પનામા અને સુએઝ નહેરની જેમ હોર્મુઝમાં ટેક્સ ન લઈ શકાય!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પનામા અને સુએઝ ખાનગી નહેર છે જેથી ટેક્સ વસુલી શકાય જ્યારે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે હોર્મુઝ કુદરતી ખાડી છે, તે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે
પનામા અને સુએઝની જ્યારે વાત આવે છે ત્યારે એ સમજવું જરૂરી છે કે, બંને માનવનિમત નહેરો છે. તે આટફિશિયલ છે. આ નહેરો કોઈ કુદરતી રસ્તો નથી. આ નહેરો બનાવવા માટે જે-તે દેશની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈરાન દ્વારા જહાજો ઉપર જે કરવેરા નાખવાની વાત કરવામાં આવી રહી છે. તેનાથી વૈશ્વિક ધોરણે ફરીથી મોંઘવારી વધવાના એંધાણ છે. તેની સૌથી વધારે અસર એશિયાના દેશો ઉપર પડશે. તેમાંય ચીન અને ભારતને સૌથી વધારે નુકસાન જવાની શક્યતાઓ છે. હાલમાં હાર્મુઝમાંથી જે ક્રૂડ સપ્લાય થાય છે તેમાંથી ૩૮ ટકા ક્રૂડ ચીન દ્વારા ખરીદવામાં આવે છે. ભારત દ્વારા ૧૫ ટકા ક્રૂડ અને પોતાની જરૂરનો ૯૫ ટકા ગેસ આ રસ્તે મંગાવવામાં આવે છે.ઓમાન હજી આ ટોલ લગાવવા મુદ્દે સ્પષ્ટ નથી. તેણે સંયુક્ત રાષ્ટ્રના કાયદા મુજબ પોતાના કિનારાના પ્રદેશને પોતાની પ્રોપર્ટી જાહેર કરી હતી. તેના કારણે ઈરાન છંછેડાયું હતું. તેણે કેટલાક જહાજો ઉપર હુમલો કર્યો હતો. તેનાથી અકળાયેલા અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કર્યો હતો. ગત અઠવાડિયે બનેલી આ ઘટના બાદ ઓમાન યુએનના રસ્તે જવા માગે છે
ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધનો અંત લાવવા માટે મથામણ ચાલી રહી છે તેમાં હોર્મુઝની ખાડીનો મુદ્દો જ ફાંસ બન્યો છે. ઈરાન અને ઓમાન હોર્મુઝની ખાડીમાં જતા-આવતા જહાજો ઉપર ટેક્સ વસુલવા માગે છે પણ તેના કારણે મોટી સમસ્યા સર્જાઈ છે. વાસ્તવિકતા એવી છે કે, દુનિયાના એવા ઘણા જળમાર્ગ છે જેમાં જતા-આવતા દુનિયાભના જહાજોને લાખો ડોલરનો ટોલ ટેક્સ ચુકવવો પડે છે. તેમાંય સુએઝ અને પનામા નહેર એવા છે જ્યાંથી પસાર થતા દરેક જહાજને તેની મર્યાદા પ્રમાણે ટોલ ચુકવવો જ પડે છે. અહીંયા તો પ્રાયોરિટી સ્લોટ પણ આપવામાં આવે છે અને તેની એડવાન્સમાં હરાજી પણ થતી હોય છે. આ તમામ દ્વારા જહાજો અને જહાજ કંપનીઓ પાસેથી લાખો ડોલર વસુલવામાં આઆવે છે. ખાસ વાત એવી છે કે, સુએઝ નહેરમાંથી જે ટોલ વસુલવામાં આવે છે તેમાંથી મીસરનું અડધું અર્થતંત્ર ચાલે છે. હવે આ જોઈને ઈરાન પણ પોતાના અર્થતંત્રને સપોર્ટ કરવા હોર્મુઝમાં વસુલીના મૂડમાં આવ્યું છે.
જાણકારો માને છે કે, કાયદેસર રીતે તો હોર્મુઝની ખાડીમાં ટોલ વસુલી શકાય તેમ નથી. બીજી તરફ ઈરાન અને ઓમાન ભેગા થઈને એવી વ્યવસ્થા બનાવવા માગે છે જેથી તેઓ કરોડો ડોલરની વસુલી કરી શકે. તેમની દલીલ છે કે, આ વિસ્તારમાં તેઓ જહાજોને કેટલીક સુવિધાઓ આપશે અને તેના માટે તેઓ ફી વસુલશે. તેમાંથી જે ફાયદો થશે તેની બંને દેશોને વહેંચણી કરવામાં આવશે. બંને દેશોએ દોહામાં આ મુદ્દે કરાર પણ કરવાની તૈયારી કરી લીધી છે. હોર્મુઝ સંયુક્ત સમિતિને નામ આપી દેવાયું છે. ઈરાને તો સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે, હોર્મુઝના સંચાલન માટે સમિતિની રચના થઈ ગઈ છે. વિચારવા લાયક બાબત એ છે કે થોડા સમય પહેલાં ઓમાન આ વ્યવસ્થાનો વિરોધ કરતું હતું અને હવે તેણે આ બાબતને એકાએક સમર્થન આપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, પમાના અને સુએઝની જ્યારે વાત આવે છે ત્યારે એ સમજવું જરૂરી છે કે, બંને માનવનિમત નહેરો છે. તે આટફિશિયલ છે. આ નહેરો કોઈ કુદરતી રસ્તો નથી. આ નહેરો બનાવવા માટે જે-તે દેશની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પનામા નહેર હકિકતે પનામા શહેરની અંદરથી પસાર થાય છે. તેવી જ રીતે સુએઝ નહેર મિસરની અંદર છે.
આ બંને નહેરો જે-તે દેશની પોતાની યોજના છે અને દુનિયાભરના જહાજો તેનો ઉપયોગ કરે છે. તેને આંતરરાષ્ટ્રીય કાયદા લાગુ પડતા નથી.
આ બંને નહેરોના સર્જનમાં કરોડો રૂપિયા ખર્ચ થયા હતા અને હાલમાં પણ તેના સંચાલન અને જાળવણીમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેના કારણે અહીંયાથી ટોલ વસુલવામાં આવે છે. જેમ દુનિયાભરના દેશોમાં વિવિધ હાઈવે ઉપર પસાર થવા માટે ટોલ વસુલવામાં આવે છે તેમ આ ખાનગી નહેરોમાંથી પસાર થવામાં ટોલ લેવામાં આવે છે.
બીજી તરફ હોર્મુઝની વાત કરીએ તો તે એક સામુદ્રીક રસ્તો છે. તે લાખો વર્ષોથી આ જગ્યાએ આવેલો જ છે. આ એક કુદરતી રસ્તો છે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે.
આ જળમાર્ગ ઈરાન અને ઓમનની વચ્ચેથી પસાર થાય છે. આ રસ્તો ફારસની ખાડી અને અરબ સાગરને એકબીજા સાથે જોડે છે. તેના ઉપર કોઈપણ દેશની કોઈ જમીન નથી. હોર્મુઝ અંગે કોઈપણ દેશ પોતાની ઈચ્છા પ્રમાણે નિર્ણય લઈ શકે નહીં. સંયુક્ત રાષ્ટ્ર સમુદ્રી કાયદા સંધિ હેઠળ જ આ ખાડી અંગે નિર્ણય લેવાય તેમ છે. નિયમ એવું કહે છે કે, કોઈપણ દેશના કિનારાથી ૧૨ નોટિકલ માઈલ સુધીનો ભાગ જે-તે દેશનો જ ગણવામાં આવે છે. બીજી તરફ જો આ જળક્ષેત્ર આંતરરાષ્ટ્રીય જહાજોના આવાગમનનો રસ્તો હોય અને સામુદ્રીક ધુની હોય તો તો દરેક જહાજોને ત્યાંથી પસાર થવા દેવા પડે છે. આ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ઈરાન કોઈપણ જહાજ પાસેથી પૈસા વસુલી શકે તેમ નથી. યુદ્ધના સમયે પણ ઈરાન કે ઓમાન આ રસ્તો બંધ કરી શકતા નથી પણ તેમણે કાયદાનો ભંગ કરીને રસ્તો બંધ કરી દીધો હતો. હવે જો ટોલ વસુલવામાં આવશે તો તે ફરીથી કાયદાનો ભંગ જ ગણાશે.
બીજી મહત્ત્વની વાત એવી પણ છે કે, હોર્મુઝ ઉપર ઈરાન એકલું જ દાવો કરી શકે તેમ નથી. આ દરિયાઈ રસ્તો ઈરાન અને ઓમાનની વચ્ચેથી પસાર થાય છે. બંને દેશોની જળ સરહદને પણ આ ખાડી જ જુદા પાડે છે. અહીંયા જહાજ જે રીતે પસાર થાય છે તે ક્યારેક ઈરાનની સરહદમાં હોય છે તો ક્યારેક ઓમાનની સરહદમાં હોય છે.
આ રીતે બધા જ જહાજો બંને દેશોની સરહદમાંથી પસાર થાય છે. ઈરાન આ જળમાર્ગ ઉપર એકલાહાથે દાવો કરી શકે તેમ નથી. તેના કારણે જ ઓમાન અને ઈરાને ભેગા મળીને આ જગ્યાએથી કરોડો ડોલર કમાવાની નીતિ અપનાવી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, આ મામલો સખત ગુંચવાયેલો છે. ઈરાન સીધી રીતે ટોલ વસુલવાની ફિરાકમાં છે. બીજી તરફ અમેરિકા તેનો વિરોધ કરી રહ્યું છે. ત્રીજી તરફ ઓમાનને પૈસા કમાવા છે પણ આંતરરાષ્ટ્રીય કાયદાથી ડરે છે અને ટોલના નામે પૈસા ઉઘરાવવા સહમત નથી. ઈરાને સંકેત આપ્યા છે કે, ઈરાન અને ઓમાનની સહમતી સધાઈ ગઈ છે. એક સમિતિની રચના કરવામાં આવી છે. આગામી સપ્તાહે તેની બેઠક યોજાશે. તેમાં શિપિંગ રૂટ્સ નક્કી કરવા, વેરાનું માળખું બનાવવું, તેના ઔપચારિક દસ્તાવેજો તૈયાર કરવા વગેરે નક્કી કરવામાં આવશે.
જાણકારોના મતે ઓમાન હજી આ ટોલ લગાવવા મુદ્દે સ્પષ્ટ નથી. તેણે આ રસ્તાના મેનેજમેન્ટ અને તેના બદલામાં ફી લેવાની વાત કરી છે પણ ટોલ લેવા અંગે સહમતી આપી નથી.
તેણે સંયુક્ત રાષ્ટ્રના કાયદા મુજબ પોતાના કિનારાના પ્રદેશને પોતાની પ્રોપર્ટી જાહેર કરી હતી. તેના કારણે ઈરાન છંછેડાયું હતું. તેણે પણ પોતાના કિનારાના પ્રદેશને ખાનગી પ્રોપર્ટી જાહેર કરી અને કેટલાક જહાજો ઉપર હુમલો કર્યો હતો. તેનાથી અમેરિકા ગિન્નાયું હતું અને તેણે ઈરાન ઉપર હુમલો કર્યો હતો.
ગત અઠવાડિયે બનેલી આ ઘટના બાદ ઓમાન યુએનના રસ્તે જવા માગે છે. તેણે જણાવ્યું કે, આ રસ્તે કોઈ ટ્રાન્ઝિટ વેરો લેવો જોઈએ નહીં. આ રસ્તા ઉપર જતા જહાજોને સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ, મેરિટાઈમ સવસ, મદદ, ઈમર્જન્સી સવસ વગેરે આપવામાં આવે અને તેના માટે જે ચાર્જ વસુલવામાં આવે તે વસુલવો જોઈએ. બીજી તરફ ઈરાન આ રસ્તા પસાર થતા દરેક જહાજ ઉપર ટોલ લગાવી કમાણીના મૂડમાં છે.
ભારત સહિત એશિયાના દેશો ઉપર ટોલની સૌથી વધારે અસર પડશે
ઈરાન દ્વારા જહાજો ઉપર જે કરવેરા નાખવાની વાત કરવામાં આવી રહી છે. તેનાથી વૈશ્વિક ધોરણે ફરીથી મોંઘવારી વધવાના એંધાણ છે. ખાસ કરીને આ રસ્તેથી જે ક્રૂડ અને ગેસ આવે છે તેના ઉપર જો ટેક્સ વધશે તો તેની અસર સામાન્ય માણસ સુધી જવાની જ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય તે સ્વાભાવિક છે. જાણકારોના મતે તેની સૌથી વધારે અસર એશિયાના દેશો ઉપર પડશે. તેમાંય ચીન અને ભારતને સૌથી વધારે નુકસાન જવાની શક્યતાઓ છે. હાલમાં હાર્મુઝમાંથી જે ક્રૂડ સપ્લાય થાય છે તેમાંથી ૩૮ ટકા ક્રૂડ ચીન દ્વારા ખરીદવામાં આવે છે. ભારત દ્વારા ૧૫ ટકા ક્રૂડ અને પોતાની જરૂરનો ૯૫ ટકા ગેસ આ રસ્તે મંગાવવામાં આવે છે. તે ઉપરાંત સાઉથ કોરિયા ૧૨ ટકા અને જાપાન ૧૧ ટકા ક્રૂડ મંગાવે છે. આ તમામની આયાત ઉપર મોટી આથક બોજ વધે તેમ છે. તેના પગલે આ તમામ દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી જશે. તેની અસર ત્યારબાદ દરેક વસ્તુઓ ઉપર દેખાશે અને મોંઘવારી વધતી જશે. અહીંયા હાલમાં જહાજોની અવરજવર શરૂ થઈ છે પણ સ્થિતિ સામાન્ય થઈ નથી. અહીંયા ગત ત્રણ દિવસમાં ૧૦૦થી વધુ જહાજો પસાર થયા છે. યુદ્ધ પહેલાં અહીંયા રોજના ૧૫૦ જેટલા જહાજો પસાર થતા હતા. આ સ્થિતિ લાવવા માટે જ વાટાઘાટો ચાલે છે જેમાં મુશ્કેલી સર્જાયેલી છે.
વૈશ્વિક વિરોધના અણસાર, સંયુક્ત રાષ્ટ્ર પણ ઈરાનના દબાણથી નારાજ
જાણકારોના મતે ઈરાન જે રીતે ટોલ વસુલવા માગે છે તેનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. હાલમાં તો ઓમાન અને અમેરિકા જ તેની સાથે સહમત નથી પણ વાસ્તવિક રીતે અન્ય દેશો પણ અંદરખાને આ સ્થિતિ ઉપર નજર રાખીને બેઠા છે. ખાસ કરીને યુએન દ્વારા ઈરાનની વૃત્તિ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર સમુદ્રી કાયદા સંમેલને આ ખાડીને ખુલ્લી રાખવાની તરફેણ કરી છે. તેઓ જણાવે છે કે, કોઈપણ દેશ આ કુદરતી રસ્તામાંથી પસાર થવાનો ટોલ વસુલી શકે નહીં. ઈરાન આ જગ્યાને પોતાની સંપ્રભુતા સાથે જોડીને ટોલ લેવા ઉપર જીદે ભરાયું છે. વૈશ્વિક સ્તરે મોટાભાગના દેશો આ જગ્યાને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ જ માને છે અને ઈરાન આ વિસ્તારમાં પોતાનો દબદબો વધારવા માગે છે તેવું પણ જણાવે છે. અહીંયા ભય એવો છે કે, ભૂતકાળમા ઈરાને ઘણા વિચિત્ર પગલાં લઈને આ હોર્મુઝની ખાડીને અટકાવી હતી. તે આ જગ્યાને પોતાની ગણાવીને સમગ્ર ખાડીમાં પોતાનું વર્ચસ્વ કરવા માગે છે. તેના પગલે વૈશ્વિક સ્તરે વિરોધ વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે.









