારનો મૃત્યુ ઘંટ.
પાકિસ્તાનની વર્તમાન સરકાર અનેક મોરચે નિષ્ફળ છે. ભારત સાથે તેના સંબંધો વણસેલા છે. પાકિસ્તાન ત્રાસવાદને પોષે છે એવું વૈશ્વિક તખ્તા પર કહેવાની એક પણ તક ભારત ચૂકતું નથી. વિશ્વભરમાં પાકિસ્તાન બદનામ છે ત્યારે ઇમરાનખાનના સમર્થકો પણ શહેબાઝ સરકારને ઘૂંટણીએ પાડવાનો પ્રયાસ કરી રહી છે.




