પંચમહાલ: ગોધરા-વડોદરા હાઈવે પરથી 93.48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે આરોપીની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal News: ગુજરાતમાં પ્રોહિબિશન કાયદાનો ભંગ કરીને ઘુસાડવામાં આવતા ગેરકાયદે દારૂના જથ્થા સામે પંચમહાલ એલસીબી (LCB) ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગોધરા-વડોદરા નેશનલ હાઈવે રોડ પર આવેલા બેઢીયા ખડકી ટોલનાકા નજીકથી પોલીસે એક શંકાસ્પદ કન્ટેનરમાંથી 93.48 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો.
હોટલના પાર્કિંગમાં પાડ્યો દરોડો
મળતી માહિતી અનુસાર, પંચમહાલ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે બેઢીયા ખડકી ટોલનાકા પાસે આવેલી 'નીલકંઠ પંજાબી હોટલ'ના પાર્કિંગમાં પાર્ક કરેલા એક શંકાસ્પદ કન્ટેનર પર દરોડો પાડવામાં આવ્યો હતો. કન્ટેનરની તલાશી લેતાં તેમાંથી 93,48,000 રૂપિયાની કિંમતના વિદેશી દારૂના 45,500 બોટલો મળી આવી હતી.
બે આરોપીઓની ધરપકડ
પોલીસે ઘટનાસ્થળેથી દારૂના જથ્થા અને કન્ટેનર સહિતનો કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. આ જંગી જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને રાજ્યમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર મામલે આંતરરાજ્ય વિદેશી દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.









