Panchmahal

ગોધરામાં NEET PG પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત: હોલ ટિકિટ વગર પહોંચેલા ઉમેદવારોને પોલીસે મદદ કરી

By GS Team
30 Aug 20261 min read
TukuTouch Logo
ગોધરામાં NEET PG પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. વી.એમ. પટેલ પરીક્ષા કેન્દ્ર ખાતે યોજાયેલી આ પરીક્ષામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા DYSP બ્રિન્દા જાડેજાના સુપરવિઝન હેઠળ ગોધરા 'એ' ડિવિઝન PI આર.એમ. વસૈયા અને ટીમે સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ પણ તહેનાત હતી. પોલીસે હોલ ટિકિટ ભૂલી ગયેલા વિદ્યાર્થીઓને મદદ કરી, સમયસર પરીક્ષા અપાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોધરામાં NEET PG પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત: હોલ ટિકિટ વગર પહોંચેલા ઉમેદવારોને પોલીસે મદદ કરી

NEET PG Exam In Godhra: પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાયેલી NEET PG પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર વહેલી સવારથી જ તહેનાત રહ્યું હતું. શહેરના વી.એમ. પટેલ પરીક્ષા કેન્દ્ર ખાતે યોજાયેલી આ પરીક્ષામાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પોલીસે માનવતા દાખવી વિદ્યાર્થીઓની મદદ કરી

પરીક્ષા કેન્દ્રની સુરક્ષા વ્યવસ્થા માટે ડીવાયએસપી બ્રિન્દા જાડેજાની સુપરવિઝન હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગોધરા 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ. વસૈયા અને તેમની ટીમે સ્થળ પર હાજર રહી કામગીરી સંભાળી હતી. આ ઉપરાંત, મામલતદાર કચેરીની ટીમ તથા કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર ખડેપગે રાખવામાં આવી હતી.

પરીક્ષા દરમિયાન પોલીસનો માનવીય અભિગમ પણ જોવા મળ્યો હતો. કેટલાક ઉમેદવારો ભૂલથી પોતાની હોલ ટિકિટ (એડમિટ કાર્ડ) લીધા વિના જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. આ બાબત ધ્યાન પર આવતાં પોલીસે તાત્કાલિક સહયોગ આપી નજીકના સેન્ટર પરથી તેની પ્રિન્ટ કઢાવી આપી હતી અને સમયસર પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાવ્યો હતો. તંત્રની આ સમયસૂચકતાના કારણે ઉમેદવારો કોઈ પણ માનસિક તણાવ વિના સમયસર પરીક્ષા આપી શક્યા હતા.