Panchmahal

ગોધરા: હેડક્વાર્ટરમાં જ મહિલા પોલીસકર્મી પર પતિએ ધારિયા વડે હુમલો કર્યો! લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
ગોધરા પોલીસ હેડક્વાર્ટરના ક્વાર્ટરમાં મહિલા પોલીસકર્મી પર પતિએ ધારિયા વડે હુમલો કરતાં સનસનાટી મચી ગઈ છે. પારિવારિક વિવાદમાં ઉશ્કેરાયેલા પતિએ કરેલા હુમલામાં મહિલા પોલીસકર્મીની હાથની આંગળી કપાઈ ગઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને ગોધરા સિવિલ બાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયા છે. ગોધરા ટાઉન એ-ડિવિઝન પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોધરા: હેડક્વાર્ટરમાં જ મહિલા પોલીસકર્મી પર પતિએ ધારિયા વડે હુમલો કર્યો! લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ

Godhra Police Quarters Woman Police Constable Attack: ગોધરા સ્થિત પોલીસ હેડક્વાર્ટરમાં એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. ક્વાર્ટરમાં રહેતા એક મહિલા પોલીસકર્મી પર તેના જ પતિએ તીક્ષ્ણ હથિયાર (ધારિયા) વડે હુમલો કરી દેતાં ભારે સનસનાટી મચી ગઈ છે. આ હુમલામાં મહિલા પોલીસકર્મીની હાથની આંગળી કપાઈ જતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, ગોધરા પોલીસ હેડક્વાર્ટરના ક્વાર્ટરમાં મહિલા પોલીસકર્મી અને તેમના પતિ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ દરમિયાન આવેશમાં આવેલા પતિએ ધારિયા વડે પત્ની પર જાનલેવા હુમલો કરી દીધો હતો. ધારિયાના ઘા વાગવાથી મહિલા પોલીસકર્મીની હાથની આંગળી કપાઈ ગઈ હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.

ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત મહિલા પોલીસકર્મીને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત ગંભીર જણાતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સ્પેશિયલાઇઝ્ડ સારવાર માટે તેઓને વડોદરા રીફર કરવામાં આવ્યા છે. બીજી તરફ, પોતાની જ પત્ની પર પ્રાણઘાતક હુમલો કરનાર આરોપી પતિ સામે ગોધરા ટાઉન એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરી છે.