News Focus

તુર્કી-પાકિસ્તાન-સાઉદી રક્ષાકરાર : ઇસ્લામિક એકતા કે સ્વાર્થનો સંબંધ!

By GS Team
20 Aug 20267 mins read
TukuTouch Logo
તુર્કી, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે મક્કામાં થયેલો સંયુક્ત સંરક્ષણ કરાર ચર્ચામાં છે. તુર્કી વિશ્વમાં પ્રભાવ વધારવા, સાઉદી અરેબિયા ઈરાન સામે સુરક્ષા અને પાકિસ્તાન આર્થિક કટોકટીમાંથી બહાર આવવા આ ગઠબંધનમાં જોડાયા છે. આ કરાર મુજબ, એક દેશ પર હુમલો ત્રણેય પર હુમલો ગણાશે. જોકે, આ ગઠબંધન નાટો જેવું નથી અને તેના લાંબાગાળાના અસ્તિત્વ પર સવાલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તુર્કી-પાકિસ્તાન-સાઉદી રક્ષાકરાર : ઇસ્લામિક એકતા કે સ્વાર્થનો સંબંધ!
  • તુર્કીને વિશ્વમાં પ્રભાવ વધારવો છે તો સાઉદીને પોતાની સુરક્ષા કરવી છે ત્યાં પાકિસ્તાનના ખાલી ખિસ્સાં ભરી આપે તેવા સાથીની શોધ ત્રણેયને સાથે લાવી છે
  • તુર્કી વિશ્વમાં પોતાનો પ્રભાવ વધારવા માંગે છે. બીજી તરફ સાઉદી અરેબિયા ઈરાન સામે સુરક્ષા ઈચ્છે છે. સૌથી મહત્ત્વનું એ છે કે, પાકિસ્તાન આર્થિક કટોકટી અને અન્ય મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા રસ્તો શોધે છે. તુર્કી, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેનો મક્કા સંરક્ષણ કરાર સહિયારી સુરક્ષાને બદલે તેમના જુદા-જુદા તાત્કાલિક સ્વાર્થો પર આધારિત છે. વ્યૂહાત્મક વિરોધાભાસ અને નબળા પાયાને કારણે તેની લાંબા ગાળાની અસર મર્યાદિત રહેશે : આ ઊભરી રહેલા સુરક્ષા સમીકરણને અત્યારે નાટો જેવી સંસ્થાગત સૈન્ય વ્યવસ્થાનું નામ આપવું યોગ્ય નથી. નાટોની શક્તિ માત્ર તેના સભ્ય દેશોની સૈન્ય ક્ષમતામાં નથી, પરંતુ સહિયારી સંસ્થાઓ, સંકલિત કમાન્ડ માળખું, નિયમિત સૈન્ય સહયોગ, સ્પષ્ટ જવાબદારીઓ અને દાયકાઓથી વિકસિત સામૂહિક સુરક્ષાની રાજકીય પ્રતિબદ્ધતામાં રહેલી છે : પાકિસ્તાનની સમસ્યા એ છે કે તેની વિદેશ નીતિ અવારનવાર આંતરિક નબળાઈઓના કારણે જોખમમાં આવી જાય છે.

મક્કામાં તુર્કી, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલો સંયુક્ત સંરક્ષણ કરાર વર્તમાન સમયમાં ખૂબ જ ચર્ચામાં છે. તેનો મૂળ સિદ્ધાંત એ છે કે ત્રણેયમાંથી કોઈપણ એક દેશ પર થયેલો સશસ્ત્ર હુમલો જૂથના તમામ દેશો પર થયેલો હુમલો ગણાશે. પ્રથમ દ્રષ્ટિએ આ ઇસ્લામિક વિશ્વમાં સામૂહિક સુરક્ષાની નવી શ:આત જેવું જણાય છે, પરંતુ તેની વાસ્તવિકતા આના કરતાં ઘણી વધુ જટિલ છે. સામાન્ય રીતે આવા ગઠબંધનો આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી અસર કરવાની ક્ષમતા તો ધરાવે છે, પરંતુ તેમની અસર ત્યારે જ લાંબા ગાળાની બને છે જ્યારે તેમની પાછળ સહિયારી વ્યૂહાત્મક દ્રષ્ટિ, પારદર્શિતા, પ્રતિબદ્ધતા અને સ્થાયી હિતો જોડાયેલાં હોય. માત્ર તાત્કાલિક સ્વાર્થો પર રચાયેલા ગઠબંધનો મોટે ભાગે બદલાતી પરિસ્થિતિઓ સાથે નબળા પડી જાય છે. હાલમાં જે રીતે ત્રણ ઈસ્લામિક દેશોએ એકબીજાનો હાથ પકડયો છે તેના કારણે વૈશ્વિક સ્તરે ઘણા તર્કવિતર્કો થઈ રહ્યા છે.
મૂળ મુદ્દે આ કરારના કેન્દ્રમાં પાકિસ્તાનની સુરક્ષા સંબંધિત બેચેની, તુર્કીની વધતી જતી વ્યૂહાત્મક મહત્ત્વાકાંક્ષા અને સાઉદી અરેબિયાની સુરક્ષા ચિંતાઓ સ્પષ્ટ દેખાય છે. જાણકારોના મતે આ નવા સમીકરણમાં ત્રણેય દેશોની જ:રિયાતો અલગ-અલગ છે. તુર્કી વિશ્વમાં પોતાનો પ્રભાવ વધારવા માંગે છે.
બીજી તરફ સાઉદી અરેબિયા ઈરાન સામે સુરક્ષા ઈચ્છે છે. સૌથી મહત્ત્વનું એ છે કે, પાકિસ્તાન આર્થિક કટોકટી અને અન્ય મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા રસ્તો શોધે છે. આ ત્રણ જ:રિયાતો જ હાલના સમયે આ દેશોને એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
આ જોડાણના મૂળમાં જઈએ તો, તુર્કીને માત્ર એક મુસ્લિમ દેશ તરીકે જોવો એ તેની વિદેશ નીતિને સમજવામાં મોટી ભૂલ સાબિત થશે. તે નાટો (શછ્ર્ં)નું સભ્ય છે અને યુરોપનો ભાગ છે, રશિયા સાથે કૂટનીતિક સંબંધો જાળવે છે તેમજ ઈરાન સાથે સ્પર્ધા અને સહયોગ બંને કરે છે. તે આરબ વિશ્વમાં પોતાનો પ્રભાવ વધારવાના પ્રયાસમાં છે અને મધ્ય એશિયામાં પોતાના રાષ્ટ્રવાદની સાંસ્કૃતિક શક્તિનો ઉપયોગ કરે છે. તુર્કીના રાષ્ટ્રપ્રમુખ એર્દોગન સ્વાયત્તતા ઈચ્છે છે, તેઓ કોઈપણ એક મહાસત્તાના દોરીસંચારને સ્વીકારીને તેની પાછળ ચાલવા તૈયાર નથી. તુર્કી અમેરિકા સાથે સંબંધ રાખે છે, પરંતુ તેના પર નિર્ભર રહેવા માંગતું નથી. તે રશિયા સાથે વેપાર કરે છે, પરંતુ તેના પ્રભાવ હેઠળ આવવા નથી માંગતું. તે આરબ દેશો સાથે સ્પર્ધા કરે છે, છતાં તે જ દેશોની મૂડી અને બજારો મેળવવા કાયમ ઉત્સુક પણ હોય છે.
બીજી તરફ, તુર્કી અને સાઉદી અરેબિયા વચ્ચેની હરીફાઈ આખી દુનિયાએ જોઈ છ; તેઓ મધ્ય-પૂર્વમાં એકબીજાના પ્રભાવને પડકારતા રહ્યા છે. આ ઉપરાંત 'મુસ્લિમ બ્રધરહુડ' મુદ્દે બંને વચ્ચે મોટો તફાવત રહ્યો છે.
સીરિયા અને ઇજિપ્તના રાજકારણમાં બંનેના રસ્તા જુદા હતા. કતારની કટોકટી વખતે પણ તુર્કીએ દોહાને સાથ આપ્યો હતો, જ્યારે રિયાધ તેની વિરુદ્ધમાં ઊભું હતું. તુર્કીમાં બેરોજગારી એક મોટી સમસ્યા છે અને હવે તે સાઉદી અરેબિયામાં વ્યૂહાત્મક તક શોધી રહ્યું છે. તે સાઉદી અરેબિયાને હથિયારો વેચવા માંગે છે અને ત્યાંથી મોટા પાયે રોકાણ મેળવવાની ઈચ્છા રાખે છે. તેથી, આ ઊભરી રહેલા સુરક્ષા સમીકરણને અત્યારે નાટો જેવી સંસ્થાગત સૈન્ય વ્યવસ્થાનું નામ આપવું યોગ્ય નથી.
નાટોની શક્તિ માત્ર તેના સભ્ય દેશોની સૈન્ય ક્ષમતામાં નથી, પરંતુ સહિયારી સંસ્થાઓ, સંકલિત કમાન્ડ માળખું, નિયમિત સૈન્ય સહયોગ, સ્પષ્ટ જવાબદારીઓ અને દાયકાઓથી વિકસિત સામૂહિક સુરક્ષાની રાજકીય પ્રતિબદ્ધતામાં રહેલી છે.
સાઉદી અરેબિયાની સુરક્ષા ચિંતાઓ તેની સૌથી મોટી જ:રીયાત અને મજબૂરી બને ગણી શકાય તેમ છે. સાઉદી અરેબિયા પાસે નાણાં છે, ઊર્જા છે, ધાર્મિક પ્રતિષ્ઠા છે અને આરબ વિશ્વમાં પ્રભાવ પણ છે. પરંતુ સ્વતંત્ર સૈન્ય સુરક્ષા ક્ષમતા તેના માટે મોટો પડકાર છે. સાઉદીનું નેતૃત્વ હવે આ દિશામાં આગળ વધવા માંગે છે. ઇરાક યુદ્ધ, યમન સંઘર્ષ, ડ્રોન હુમલા અને ઈરાન સાથેની વધતી સ્પર્ધાએ સાઉદી અરેબિયાને ચિંતામાં મૂકી દીધું છે. સાઉદી અરેબિયા હવે માત્ર તેલના સામ્રાજ્યથી આગળ વધીને મૂડી, ટેકનોલોજી, ધર્મ અને વ્યૂહાત્મક શક્તિના બળે એક નિર્ણાયક પ્રાદેશિક શક્તિ બનવા માંગે છે. તે ખાડી વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ ઊભું કરવા માગે છે. તેમાં હાલમાં અમેરિકા યોગ્ય રીતે સાથ આપે તેમ દેખાઈ રહ્યું નથી કારણ કે ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકા પોતે જ અટવાયેલું છે.
આશ્ચર્યની વાત એ છે કે, સાઉદીએ અમેરિકા સાથે સંબંધ જાળવી રાખીને ચીન સાથે આર્થિક તાલમેલ વધાર્યો છે અને રશિયાથી પણ કોઈ અંતર રાખ્યું નથી. તેણે તુર્કી અને પાકિસ્તાન સાથે સુરક્ષા સહયોગ મજબૂત કરીને ઈરાન પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે. તુર્કીનું સપનું છે કે તે આગામી સમયમાં ફરીથી મધ્ય-પૂર્વની નિર્ણાયક શક્તિ બને.
બીજી તરફ પાકિસ્તાન ઈચ્છે છે કે તેની સૈન્ય શક્તિ અને પરમાણુ ક્ષમતા તેને મુસ્લિમ વિશ્વ તથા દક્ષિણ એશિયામાં વધુ વ્યૂહાત્મક મહત્ત્વ અપાવે અને તેની આર્થિક નબળાઈઓને ખાડી દેશોની મૂડી અને ભાગીદારીઓનો ટેકો મળે. જોકે, આ ત્રણેય દેશોના કરારની વાસ્તવિક મજબૂતી હજી ભવિષ્યના સંકટોમાં પરખાવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે, વિરોધાભાસો અને આંતરિક પડકારોથી ઘેરાયેલું પાકિસ્તાન પોતાની વિદેશ નીતિમાં વારંવાર બાહ્ય શક્તિઓનો આધાર શોધતું રહ્યું છે. શીતયુદ્ધના સમયગાળામાં તે અમેરિકાની વ્યૂહાત્મક જ:રિયાતો પૂરી કરવા મહત્ત્વનું સૈન્ય ભાગીદાર બન્યું અને બદલામાં તેને આર્થિક સહાય, શસ્ત્રો અને સુરક્ષા સહયોગ મળ્યો. આ ભાગીદારીની કિંમત પણ પાકિસ્તાને ચૂકવવી પડી છે. અફઘાન યુદ્ધ, કટ્ટરવાદ, આતંકવાદ અને આંતરિક અસ્થિરતાએ ધીમે-ધીમે તેના સામાજિક અને સુરક્ષા માળખાને નુકસાન પહોંચાડયું. હાલમાં પણ તે ચારેતરફથી અનેક સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલું છે. પાકિસ્તાનની સમસ્યા એ છે કે તેની વિદેશ નીતિ અવારનવાર આંતરિક નબળાઈઓના કારણે જોખમમાં આવી જાય છે. તે સમયે તેની પાસે બચાવ માટે કશું જ વધતું નથી. હાલમાં પણ તે આવા જ કંઈક પ્રયાસ કરતું હોય તેમ લાગી રહ્યું છે. અમેરિકા પછી ચીન, ખાડી દેશો અને હવે તુર્કી સાથે તેની વધતી નિકટતા આ જ વલણનો ભાગ છે. પાકિસ્તાનની સૌથી મોટી સુરક્ષા ચિંતા ભારત છે. અફઘાનિસ્તાન તેની પશ્ચિમી સરહદે પડકાર:પ છે. ચીન તેનો સૌથી મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે. પાકિસ્તાનનું અર્થતંત્ર સતત બાહ્ય સહાય અને રોકાણની શોધમાં રહે છે.
હાલમાં પાકિસ્તાન જે આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે તે જોતા સમજાઈ રહ્યું છે કે તેને આર્થિક રોકાણની, કેશફ્લોની અને બીજા ઘણા સ્તરે સુરક્ષા અને જોડાણની જ:ર છે. ચીન પાસે કે અમેરિકા પાસે જવામાં તેની ઉપર દેવાનું આર્થિક ભારણ વધે તેમ છે. આ સંજોગોમાં જો ધર્મના નામે ગઠબંધન કરવામાં આવે તો એક અલગ અસર ઊભી કરી શકાય તેમ છે. આ ઉપરાંત તુર્કી અને સાઉદી સાથે જોડાણ કરવામાં તેની પાસે આધુનિક શસ્ત્રો અને આર્થિક આયોજનોની જ:રિયાત પૂરી થઈ જાય તેમ છે.

ગઠબંધનનો પાયો ધર્મ હોત તો તુર્કી અને સાઉદી એક મોરચે ન આવે
જાણકારો સ્પષ્ટ માને છે કે, હાલમાં જે સ્થિતિ આ ત્રણેય દેશોની થઈ છે તે સ્પષ્ટ કરે છે કે, ત્રણેય મજબૂરીમાં એકબીજા સાથે જોડાયા છે. સૌથી પહેલાં તો તેમની વચ્ચે કોઈ ધાર્મિક કે વૈચારિક જોડાણ જેવું છે જ નહીં. તુર્કીની વાત કરીએ તો તે ધાર્મિક વિચારધારાથી તદ્દન વિપરીત દેશ છે. તેવી જ રીતે પાકિસ્તાન માત્ર ઈસ્લામની બાંગો પોકારે છે પણ હકિકતે ધર્મની દિશામાં કામ કરતો હોય તેવી કોઈ ઉદાહરણનો ઈતિહાસમાં જોવા મળ્યા નથી. માત્ર ધર્મના નામે યુવાનોને ગેરમાર્ગે દોરીને ત્યાં આતંકવાદ વિસ્તારવાનું કામ થયું છે. બીજી તરફ સાઉદી અરેબિયાનો પણ પોતાનો અલગ દ્રષ્ટિકોણ છે. તુર્કી, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા દ્વારા આ જોડાણને વારંવાર ધર્મના ઓથા હેઠળ મુકવામાં આવી રહ્યો છે. ત્રણેયની જે જિયોપોલિટિકલ સ્થિતિ છે તે કોઈનાથી છુપી નથી. ખાસ કરીને ત્રણેય જે રીતે અલગ અલગ મોરચે ફસાયેલા છે તેમાંથી બહાર આવવા માટે વલખાં મારી રહ્યા હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જાણકારો માને છે કે, ત્રણેયમાં સૌથી રસપ્રદ પક્ષ મુસ્લિમ બ્રધરહુડ છે. જોકે, આ બાબતે તુર્કી અને સાઉદી અરેબિયાનો દ્રષ્ટિકોણ ક્યારેય એકસરખો રહ્યો નથી. આવા સંજોગોમાં સ્પષ્ટ છે કે આ ગઠબંધન ધાર્મિક વિચારધારા પર રચાયું નથી. જો 'મુસ્લિમ બ્રધરહુડ' વાસ્તવમાં આ ગઠબંધનનો વૈચારિક પાયો હોત, તો તુર્કી અને સાઉદી અરેબિયા ક્યારેય એક સાથે ઊભા ન હોત. તેથી આ ગઠબંધનનો સાચો આધાર ઇસ્લામ નહીં, પરંતુ પોતાના અંગત સ્વાર્થ છે. સાઉદી અરેબિયાને ઈરાન સાથે જૂની સ્પર્ધા છે. તુર્કી અને ઈરાન પણ મધ્ય-પૂર્વમાં પ્રભાવ માટે એકબીજાના હરીફ છે. પાકિસ્તાન ઈરાન સાથે સરહદ વહેંચે છે અને કોઈપણ સંઘર્ષની સ્થિતિમાં સૌથી કપરી પરિસ્થિતિમાં મુકાઈ શકે છે. તેથી આ નવા ગઠબંધન પાછળ રહેલા ઈરાનના પરિબળને અવગણી શકાય નહીં. તુર્કીના હિતો મધ્ય-પૂર્વથી આગળ કાકેશસ, ભૂમધ્ય સાગર, રશિયા અને નાટો સુધી ફેલાયેલા છે. આવી સ્થિતિમાં કોઈપણ સંકટના સમયે ત્રણેય દેશોની પ્રાથમિકતાઓ એકસમાન રહેશે કે કેમ તે નિશ્ચિત નથી. આ ગઠબંધનની વાસ્તવિક તાકાત મુશ્કેલ સમયમાં એકબીજાની સાથે ઊભા રહેવાની ક્ષમતા પરથી જ નક્કી થશે.