પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું UAV થયું ક્રેશ, ધરમપુર ગામ નજીક નેસ વિસ્તારમાં પડ્યું, જાનહાનિ નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Navy UAV Crash In Porbandar: પોરબંદરના ધરમપુર ગામ નજીક ભારતીય નૌસેનાનું Unmanned Aerial Vehicle(UAV) ક્રેશ થયું હોવાની ઘટના બની છે. આ દુર્ઘટના પોરબંદરના ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં ઘટી હતી. UAV આકાશમાં ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે તેમાં ટેકનિકલ ખામી સર્જાતા દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાય છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું UAV થયું ક્રેશ
મળતી માહિતી મુજબ, પોરંબદરના ધરમપુર ગામ નજીક નેસ વિસ્તારમાં બુધવારે(8 જુલાઈ) ભારતીય નૌસેનાનું UAV ક્રેશ થયું છે. ઘટનાની જાણ થતાં નૌસેનાના અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. UAV ક્રેશ થવાને લઈને નૌસેનાએ વધુ તપાસ હાથ ધરી છે.

UAV એટલે શું?
UAV એટલે Unmanned Aerial Vehicle, જે સામાન્ય ભાષામાં 'ડ્રોન' તરીકે ઓળખાય છે. UAVમાં કોઈ પાયલોટ અંદર બેસતા નથી, પરંતુ તેને જમીન પરના કંટ્રોલ રૂમ કે સેટેલાઇટ દ્વારા રિમોટથી ઓપરેટ કરવામાં આવે છે. ભારતીય નૌસેના માટે UAVએ દરિયાઈ સરહદોની રક્ષા કરવા માટેનું એક અત્યંત શક્તિશાળી હથિયાર છે. તેમજ દુશ્મનોના ઠેકાણા કે શંકાસ્પદ વહાણોની ચોક્કસ લાઈવ માહિતી અને ફોટોગ્રાફ્સ કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવા અને દરિયામાં કોઈ વાવાઝોડું કે અકસ્માત થાય ત્યારે ફસાયેલા લોકો કે જહાજોની શોધખોળ કરવા માટે તેમનો ઉપયોગ થાય છે.









