સીસીટીવી બાયોમેટ્રીક મશીન બંધ હોવાથી હોબાળો મચાવ્યો

પાટણ,તા.21 ડિસેમ્બર 2018, શુક્રવાર
પાટણની યુનિવર્સિટીના આર્કિટેક વિભાગમાં અનેક ક્ષતિઓ જણાઈ આવી હતી. સીસીટીવી અને બાયો મેટ્રીક મશીનબંધ હાલતમાં હોવાથી એએસયુઆઈએ આંદોલનની ચિમકી આપી છે.
પાટણ યુનિવર્સિટીમાં કેટલાક ડિપાર્ટમેન્ટમાં અધ્યાપકોની ઘટ છે તો જે ડિપાર્ટમેન્ટમાં અધ્યાપકોની સંખ્યા છે.
ત્યાં અનિયમિતતા ચાલતી હોવાનું પાટણ એનએસયુઆઈના ધ્યાને આવતા આજે ગુજરાત પ્રદેશના અગ્રણી અને કાર્યકરોએ અચાનક તપાસ કરતા આર્કિટેક વિભાગમાં અનેક ક્ષતિઓ જણાઈ હતી. જેમાં મોટાભાગના અધ્યાપકો ઘેર હાજર જણાયા હતા તેમજ હાજરીપત્રકમાં ખોટી હાજરી એક સાથે સહી કરેલ દેખાઈ હતી.
અનેક ત્રુટીઓને લઈ આજે યુનિવર્સિટીના કુલપતિ બી.એ.પ્રજાપતિ સમક્ષ રજૂઆત કરાઈ હતી. એનએસયુઆઈના કાર્યકરોએ આર્કિટેક વિભાગની મુલાકાત લેતા અહીં સીસીટીવી કેમેરા અને હાજરી પુરવાનું ઓટોમેટિક બાયોમેટ્રીક મશીન બંધ હાલતમાં છે.
કુલપતિ શું કહે છે?
કુલપતિએ જણાવેલ કે આ વિભાગમાં મોટાભાગનો સ્ટાફ ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ બેજ પર ભરેલ હતો અને તેમની મુદતપૂર્ણ થઈ છે અને આગામી કારોબારીમાં ભરતી અંગેની કાર્યવાહી હાથ ધરાશે.
એનએસયુઆઈ શું કહે છે?
એનએસયુઆઈના અગ્રણી મહિપાલસિંહે રજૂઆત કરી હતી કે આ આ એક અહીં આવા અનેક ડીપાર્ટમેન્ટમાં ક્ષતિઓ જાણી છે ત્યારે કુલપતિ અંગે તપાસ કરે નહિતર આંદોલન કરવામાં આવશે.




