એક દાયકામાં મધ્યમવર્ગની સંખ્યા સાત ગણી વધી પણ પગાર નહીવત્
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ૨૦૧૩થી 2023 સુધીમાં ભારતમાં ફુગાવો વધ્યો છે, અર્થતંત્ર ફૂલેફાલે છે પણ તેના પાયામાં રહેલો સામાન્ય માણસ પાયમાલ થયો છે
- ૨૦૧૩માં મધ્યમ વર્ગમાં આવતા કરદાતાઓની સંખ્યા ૧.૫ કરોડની આસપાસ હતી તે ૨૦૨૩માં વધીને ૮ કરોડ પહોંચી ગઈ છે. તેમની વસતીમાં સાત ગણો વધારો નોંધાયો છે. બીજી તરફ આ લોકોના સરેરાશ વાર્ષિક પગારમાં એક દાયકામાં માત્ર ૬ ટકાનો જ વધારો નોંધાયો છે : આ લોકોના પગાર વધવાની સાથે દેશની વાસ્તવિક સ્થિતિ જોઈએ તો તે તદ્દન જુદી છે. આ એક દાયકામાં ફુગાવો અને મોંઘવારીનો દર ૭૦ ટકા જેટલો વધ્યો છે અને આ તીવ્ર વધારો નોંધાયા છતાં આ વર્ગના લોકોના પગારમાં જોઈએ તેવો વધારો થયો નથી : જાણકારોના મતે આર્થિક ક્ષેત્રે એક મહત્વની વિભાવના છે, નોમિનલ ઇનકમ વિરુદ્ધ રિયલ ઇનકમ. જો તમારો પગાર ૧૦ વર્ષમાં ૬% વધ્યો હોય, પરંતુ આ જ ૧૦ વર્ષમાં મોંઘવારી ૬૦% વધી હોય, તો વાસ્તવિક રીતે તમારી આવક વધી નથી, પરંતુ ઘટી છે
ભારતીય અર્થતંત્ર દુનિયામાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં સ્થાન પામી રહ્યું છે. અબજોપતિઓની સંખ્યા વધી રહી છે, શેરબજાર નવા શિખરો સર કરી રહ્યું છે અને જીડીપીનો ગ્રોથ રેટ દુનિયાના અન્ય દેશો માટે ઈર્ષ્યાનો વિષય બન્યો છે. પરંતુ આ ચમકતી તસવીરની પાછળ એક એવો મોટો વર્ગ છુપાયેલો છે જે દેશની આર્થિક ધરી ગણાય છે અને તે છે, ભારતનો મધ્યમવર્ગ. આ વર્ગની તાજેતરની જે સ્થિતિ સામે આવી છે તે ખરેખર ચિંતાજનક છે. ભારતના અર્થતંત્રનું ગ્રોથ એન્જિન ગણાતા માનવ સંસાધનમાં જેમનો સમાવેશ થાય છે તેવા લોકોની દયનીય સ્થિતિ સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં મોટાભાગે આઈટી રિટર્ન ફાઈલિંગનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ આંકડાઓ જ દેશના આ મહત્ત્વના વર્ગની સાચી સ્થિતિ વ્યક્ત કરે છે.
છેલ્લા એક દાયકામાં (૨૦૧૩ થી ૨૦૨૩) ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરનારા લોકોના અહેવાલો અને વિવિધ આર્થિક અહેવાલોના આધારે બહાર આવેલા આંકડા દેશ માટે ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. આ આંકડાઓના આધારે ખ્યાલ આવે છે કે, દેશમાં મધ્યમવર્ગની સંખ્યામાં સાત ગણો તોતિંગ વધારો થયો છે, પરંતુ આ જ ગાળામાં તેમના સરેરાશ પગાર અને વાસ્તવિક આવકમાં થયેલો વધારો માત્ર ૬ ટકા જેટલો જ રહ્યો છે. એક દાયકમાં આ વર્ગના લોકોની આવકમાં નહીવત્ વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩ થી ૨૦૨૩ દરમિયાન ભારતીય મધ્યમવર્ગના માળખામાં મોટું પરિવર્તન આવ્યું છે. આ કેટેગરીમાં આવતા લોકોની સોશિયલ ઈકોનોમિક સ્ટેટસમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ વર્ગના ટેક્સ ડેટા અને આર્થિક સમીક્ષાઓ કંઈક જુદુ જ ચિત્ર રજૂ કરે છે. તેમાં જણાવાયું છે કે, આ એક દાયકામાં કરદાતાઓની સંખ્યામાં સાત ગણો વધારો થયો છે.
૨૦૧૩માં જે આવકજૂથને મધ્યમવર્ગ તરીકે ગણવામાં આવતો હતો, તે જૂથમાં કરદાતાઓ અને આવક જાહેર કરનારાઓની સંખ્યામાં સાત ગણો વધારો નોંધાયો છે. વધુ ને વધુ લોકો અસંગઠિત ક્ષેત્રમાંથી બહાર આવીને ટેક્સ નેટ હેઠળ આવ્યા છે. એક રીતે જોઈએ તો લોકોની સરેરાશ આવકમાં વધારો થયો હશે અથવા તો તેઓ ટેક્સેબલ ઈન્કમના સ્તર સુધી પહોંચી ગયા છે તેવું જાણીને આનંદ થઈ શકે છે પણ વાસ્તવિકતા તેનાથી ઘણી જુદી છે.
આ વર્ગના લોકોના પગારમાં સામાન્ય વધારો થયો છે. ૧૦ વર્ષના લાંબા ગાળામાં મધ્યમવર્ગીય નોકરિયાતોના સરેરાશ પગારમાં વિવિધ તબક્કે કુલ મળીને માત્ર ૬ ટકા જેટલો જ સુધારો થયો છે. તેમાંય જે વિશેષ જૂથમાં આવતા લોકો છે તેમનો પગાર વધારો તો ચર્ચા કરાય તેવો પણ નથી વધ્યો. જાણકારોના મતે ચોક્કસ મધ્યમ-આવક ધરાવતા જૂથોમાં તો આ સરેરાશ આવક વધારો દાયકા દરમિયાન માત્ર ૧ ટકા જેટલો જ નોંધાયો છે, જે વ્યવહારિક રીતે શૂન્ય સમાન ગણાય. આ વર્ગના લોકો સાથે ભયાનક અન્યાય થયો છે તે જોઈ શકાય છે. છેલ્લા એક દાયકાનું ચિત્ર જોઈએ તો ૨૦૧૩માં મધ્યમવર્ગમાં આવતા કરદાતાઓની સંખ્યા ૧.૫ કરોડની આસપાસ હતી તે ૨૦૨૩માં વધીને ૮ કરોડ પહોંચી ગઈ છે. તેમની વસતીમાં સાત ગણો વધારો નોંધાયો છે. બીજી તરફ આ લોકોના સરેરાશ વાર્ષિક પગારમાં એક દાયકામાં માત્ર ૬ ટકાનો જ વધારો નોંધાયો છે.
આ લોકોના પગાર વધવાની સાથે દેશની વાસ્તવિક સ્થિતિ જોઈએ તો તે તદ્દન જુદી છે. આ એક દાયકામાં ફુગાવો અને મોંઘવારીનો દર ૭૦ ટકા જેટલો વધ્યો છે અને આ તીવ્ર વધારો નોંધાયા છતાં આ વર્ગના લોકોના પગારમાં જોઈએ તેવો વધારો થયો નથી.
મહત્ત્વની વાત એ છે કે, આ પરિસ્થિતિ સમજવા માટે આપણે એ જોવું પડે કે 'મિડલ ક્લાસ' નો વિસ્તાર કેવી રીતે થયો અને તેમ છતાં લોકોના ખિસ્સા કેમ ખાલી જ રહ્યા. આ વિરોધાભાસ પાછળ કેટલાક મોટા આર્થિક અને સામાજિક પરિબળો જવાબદાર છે. છેલ્લા દાયકામાં નોટબંધી, ય્જી્ નો અમલ અને ડિજિટલાઈઝેશનને કારણે ઘણા અસંગઠિત ક્ષેત્રો સંગઠિત બન્યા.
જે લોકો પહેલા રોકડમાં વ્યવહાર કરતા હતા અથવા ટેક્સ બ્રેકેટથી બહાર હતા, તેઓ સિસ્ટમમાં જોડાયા. આનાથી ટેક્સ રિટર્ન ભરનારા મધ્યમવર્ગની સંખ્યા કાગળ પર સાત ગણી વધી ગઈ, પરંતુ તેનો અર્થ એ નથી થયો કે લોકોની ખરીદશક્તિ કે પગારમાં મોટો ઉછાળો આવ્યો છે.
જોબ માર્કેટમાં અસંતુલન અને 'સપ્લાય વધારે, ડીમાન્ડ ઓછી'ની સ્થિતિ સર્જાઈ છે. ભારતમાં દર વર્ષે લાખો યુવાનો ડિગ્રીઓ લઈને જોબ માર્કેટમાં પ્રવેશે છે. લેબર માર્કેટમાં વર્કફોર્સનો પુરવઠો ખૂબ વધારે છે, જ્યારે તેની સામે ઉચ્ચ ગુણવત્તાવાળી અને સારો પગાર આપતી નોકરીઓની માંગ સીમિત છે. આ અસંતુલનને કારણે કંપનીઓને ખૂબ ઓછા પગારે માનવબળ મળી રહે છે, જેથી વેતન વધારો અટકી ગયો છે. આ ઉપરાંત ૨૦૧૩ થી ૨૦૨૩ દરમિયાન કાયમી અને પેન્શનવાળી નોકરીઓનું પ્રમાણ ઘટયું છે. તેની જગ્યાએ 'ગિગ ઈકોનોમી' અને કોન્ટ્રાક્ટ પર આધારિત નોકરીઓ વધી છે. સૌથી મોટી કરુણતા એ વાતની છે કે, આ ક્ષેત્રોમાં વ્યક્તિ મધ્યમવર્ગની આવકની શ્રેણીમાં તો આવી જાય છે, પરંતુ વર્ષો-વર્ષ તેમના પગારમાં મોટો વધારો થતો નથી. જાણકારોના મતે આર્થિક ક્ષેત્રે એક મહત્વની વિભાવના છે, નોમિનલ ઇનકમ વિરુદ્ધ રિયલ ઇનકમ. જો તમારો પગાર ૧૦ વર્ષમાં ૬% વધ્યો હોય, પરંતુ આ જ ૧૦ વર્ષમાં મોંઘવારી ૬૦% વધી હોય, તો વાસ્તવિક રીતે તમારી આવક વધી નથી, પરંતુ ઘટી છે. આ ખૂબ જ મોટી બાબત છે. છેલ્લાં એક દાયકાની સ્થિતિ જણાવા છે કે, મધ્યમવર્ગની સંખ્યામાં વધારો થયો પણ તેમની આવકમાં જે વધારો થયો છે તે હકિકતે તો ઘટાડા સમાન છે. દાખલા તરીકે, ૨૦૧૩માં જે ઘર ચલાવવા માટે રૂ. ૩૦,૦૦૦ વપરાતા હતા, તે જ જીવનશૈલી જાળવવા ૨૦૨૩માં રૂ. ૫૫,૦૦૦ થી રૂ. ૬૦,૦૦૦ની જરૂર પડે છે. જો સામે પગાર રૂ. ૩૦,૦૦૦ થી વધીને માત્ર રૂ. ૩૧,૮૦૦ થયો હોય, તો તે પરિવાર આર્થિક રીતે પાછળ ધકેલાય છે.
મધ્યમવર્ગની આવકમાં વધારો તો થતા થયો કે થશે પણ તેના ખર્ચમાં જેટ મોટો વધારો થયો છે તેણે આ વર્ગની કેડ ભાંગી નાખી છે.
આ વર્ગ માટે શિક્ષણ અને આરોગ્યનો ખર્ચ સૌથી મોટો હોય છે. છેલ્લાં એક દાયકામાં ખાનગી શાળાઓ અને કોલેજોની ફી તથા હોસ્પિટલોના બિલમાં ૧૫૦% થી ૨૦૦% સુધીનો વધારો થયો છે. તેની સામે આવક નહીવત વધી છે. તે ઉપરાંત શહેરોમાં મકાન ખરીદવું હવે મધ્યમવર્ગ માટે સ્વપ્ન સમાન બની ગયું છે.
ભાડાંમાં સતત વધારો થયો છે. આ વધારો પણ લોકોની સ્થિતિ વધારે કફોડી કરી રહ્યો છે. આ સિવાય પેટ્રોલ, ડીઝલ, દૈનિક વપરાશની વસ્તુઓ, ખાદ્ય સામગ્રીઓ તમામના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. દરેકમાં સતત વધારો થયા છે. તેમાં મધ્યમવર્ગ પિસાતો જાય છે.
આર્થિક નિષ્ણાતોના મતે સીબીડીટી અને આઈટીઆરના સ્લેબમાં ચોંકાવનારા વલણો જોવા મળ્યા છે. રૂપિયા ૩ લાખ થી ૧૦ લાખની આવક ધરાવતા જૂથમાં સૌથી વધુ લોકો ઉમેરાયા છે. ગામડાઓ અને નાના શહેરોમાંથી આવતા લોકો હવે આ સ્લેબમાં આવ્યા છે, જે મધ્યમવર્ગના વિસ્તારનું મુખ્ય કારણ છે. બીજી તરફ ઉચ્ચ આવક ધરાવતા ૧% થી ૨% લોકોની આવકમાં તીવ્ર વધારો થયો છે પરંતુ મધ્યમ અને નિમ્ન-મધ્યમવર્ગના પગાર સ્થિર રહ્યા છે. આ ઉપરાંત ભલે ટેક્સની મર્યાદાઓમાં સુધારા કરાયા હોય, પરંતુ મોંઘવારીના દર સામે પગાર વધારો ન હોવાને કારણે મધ્યમવર્ગ પરનો જીએસટીનો બોજ પણ વધ્યો છે.
લોકોની બચતમાં ઘટાડો થયો અને દેવામાં સતત વધારો થતો ગયો
સૌથી ચિંતાજનક બાબત એવી છે કે, દાયકા દરમિયાન પગાર ન વધવાને કારણે ભારતીય સમાજ અને અર્થતંત્ર પર મોટી અને ઊંડી અસરો પડી છે. ભારતીય મધ્યમવર્ગ હંમેશા તેની નાણાકીય બચત માટે જાણીતો હતો. પરંતુ આવક સ્થિર રહેતા અને ખર્ચ વધતા, ભારતીય પરિવારોની સરેરાશ બચત છેલ્લાં પચાસ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. આ ઉપરાંત આવક ઓછી હોવા છતાં જીવનશૈલી જાળવવા અથવા અચાનક આવી પડતા ખર્ચાઓ માટે મધ્યમવર્ગ ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન જેવી યોજનાઓ તરફ વળ્યો છે. મધ્યમવર્ગ પર વ્યક્તિગત દેવાનો બોજ ચિંતાજનક રીતે વધ્યો છે. સૌથી મોટું પાસું એ છે કે, ભારતની ઈકોનોમી કે શેપમાં વધી છે. કોરોના રોગચાળા પછી આ સ્થિતિ વધુ આકરી બની છે. અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે ભારતનો વિકાસ 'ણ' આકારનો છે-જેમાં અમીરો વધુ અમીર બની રહ્યા છે અને મધ્યમવર્ગ તથા ગરીબ વર્ગ નીચે તરફ ધકેલાઈ રહ્યો છે. મધ્યમવર્ગ એ દેશના અર્થતંત્રનું એન્જિન છે. જો એન્જિનમાં જ બળતણ (ખરીદશક્તિ) નહીં હોય, તો દેશનો સર્વાંગી વિકાસ અટકી શકે છે. આ પરિસ્થિતિમાં સુધારો કરવા માટે કેટલાક પગલાં અનિવાર્ય છે. વર્તમાન સમયમાં માત્ર નોકરીઓ આપવી પૂરતી નથી, પરંતુ 'વેલ્યુ-એડેડ' અને સારા વેતન આપતા મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં તકો ઊભી કરવી પડશે. તે ઉપરાંત ઝડપથી બદલાતી ટેકનોલોજી અને આ છૈંના જમાનામાં કર્મચારીઓને નવી સ્કિલ્સ શીખવવી પડશે જેથી તેઓ ઉચ્ચ પગારવાળી નોકરીઓ મેળવી શકે. આ ઉપરાંત મધ્યમવર્ગ અને ગરીબ વર્ગને જીએસટીમાં કેટલીક રાહત આપવી જેથી તેમનું ભારણ ઘટે અને બચત થઈ શકે. આ સિવાય જાહેર શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થાઓ વધારે મજબૂત અને સુવિધાસભર કરવામાં આવે તો મધ્યમવર્ગ સચવાઈ જાય તેમ છે.




