Panchmahal

પંચમહાલ: કાલોલના કસ્બા વિસ્તારમાંથી ગૌવંશ કતલખાનું ઝડપાયું, મહિલાઓ સહિત 22 લોકોની ધરપકડ

By GS Team
28 Jul 20261 min read
TukuTouch Logo
પંચમહાલના કાલોલ શહેરમાં પોલીસે ગેરકાયદેસર ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કર્યો છે. કસ્બા વિસ્તારમાં દરોડા પાડી 13 ગૌવંશને બચાવાયા અને 700 કિલો શંકાસ્પદ માંસ જપ્ત કરાયું. પોલીસે 18 મહિલાઓ સહિત 22 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 6 ફરાર છે. બચાવેલા ગૌવંશને પાંજરાપોળ મોકલી, માંસ FSL તપાસ માટે મોકલાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: કાલોલના કસ્બા વિસ્તારમાંથી ગૌવંશ કતલખાનું ઝડપાયું, મહિલાઓ સહિત 22 લોકોની ધરપકડ

Panchmahal News: પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરના કસ્બા વિસ્તારમાંથી પોલીસે દરોડો પાડીને ગેરકાયદે રીતે ચાલતા ગૌવંશના કતલખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન કતલખાનામાંથી 13 જેટલા ગૌવંશને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે સ્થળ પરથી આશરે 700 કિલો જેટલો શંકાસ્પદ માંસનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

18 મહિલાઓની ધરપકડ કરાઈ

મળતી માહિતી અનુસાર, કસ્બા વિસ્તારમાં ગેરકાયદે કતલખાનું ધમધમી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા કુલ 28 લોકો પૈકી પોલીસે સ્થળ પરથી 22 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં 18 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

પોલીસે બચાવવામાં આવેલા તમામ 13 ગૌવંશને સુરક્ષિત સ્થળે પાંજરાપોળ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને જપ્ત કરાયેલા માંસના જથ્થાને એફએસએલ (FSL) પરીક્ષણ માટે મોકલી આપ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે પશુ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધીને ફરાર અન્ય 6 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.