NRI News

હજારો ડોલર અને મફત ટિકિટ...: અમેરિકામાં વસતા ગેરકાયદે પ્રવાસીઓને મોટી ઓફર, સજા કે દંડ પણ નહીં થાય

By GS Team
23 Dec 20251 min read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ ગેરકાયદે પ્રવાસીઓને સતત ડિપોર્ટ કરાઈ રહ્યા છે. આ સ્થિતિમાં ગેરકાયદે પ્રવાસીઓને સ્વેચ્છાએ ડિપોર્ટ થવા ખાસ ઓફર પણ કરાઈ છે. અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે ગેરકાયદે પ્રવાસીઓને 1 હજાર ડોલરના બદલે હવે ત્રણ હજાર ડોલરનું વળતર આપવાની જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હજારો ડોલર અને મફત ટિકિટ...: અમેરિકામાં વસતા ગેરકાયદે પ્રવાસીઓને મોટી ઓફર, સજા કે દંડ પણ નહીં થાય

US Announces $3,000 Incentive Scheme for Illegal Immigrants : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ ગેરકાયદે પ્રવાસીઓને સતત ડિપોર્ટ કરાઈ રહ્યા છે. આ સ્થિતિમાં ગેરકાયદે પ્રવાસીઓને સ્વેચ્છાએ ડિપોર્ટ થવા ખાસ ઓફર પણ કરાઈ છે. અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે ગેરકાયદે પ્રવાસીઓને 1 હજાર ડોલરના બદલે હવે ત્રણ હજાર ડોલરનું વળતર આપવાની જાહેરાત કરી છે. 

ફ્લાઈટ ટિકિટ મળશે, સજા અને દંડમાંથી મુક્તિ 

એટલું જ નહીં, અમેરિકામાં ગેરકાયદે રહેતી કોઈ પણ વ્યક્તિ આ વર્ષના અંત સુધીમાં CBP One નામની એપ પર રજિસ્ટ્રેશન કરાવશે, તો તેમને અમેરિકાથી સ્વદેશ પરત ફરવા મફત ફ્લાઈટ ટિકિટ પણ અપાશે. હવે 22 ડિસેમ્બરે કરાયેલી જાહેરાતમાં કહેવાયું છે કે, આ ઓફર સ્વીકારી લેનારાને કોઈ પણ પ્રકારના દંડ અને સજામાંથી પણ મુક્તિ અપાશે. 

અત્યારે સ્વદેશ નહીં જાઓ તો ભવિષ્યમાં ધરપકડ 

આ સાથે અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે ચેતવણી પણ આપી છે કે જો કોઈ ગેરકાયદે પ્રવાસી આ યોજનામાં સામેલ નહીં થાય તો ભવિષ્યમાં તેની ધરપકડ થઈ શકે છે. આ ઉપરાંત તેના પર કાયમી ધોરણે પ્રતિબંધ પણ લાગી શકે છે.