સિંહોના બીજા ઘર 'બરડા' માટે મોટો નિર્ણય, પોરબંદર વન વિભાગના વહીવટી માળખાની પુનઃરચના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Asiatic Lions Barda Wildlife Sanctuary: એશિયાટિક સિંહોના બીજા નિવાસસ્થાન તરીકે બરડા વિસ્તારને વિકસાવવાની યોજનાને વધુ મજબૂત કરવા માટે ગુજરાત સરકારે પોરબંદર વન વિભાગના માળખામાં મોટો ફેરફાર કર્યો છે. વન વિસ્તારનું વ્યવસ્થાપન વધુ સુદ્રઢ બને, ગ્રાઉન્ડ લેવલ પર મોનિટરિંગ વધે અને વન્યજીવ સંરક્ષણની યોજનાઓનો સુચારુ અમલ થઈ શકે તે હેતુથી આ પુનઃરચના કરાઈ છે.
લગભગ 143 વર્ષના લાંબા સમયગાળા બાદ સિંહો કુદરતી રીતે જ બરડા વિસ્તારમાં પરત ફર્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગમાં રેન્જ, બીટ અને અધિકારી સ્તરે જવાબદારીઓ સ્પષ્ટ કરાઈ છે, જેથી પેટ્રોલિંગ, સ્થાનિક દેખરેખ અને માનવ-વન્યજીવ ઘર્ષણ નિવારી શકાય.

નવી વહીવટી વહેંચણી અને ક્ષેત્રફળ
પોરબંદર રેન્જ: હવે 80 ગામોના કુલ 6,840.84 હેક્ટર વિસ્તારને આવરી લેશે. જેમાં પોરબંદર સિટી, ગોસાબારા, મોકાર, વિસાવડા, કંટેલા, માધવપુર અને સટીયા જેવી મુખ્ય બીટનો સમાવેશ થાય છે.
રાણાવાવ રેન્જ: 27 ગામોના કુલ 13,051.25 હેક્ટર વિસ્તારમાં વિસ્તરેલી રહેશે. જેમાં ગોઢાણા, બિલેશ્વર અને રાણાવાવ જેવી બીટ શામેલ છે.

જામનગરથી પોરબંદર વિભાગમાં ક્ષેત્ર હસ્તાંતરણ
વહીવટી સરળતા માટે ભાણવડ તાલુકાના 4 ગામોનો 305.94 હેક્ટર વન વિસ્તાર, જે પહેલા જામનગર વન વિભાગની RF/W ભાટિયા રેન્જ હેઠળ હતો, તેને હવે પોરબંદર વન વિભાગની ભાણવડ રેન્જમાં ટ્રાન્સફર કરાયો છે.
આ ઉપરાંત, કુતિયાણા, પોરબંદર સોશિયલ ફોરેસ્ટ્રી અને રાણાવાવ સોશિયલ ફોરેસ્ટ્રી રેન્જનો વહીવટી કાબૂ પણ હવે પોરબંદર વન વિભાગ હેઠળ લાવી દેવાયો છે. વહીવટને વેગ આપવા માટે વાહનો, શસ્ત્રો, વાયરલેસ સેટ, ઓફિસ સાધનો અને સ્ટાફની ફાળવણી પણ નવા માળખા મુજબ પૂર્ણ કરી દેવામાં આવી છે.




