Entertainment

સનીએ મુસ્લિમનું પાત્ર ભજવ્યું તેનાથી અનેકને આઘાતઃ સંતોષી

By GS Team
21 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં, રાજકુમાર સંતોષી ‘બટવારા 1947’ ફિલ્મના પ્રમોશન માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ગુરુવારે વિવિધ ધર્મના નેતાઓ માટે ખાસ શોનું આયોજન કર્યું હતું. સંતોષીએ જણાવ્યું કે, સની દેઓલને મુસ્લિમ પાત્રમાં લેવો પડકારજનક હતું, પણ તેઓ સંદેશ આપવા માટે યોગ્ય હતા. બોક્સ ઓફિસ પર નિરાશાજનક દેખાવ છતાં, પ્રેક્ષકોના વખાણથી સંતોષીને આનંદ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સનીએ મુસ્લિમનું પાત્ર ભજવ્યું તેનાથી અનેકને આઘાતઃ સંતોષી

મુંબઈ : રાજકુમાર સંતોષીએ કબુલ્યું છે કે 'બટવારા ૧૯૪૭'માં સની દેઓલ મુસ્લિમનું પાત્ર ભજવે છે તે અનેક લોકો માટે આઘાતજનક બાબત હતી.
રાજકુમાર સંતોષી તેમની નિદેશિત ફિલ્મ 'બટવારા ૧૯૪૭'ને પુશ કરવા માટે હજી આકાશપાતાળ એક કરી રહ્યા છે. ગુરૂવારે તેમણે વિવિધ ધર્મના નેતાઓ માટે ફિલ્મના ખાસ શોનું આયોજન કર્યું હતું. શો બાદ રાજકુમાર સંતોષીએ જણાવ્યું હતું કે વિવિધ ધર્મના નેતાઓએ મારી ફિલ્મના જે રીતે વખાણ કર્યા તે જોતાં લાગે છે કે મેં ખરેખર કશુંક હાંસલ કર્યું છે. મારી ફિલ્મ વિશે આટલી સરસ વાતો સાંભળી મને સંતોષ થયો છે કે મારું કામ બરાબર થયું છે.
ફિલ્મમાં સની દેઓલ મુસ્લિમ પાત્ર તરીકે કાસ્ટ કરવાનું કેટલું મુશ્કેલ હતું તે બાબતે સંતોષીએ જણાવ્યું હતું કે કોઇ પાકિસ્તાન કે મુસ્લિમ હીરો ઇચ્છતું નહોતું. પણ અમે માનતા હતા કે સની અમારો સંદેશ આપવા માટે યોગ્ય વ્યક્તિ છે. મને વિશ્વાસ હતો કે લોકો ફિલ્મ જોવા થિયેટર્સમાં આવશે તો તે નિરાશ નહીં થાય. કારણ કે સની બહાદુર માણસનું પાત્ર ભજવે છે.
સંતોષીએ સ્વીકાર્યું હતું કે બોક્સ ઓફિસ પર ફિલ્મનો દેખાવ નિરાશાજનક રહ્યો છે પણ ઓડિયન્સ ફિલ્મ જોયા બાદ તેને વખાણે છે તે જોતાં મને લાગે છે કે મેં કશું સારું કર્યું છે.