બાળ જાતીય શોષણનો વર્ચ્યુઅલ વ્યાધિ વૈશ્વિક મહામારી બની રહ્યો છે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વર્ષ ૨૦૧૮થી ૨૦૨૦ સુધીમાં માત્ર બે વર્ષમાં અંદાજે એનસીએમઈસી સાઈબર ટિપ્સની સંખ્યા ૨ કરોડ જેટલી હતી. તેવી જ રીતે હાલમાં અંદાજે ૩.૬ કરોડ ફાઈલ્સ ફરી રહી છે. તે ફાઈલ પણ ઈન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને એઆઈ જનરેટેડ પોર્ટલ્સમાં ફરી રહી છે. આ ફાઈલોમાં સૌથી વધારે અસરગ્રસ્ત વયજૂથના બાળકો જોઈએ તો તેમની ઉંમર ૭ થી ૧૫ વર્ષના સગીરો છે. આ લોકોને પ્રાઈવેટ ગૂ્રપ્સ, ગેમિંગ અને ચેટ્સ તથા ક્લાઉડ સ્ટોરેજના નામે છેતરવામાં આવે છે ઃ સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીઓ, ખાસ કરીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ જાહેરમાં સુરક્ષા અને એઆઈ મોનિટરિંગના મોટા મોટા દાવા કરે છે, પરંતુ આંતરિક તપાસ અને વ્હિસલબ્લોઅર્સના ખુલાસા દર્શાવે છે કે આ કંપનીઓની પ્રાથમિકતા યુઝર સેફ્ટી નહીં પણ માત્ર યુઝર એન્ગેજમેન્ટ અને પ્રોફિટ રહી છે
આધુનિક યુગમાં માનવજાતે ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી છે. સ્માર્ટફોન, હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સેે વિશ્વને એક વૈશ્વિક ગામડામાં પરિવર્તિત કરી દીધું છે. સામાન્ય નાગરિકો માટે આ માધ્યમો સંચાર, મનોરંજન અને અભિવ્યક્તિનું સાધન બન્યા છે, પરંતુ આ જ ઝગારા મારતી આભાસી દુનિયાના પાછળના અંધારા ખૂણામાં એક અત્યંત ઘૃણાસ્પદ, ક્રૂર અને રાક્ષસી ઉદ્યોગ ધમધમી રહ્યો છે. નિર્દોષ બાળકોનું જાતીય શોષણ અને તેના ડિજિટલ રેકોર્ડિંગ્સનો વૈશ્વિક વેપાર, જેને ટેકનિકલી અને કાયદાની ભાષામાં ભજીછસ્ (ભરૈનગ જીીટેચન છમેજી સ્ચાીિૈચન - બાળ જાતીય શોષણ સામગ્રી) તરીકે ઓળખવામાં આવે છે. બાળકો સામેના આ ડિજિટલ ગુનાખોરીએ હવે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ માત્ર કોઈ એક દેશ, સંસ્કૃતિ કે વર્ગ પૂરતી સીમિત સમસ્યા નથી, પરંતુ ઇન્ટરનેટના તાર સાથે જોડાયેલા સમગ્ર માનવ સમાજ સામે ઊભું થયેલું સૌથી મોટો નૈતિક જોખમ છે.
વૈશ્વિક સ્તરે બાળ જાતીય શોષણ સામગ્રીના પ્રસારના આંકડા એટલા ભયાનક છે કે તે કોઈપણ વ્યક્તિને અસર કરી જાય તેમ છે. અમેરિકા સ્થિત વૈશ્વિક સ્તરે કાર્યરત સંસ્થા શભસ્ઈભ (શર્ચૌહચન ભીહાીિ ર્કિ સ્ૈજજૈહય ઃ ઈટૅર્નૈાીગ ભરૈનગિીહ) ના સત્તાવાર ડેટા અનુસાર આવી ઘટનાઓના વાર્ષિક રિપોર્ટિંગમાં વિસ્ફોટ થયેલો છે. દર વર્ષે વિશ્વભરમાંથી ૩ કરોડથી લઈને સાડા ત્રણ કરોડથી વધુ સાયબર ટિપ્સ રિપોર્ટ થાય છે. દૈનિક ધોરણે લાખો ફાઇલો અપલોડ અને ડાઉનલોડ થાય છે. આ અહેવાલો અંતર્ગત અબજોની સંખ્યામાં આપત્તિજનક તસવીરો અને વિડિયો ડિજિટલ સર્વર્સ પર ફરતા પકડાય છે.
ભારતની સ્થિતિ પણ આ બાબતે અત્યંત ચિંતાજનક અને ભયજનક કહી શકાય તેમ છે. ભારત જેવા વિશાળ વસ્તી અને સસ્તા ડેટા ધરાવતા દેશમાં સાયબર ક્રાઇમ પોર્ટલ પર નોંધાતી ફરિયાદોમાં ભજીછસ્ ની ટકાવારી ચિંતાજનક સ્તરે વધી રહી છે. ભારતમાં દર મહિને હજારો લિંક્સ અને પ્રોફાઇલ્સ વૈશ્વિક એજન્સીઓ દ્વારા સ્થાનિક પોલીસને તપાસ અર્થ મોકલવામાં આવે છે. આ ઉપરાંત ડાર્ક વેબ અને એન્ક્રિપ્ટેડ નેટવર્કનું એવું જાળું ફેલાયેલું છે કે, જાણકારો તેને પકડી શકતા નથી અને ક્યારેક પકડાય તો પણ કંઈ કરી શકતા નથી. પીઅર-ટુ-પીઅર (ઁ૨ઁ) નેટવર્ક્સ, ટેલિગ્રામ ચેનલ્સ અને ડાર્ક વેબ ફોરમ્સ પર આવા વીડિયોઝનું પેઇડ સબસ્ક્રિપ્શન મોડેલ ચાલે છે, જેમાં ક્રિપ્ટોકરન્સી દ્વારા અબજો ડોલરનો ગેરકાયદેસર વ્યવસાય થાય છે.
આ સમસ્યા અંગે જાહેર થયેલા ડેટામાં સામે આવ્યું છે કે, વર્ષ ૨૦૧૮થી ૨૦૨૦ સુધીમાં માત્ર બે વર્ષમાં અંદાજે એનસીએમઈસી સાઈબર ટિપ્સની સંખ્યા ૨ કરોડ જેટલી હતી. આ બધું જ ફેસબુક, ફેસબુક મેસેન્જર અને ફ્રી ડાઉલોડિંગ વેબસાઈટ્સ ઉપર ફરતું હતું. તેવી જ રીતે હાલમાં અંદાજે ૩.૬ કરોડ ફાઈલ્સ ફરી રહી છે. તે ફાઈલ પણ ઈન્સ્ટગ્રામ, ટેલિગ્રામ અને એઆઈ જનરેટેડ પોર્ટલ્સમાં ફરી રહી છે. આ ફાઈલોમાં સૌથી વધારે અસરગ્રસ્ત વયજૂથના બાળકો જોઈએ તો તેમની ઉંમર ૭ થી ૧૫ વર્ષના સગીરો છે. આ લોકોને પ્રાઈવેટ ગૂ્રપ્સ, ગેમિંગ અને ચેટ્સ તથા ક્લાઉડ સ્ટોરેજના નામે છેતરવામાં આવે છે. સૌથી ચિંતાજનક અને આંચકાજનક બાબત એ છે કે, સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીઓ, ખાસ કરીને મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ), જાહેરમાં સુરક્ષા અને એઆઈ મોનિટરિંગના મોટા મોટા દાવા કરે છે, પરંતુ આંતરિક તપાસ અને વ્હિસલબ્લોઅર્સના ખુલાસા દર્શાવે છે કે આ કંપનીઓની પ્રાથમિકતા યુઝર સેફ્ટી નહીં પણ માત્ર યુઝર એન્ગેજમેન્ટ અને પ્રોફિટ રહી છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના રેકમેન્ડેશન અલ્ગોરિધમ્સ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તે યુઝરના રસ અનુસાર કન્ટેન્ટ સજેસ્ટ કરે છે. ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વમાં બહાર આવ્યું છે કે બાળકોના ફોટા શોધતા શંકાસ્પદ પુખ્ત વયના એકાઉન્ટ્સને અલ્ગોરિધમ આપમેળે અન્ય સગીર બાળકોની પ્રોફાઇલ્સ અને શોષણયુક્ત હેશટેગ્સ તરફ દોરી જાય છે. આ ઉપરાંત કંપનીઓએ મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ ડીએમમાં 'પ્રાઇવસી'ના નામે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન લાગુ કર્યું છે. પ્રાઇવસી સામાન્ય નાગરિકો માટે જરૂરી છે, પરંતુ યોગ્ય સેફગાર્ડ વિના આ સુવિધા આવા વિકૃતો માટે સુરક્ષિત કવચ બની ગઈ છે, કારણ કે સાયબર એજન્સીઓ પણ આ ચેટ્સ પકડી શકતી નથી.
આ કંપનીઓ નફો વધારવાના ચક્કરમાં કંપનીઓએ હજારો કન્ટેન્ટ મોડરેટર્સનું કામ કરતા કર્મચારીઓની છટણી કરી છે અને બધું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર છોડી દીધું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હજુ પણ માઈન્યૂટ ગૂ્રમિંગ લેન્ગ્વેજ, સાંકેતિક કોડ્સ કે સંદર્ભને ઓળખવામાં વારંવાર નિષ્ફળ જાય છે. સૌથી મોટી ચિંતા તો એ છે કે, આ કંપનીઓ દ્વારા નફાખોરી માટે લોકોના જીવન સાથે ચેડાં કરવામાં આવે છે. જ્યારે પણ કંપની સમક્ષ સુરક્ષા ફીચર્સ ઉમેરવાનો પ્રસ્તાવ આવે છે (જેનાથી વપરાશકર્તાઓનો સ્ક્રીન-ટાઇમ ઘટી શકે), ત્યારે મેનેજમેન્ટ આવા સુધારા ટાળે છે અથવા તેને ધીમા પાડી દે છે જેથી તેમની જાહેરાતની આવક પર અસર ન પડે. ઉલ્લેખનીય છે કે, ભજીછસ્ એ માત્ર શારીરિક ગુનો નથી, પરંતુ બાળકના આત્મા અને મન પર થતો એવો ઘા છે જે ક્યારેય સંપૂર્ણપણે રૂઝાતો નથી. ઇન્ટરનેટ પર પોતાની તસવીરો કે વીડિયો ફરતા હોવાની જાણ થતાં જ બાળકની માનસિક સ્થિતિ અત્યંત કફોડી થઈ જાય છે. બાળકને લાગે છે કે તેની સમગ્ર ઓળખ હવે માત્ર એક વસ્તુ અથવા ઉપભોગની સામગ્રી બનીને રહી ગયું છે. તેનું આત્મગૌરવ એક જ ઝાટકે છીનવાઈ જાય છે. આ ઉપરાંત બાળકને સતત એવો ભ્રમ રહે છે કે શાળામાં, રસ્તા પર કે પરિવારમાં દરેક વ્યક્તિ તેના વિશે બધું જાણી ગઈ છે અને તેની મજાક ઉડાવી રહી છે. આ ભય તેને દિવસ-રાત ચેનથી જીવવા દેતો નથી.
તે ઉપરાંત બાળક ગંભીર પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરથી પણ પીડાવા લાગે છે. ફ્લેશબેક્સ, પેનિક એટેક, અચાનક ધબકારા વધી જવા, પરસેવો વળી જવો અને રાત્રે ભયાનક સપના આવવા વગેરે આવા પીડિત બાળકોની દિનચર્યા બની જાય છે. ઘણા કિસ્સામાં બાળકોની ઉંઘ જ ખરાબ થઈ જાય છે. જાણકારોના મતે સેલ્ફ-હાર્મ અને સુસાઇડલ ટેન્ડન્સી પણ વધવા લાગે છે. અસહ્ય અપરાધભાવ અને નિરાશાના કારણે બાળકો પોતાની જાતને ઈજા પહોંચાડવાનું શરૂ કરે છે. લાચાર બનીને ઘણા સગીરો ડિપ્રેશનમાં આવીને આત્મહત્યાનો માર્ગ પસંદ પણ કરી લેતા હોય છે. આ સિવાય મોટા થયા પછી પણ આવા પીડિતો કોઈની સાથે સામાન્ય સાંસારિક કે સામાજિક સંબંધ બાંધી શકતા નથી. તેમના મગજમાં પુખ્ત વયના લોકો અને સમાજ પ્રત્યેનો અવિશ્વાસ કાયમી ઘર કરી જાય છે.
આજના સમયમાં જનરેટિવ છૈં અને ડીપફેક ટૂલ્સ ઉપલબ્ધ થતાં આ સમસ્યાએ વધુ વિકરાળ સ્વરૂપ લીધું છે. સામાન્ય રીતે સ્કૂલ યુનિફોર્મ કે ફેમિલી વેકેશનના સામાન્ય ફોટા સોશિયલ મીડિયા પરથી ડાઉનલોડ કરીને છૈં ટૂલ્સ વડે તેને આપત્તિજનક નગ્ન તસવીરોમાં ફેરવી નાખવામાં આવે છે. તે ઉપરાંત આવી તસવીરો નવા ગુનાના રસ્તા ખોલી રહી છે જેમ કે, ઓનલાઇન સેક્સટોર્શન રેકેટ્સ. સાયબર અપરાધીઓ આવા છૈં જનરેટેડ નકલી ફોટા મોકલીને સગીરોને બ્લેકમેઇલ કરે છે અને તેમની પાસેથી વાસ્તવિક અંગત વીડિયોઝ કે પૈસા પડાવે છે.
આ ઉપરાંત છૈં દ્વારા બનાવેલી સામગ્રી એટલી વાસ્તવિક હોય છે કે હેશિંગ ડેટાબેઝ પણ તેને પકડવામાં થાપ ખાઈ જાય છે, જેના કારણે નિર્દોષ બાળકો માનસિક રીતે ભાંગી પડે છે.
આ રાક્ષસી પ્રવૃત્તિને અટકાવવા માટેનો નક્કર એક્શન પ્લાન જરૂરી
સમાજમાં વકરી રહેલી આ રાક્ષસી પ્રવૃત્તિ અને વિકરાળ સમસ્યા સામે માત્ર સુફિયાણી વાતોથી નહીં, પરંતુ આક્રમક અને નક્કર પગલાંઓથી જ લડી શકાશે. સૌથી પહેલાં તો ટેકનોલોજી કંપનીઓ પર કાનૂની સંકજો કસવો પડશે. જ્યાં સુધી ટેક કંપનીઓના સીઈઓ અને બોર્ડ મેમ્બર્સ સામે તેમના પ્લેટફોર્મ પર પ્રસારિત થતા ભજીછસ્ માટે સીધા ક્રિમિનલ કેસ નહીં નોંધાય, ત્યાં સુધી તેઓ સુધરશે નહીં.
આ ઉપરાંત ડિઝાઇન બાય ડિફોલ્ટ સેફ્ટી લાગુ કરવી જરૂરી છે. તેમાં ૧૮ વર્ષથી નાની વયના તમામ એકાઉન્ટ્સને ડિફોલ્ટ રૂપે પ્રાઇવેટ કરવા, અજાણ્યા લોકોના મેસેજિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો અને સ્ક્રીનશોટ બ્લોકિંગ જેવા ફીચર્સ ફરજિયાત બનાવવા. તેવી જ રીતે દરેક સોશિયલ નેટવર્ક છૈં જનરેટેડ કન્ટેન્ટ અને ગેરકાયદે સામગ્રીને સર્વર પર અપલોડ થતાં પહેલાં જ રોકવા માટે અદ્યતન 'ક્લાયન્ટ-સાઇડ સ્કૅનિંગ' લાગુ કરવું પડશે. આ ઉપરાંત ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા પોક્સો (ઁર્ંભર્જીં) અને આઇટી એક્ટ હેઠળ નોંધાતા ડિજિટલ શોષણના કેસોનો નિકાલ ૬ મહિનાની અંદર થવો જોઈએ અને ગુનેગારોને આજીવન કેદ જેવી આકરી સજા થવી જોઈએ. તે ઉપરાંત ઇન્ટરપોલ, સીબીઆઈ અને વૈશ્વિક એજન્સીઓ વચ્ચે ડેટા શેરિંગ એટલું ઝડપી હોવું જોઈએ કે સરહદો પાર બેઠેલા સાયબર ગુનેગારોને ૨૪ કલાકમાં પકડી શકાય.
આ મુદ્દે વાલીઓની ભૂમિકા, સતર્કતા અને ખુલ્લો સંવાદ અત્યંત જરૂરી છે.
બાળકોને અમુક ચોક્કસ વય પહેલાં વ્યક્તિગત સ્માર્ટફોન ન આપવો. ઘરમાં કોમ્પ્યુટર કે ટેબ્લેટનો ઉપયોગ સામાન્ય લિવિંગ એરિયામાં જ થવો જોઈએ. બાળકને ભરોસો આપો કે જો કોઈ ઓનલાઇન તેને ધમકાવે કે અયોગ્ય વાત કરે, તો તે કોઈ પણ ડર વગર માતાપિતાને કહી શકે છે.
બાળકની ભૂલ કાઢવાને બદલે તેનો ઢાલ બનીને ઊભા રહો. તે સિવાય ફિલ્ટરિંગ સોફ્ટવેર અને ડીએનએસ બ્લોકર્સનો ઉપયોગ કરીને અશ્લીલ અને અસુરક્ષિત સાઇટ્સને હોમ નેટવર્ક પર જ બ્લોક કરો. બાળકોને સાયબર હાઇજીન, ઓનલાઇન ફ્રોડ, ગૂ્રમિંગના સંકેતો અને પ્રાઇવસી સેટિંગ્સ વિશે ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ.









