Panchmahal

પંચમહાલ: ગોધરામાં ગણેશ વિસર્જન વખતે જાહેરનામાના ભંગ બદલ બે ગણેશ મંડળના આયોજકો સામે પોલીસ ફરિયાદ

By GS Team
23 Sep 20261 min read
TukuTouch Logo
ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન જાહેરનામા ભંગ બદલ પોલીસ એક્શનમાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે શહેરના 2 જાણીતા ગણેશ મંડળો, આરંભચા ચિંતામણી ગ્રુપ અને શ્રી ગ્રુપના આયોજકો સામે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે. એક મંડળે 9 ફૂટથી ઊંચી મૂર્તિ સ્થાપી હતી, જ્યારે બીજાએ અન્ય નિયમોનો ભંગ કર્યો હતો. પોલીસે કાયદાના પાલનનો કડક સંદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: ગોધરામાં ગણેશ વિસર્જન વખતે જાહેરનામાના ભંગ બદલ બે ગણેશ મંડળના આયોજકો સામે પોલીસ ફરિયાદ

Ganesh Visarjan In Godhra: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે ગણેશોત્સવ અને ગણેશ વિસર્જન દરમિયાન જાહેરનામાના ભંગ બદલ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવેલા કડક જાહેરનામાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગોધરા પોલીસે શહેરના બે જાણીતા ગણેશ મંડળોના આયોજકો સામે અલગ-અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

9 ફૂટથી વધુ ઊંચી મૂર્તિ અને નિયમોના અનાદર બદલ કાર્યવાહી

મળતી માહિતી અનુસાર, ગણેશ વિસર્જન દરમિયાન નિયમોના ભંગ બદલ આરંભચા ચિંતામણી ગ્રુપ અને શ્રી ગ્રુપના આયોજકો સામે ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ પૈકી એક ગણેશ મંડળ દ્વારા જાહેરનામાની મર્યાદાનો ભંગ કરીને 9 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. જ્યારે બીજા ગણેશ મંડળ દ્વારા વિસર્જન અને ઉત્સવ માટે નક્કી કરાયેલી અન્ય શરતો અને નિયમોનું સરસરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો અનાદર કરનારા આયોજકો સામે ગોધરા પોલીસે ગુનો નોંધીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઉત્સવો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં. આ કાર્યવાહીને પગલે અન્ય આયોજકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.