Get The App

ન્યૂઝીલૅન્ડના સ્ટુડન્ટ વિઝા જોઈતા હોય તો ત્રણ મહિના વહેલાં કરો અરજીઃ એમ્બેસીની અપીલ

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
ન્યૂઝીલૅન્ડના સ્ટુડન્ટ વિઝા જોઈતા હોય તો ત્રણ મહિના વહેલાં કરો અરજીઃ એમ્બેસીની અપીલ 1 - image


New Zealand Student Visa: ન્યૂઝીલૅન્ડે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ શરુ થાય તેના ત્રણ મહિના પહેલાં જ વિઝા અરજી કરવાની અપીલ કરી છે. વિઝા ઍપ્લિકેશન્સની ભરમારના કારણે વિદ્યાર્થી પોતાનું શિક્ષણ સત્ર ચૂકી ન જાય તે હેતુ સાથે ઇમિગ્રેશન ન્યૂઝીલૅન્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટે કહ્યું કે, વિઝા માટે વહેલી અરજી કરવાથી વિદ્યાર્થીને પૂરતો સમય મળી રહેશે. તેમજ નવું શિક્ષણ સત્ર શરુ થાય તે પહેલાં વિઝાનો નિર્ણય મળી શકશે. 

ન્યૂઝીલૅન્ડ સ્ટુડન્ટ વિઝાની વધતી માગના કારણે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ પર વિઝા અરજીઓનો બોજો વધ્યો છે. અમેરિકા અને કેનેડાએ ઇમિગ્રેશન નિયમો આકરા કર્યા બાદ વિદ્યાર્થીઓનો ન્યૂઝીલૅન્ડ તરફ ધસારો વધ્યો છે. યુકેએ પણ પોતાના વિઝા-ઇમિગ્રેશનના નિયમો આકરા બનાવતાં વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ ન્યૂઝીલૅન્ડને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ વર્ષના અંત સુધીમાં હજારો વિદ્યાર્થીઓ ન્યૂઝીલૅન્ડ માટે સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરશે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. જેથી ન્યૂઝીલૅન્ડ સ્ટુડન્ટ વિઝા પ્રોસેસિંગનો સમય લંબાઈ શકે છે. 

આ પણ વાંચોઃ સાયબર ગુનેગારો વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી કરવા સરકારે શરુકરી ઝીરો-FIR સેવા, આ રીતે મળશે લાભ

ડોક્યુમેન્ટ્સ પણ હાથવગા રાખવા અપીલ

ન્યૂઝીલૅન્ડ માટે સ્ટુડન્ટ વિઝા અરજી કરતાં વિદ્યાર્થીઓને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે તમામ જરૂરી દસ્તાવેજો હાથવગા રાખવા અપીલ કરી છે. જેથી તમામ જરૂરિયાતોને સમયસર સંબોધી શકાય. વિદ્યાર્થી ત્રણ મહિના પહેલાં વિઝા માટે અરજી કરવાથી સમયસર વિઝાનો નિર્ણય જાણી શકાશે. ડિપાર્ટમેન્ટ પ્રોસેસિંગના સમય અંગે નિયમિતપણે અપડેટ આપી રહ્યું છે. વિઝા અરજીઓ વહેલા સબમિટ કરવાથી ઇમિગ્રેશન સિસ્ટમ પ્રોસેસિંગ સરળતાથી હેન્ડલ કરવામાં મદદ મળે છે અને છેલ્લી ઘડીના વિલંબની શક્યતા ઘટે છે. તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ન્યૂઝીલૅન્ડમાં અભ્યાસ માટે મુસાફરી, રહેઠાણ અને અન્ય વ્યવસ્થાઓ ગોઠવવા માટે પૂરતો સમય આપશે.

ગાઇડલાઇન ચેક કરવા પણ સલાહ

ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે અરજદારોને સરળ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તેમની અરજીઓ સબમિટ કરતાં પહેલા નવીનતમ માર્ગદર્શિકા, વિઝા ફી અને દસ્તાવેજ આવશ્યકતાઓ ચકાસવા સલાહ આપી છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અગવડ ન પડે તેમજ સરળતાથી ન્યૂઝીલૅન્ડમાં વસવાટ કરી શકે તેના માટે પણ ગાઇડલાઇન નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે. 

ન્યૂઝીલૅન્ડના સ્ટુડન્ટ વિઝા જોઈતા હોય તો ત્રણ મહિના વહેલાં કરો અરજીઃ એમ્બેસીની અપીલ 2 - image

Tags :