NRI News

ગુજરાતનો 27 વર્ષીય યુવક અમેરિકામાં જેલભેગો, સગીરાના જાતીય શોષણ મામલે 10 વર્ષની કેદની સજા

By GS TEAM
30 May 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં ગુજરાતના એક 27 વર્ષીય યુવકને સગીર બાળકીના શારીરિક શોષણ અને હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી)ના ગંભીર ગુનામાં અમેરિકાની કોર્ટે 10 વર્ષની સખત જેલની સજા ફટકારી છે. નેબ્રાસ્કા રાજ્યના ઓમાહા શહેરમાં આવેલી એક હોટેલમાં કામ કરતા કવનકુમાર પટેલે માનવ તસ્કરોને પૈસા આપીને એક સગીરા પર અત્યાચાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી વિગતો તપાસમાં બહાર આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતનો 27 વર્ષીય યુવક અમેરિકામાં જેલભેગો, સગીરાના જાતીય શોષણ મામલે 10 વર્ષની કેદની સજા

Gujarati youth jailed in US: અમેરિકામાં ગુજરાતના એક 27 વર્ષીય યુવકને સગીર બાળકીના શારીરિક શોષણ અને હ્યુમન ટ્રાફિકિંગ(માનવ તસ્કરી)ના ગંભીર ગુનામાં અમેરિકાની કોર્ટે 10 વર્ષની સખત જેલની સજા ફટકારી છે. નેબ્રાસ્કા રાજ્યના ઓમાહા શહેરમાં આવેલી એક હોટેલમાં કામ કરતાં કવનકુમાર પટેલે માનવ તસ્કરોને પૈસા આપીને એક સગીરા પર અત્યાચાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી વિગતો તપાસમાં બહાર આવી હતી.

ચોરીની તપાસ દરમિયાન સેક્સ ટ્રેફિકિંગનો પર્દાફાશ

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ગત વર્ષે જાન્યુઆરી 2025માં થયો હતો. ઓમાહા પોલીસને હોટેલમાં ચોરી થઈ હોવાની ફરિયાદ મળી હતી, પરંતુ જ્યારે પોલીસે ત્યાં પહોંચીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી ત્યારે માનવ તસ્કરી અને સેક્સ રેકેટ થતું હોવાનું સામે આવ્યુ હતું. યુએસ હોમલૅન્ડ સિક્યોરિટી ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે હોટેલ 'એમેરિકઇન' (AmericInn) પર દરોડો પાડીને અન્ય રાજ્યોમાંથી વેચવા માટે લાવવામાં આવેલી 15 અને 16 વર્ષની બે સગીરાઓને નરકમાંથી મુક્ત કરાવી હતી.

રૂમ ભાડાના બદલામાં સગીરાઓનું શોષણ

યુએસ એટર્ની ઑફિસે જાહેર કરેલા સત્તાવાર નિવેદન મુજબ, માનવ તસ્કરો આ સગીરાઓને ડરાવી-ધમકાવીને રાખતા હતા. તસ્કરોએ છોકરીઓને ધમકી આપી હતી કે, જો તેઓ હોટેલ સ્ટાફને ખુશ નહીં કરે તો તેમને હોટેલમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે અને તેના બદલામાં હોટેલ સ્ટાફ તેમને ઓછા ભાડામાં રૂમ આપતો હતો. હોટેલના ત્રણ કર્મચારીઓએ તસ્કરોને નાણાં ચૂકવીને આ માસૂમ બાળકીઓનું શોષણ કર્યું હતું.

હોટેલના કેશ ડ્રોઅરમાંથી પૈસા ચોરી તસ્કરોને આપ્યા

ગુજરાતના વતની કવનકુમાર પટેલે કોર્ટ સમક્ષ પોતાનો ગુનો કબૂલતાં જણાવ્યું હતું કે, તેણે હોટેલના કેશ ડ્રોઅરમાંથી પૈસા ચોરીને માનવ તસ્કરોને આપ્યા હતા, જેથી તે એક સગીરાનું શારીરિક શોષણ કરી શકે. આ કૃત્ય બાદ હોટેલ સ્ટાફે તસ્કરો અને સગીરાઓને કાયદાની નજરથી બચાવીને કથિત રીતે ઘણા દિવસો સુધી હોટેલમાં રાખી હતી.

નરક જેવી જિંદગી જીવતી હતી માસૂમો

પીડિત સગીરાઓએ પોલીસને જણાવ્યું હતું કે, તસ્કરો ઓનલાઇન જાહેરાતો આપીને ગ્રાહકો શોધતા હતા. આ નરકમાં તેમને ખાવા માટે પૂરતું અન્ન પણ મળતું નહોતું અને તેમની પાસે તસ્કરોના આદેશો માનવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. યુનાઇટેડ સ્ટેટ્સના એટર્ની લેસ્લી વૂડ્સે જણાવ્યું હતું કે, 'અમારી ટાસ્ક ફોર્સે આ માસૂમ બાળકીને એક જીવતા નરકમાંથી ઉગાર્યા છે અને દોષિતોને કડક સજા અપાવી ન્યાય કર્યો છે.'