News Focus
વર્ષ 2100 સુધીમાં પૃથ્વીનો 40% હિસ્સો રણ બની જશે!
By GS Team
13 Sep 20266 mins read
ચાઇનીઝ એકેડેમી ઓફ ફોરેસ્ટ્રીના વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ, વર્ષ 2100 સુધીમાં પૃથ્વીની 40%થી વધુ જમીન રણમાં ફેરવાઈ જશે. 'એન્વાયર્નમેન્ટલ રિસર્ચ લેટર્સ'માં પ્રકાશિત આ અહેવાલમાં જણાવાયું છે કે, ગ્લોબલ વોર્મિંગને કારણે જળચક્રનું અસંતુલન વધ્યું છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ જેવા દેશોમાં રણનો વિસ્તાર વધશે, જે વૈશ્વિક અન્ન અને જળસંકટ સર્જશે. તાત્કાલિક નક્કર પગલાં લેવા અનિવાર્ય છે.
Summarized by AI; it may make mistakes. Check important info
ચાઇનીઝ એકેડેમી ઓફ ફોરેસ્ટ્રીના વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ, વર્ષ 2100 સુધીમાં પૃથ્વીની 40%થી વધુ જમીન રણમાં ફેરવાઈ જશે. 'એન્વાયર્નમેન્ટલ રિસર્ચ લેટર્સ'માં પ્રકાશિત આ અહેવાલમાં જણાવાયું છે કે, ગ્લોબલ વોર્મિંગને કારણે જળચક્રનું અસંતુલન વધ્યું છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ જેવા દેશોમાં રણનો વિસ્તાર વધશે, જે વૈશ્વિક અન્ન અને જળસંકટ સર્જશે. તાત્કાલિક નક્કર પગલાં લેવા અનિવાર્ય છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- જળચક્રનું અસંતુલન વ્યાપક રીતે વધી ગયું છે. વધતી ગરમી જમીનની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ઘટાડે છે, જેનાથી ફળદ્રુપ જમીન શુષ્ક ધૂળમાં ફેરવાય છે. જ્યારે સૂકા વિસ્તારો ભેજવાળા પ્રદેશો તરફ વિસ્તરે છે, ત્યારે વનસ્પતિનો નાશ થાય છે અને રણનો વિસ્તાર વધે છે. તેના કારણે ઇકોસિસ્ટમ પર દબાણ વધી રહ્યું છે : સંશોધકોએ ૧૯૯૪ થી ૨૦૨૩ના બેઝલાઇન ડેટાના આધારે સ્પષ્ટ કર્યું છે કે એન્ટાર્કટિકા જેવા બરફાચ્છાદિત મહાદ્વીપને બાદ કરતાં, પૃથ્વીની લગભગ ૩૮.૫૮% જમીન પહેલેથી જ ડ્રાયલેન્ડ્સની શ્રેણીમાં આવે છે. વૈજ્ઞાાનિકોએ આ શુષ્ક પ્રદેશોને તેમની તીવ્રતાના આધારે ચાર મુખ્ય કેટેગરીમાં વિભાજિત કર્યા છે જેમાં અર્ધ-શુષ્ક, શુષ્ક પ્રદેશ, અલ્પ-ભેજવાળા, અતિ-શુષ્ક રણ પ્રદેશનો સમાવેશ થાય છે ઃ ખાસ વાત એ છે કે, પૃથ્વી આપણને હજુ પણ સંકેતો અને તક આપી રહી છે. જો વર્ષ ૨૧૦૦ સુધીમાં ૪૦ ટકા ધરતીને ધગધગતા રણમાં ફેરવાતી અટકાવવી હોય, તો વૈશ્વિક સમુદાયે વચનો અને શિખર સંમેલનોથી આગળ વધીને ધરતીના ધબકારા બચાવવા માટે નક્કર પગલા ભરવા જ પડશે
- આપણી પૃથ્વીનું તાપમાન અભૂતપૂર્વ ગતિએ વધી રહ્યું છે અને વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જનું પરિણામ અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વધતા વૈશ્વિક તાપમાનના કારણે દુનિયાભરના લીલાછમ વિસ્તારો સૂકાઈ રહ્યા છે અને રણવિસ્તારો તેમની સીમાઓ વટાવી આગળ વધી રહ્યા છે. પ્રતિષ્ઠિત સાયન્ટિફિક જર્નલ 'એન્વાયર્નમેન્ટલ રિસર્ચ લેટર્સ' માં પ્રકાશિત થયેલા એક તાજેતરના અહેવાલે વૈશ્વિક સ્તરે ચેતવણીની ઘંટડી વગાડી દીધી છે.
હકિકતે ચાઇનીઝ એકેડેમી ઓફ ફોરેસ્ટ્રીના વૈજ્ઞાાનિકો દ્વારા કરવામાં આવેલા ઊંડાણપૂર્વકના વિશ્લેષણ અનુસાર, ૨૧મી સદીના અંત સુધીમાં (વર્ષ ૨૧૦૦ સુધીમાં) પૃથ્વીની જમીનનો ૪૦ ટકાથી વધુ હિસ્સો ડ્રાયલેન્ડ્સ એટલે કે અત્યંત સૂકો અથવા રણ જેવા વિસ્તારોમાં ફેરવાઈ જશે. આ પરિવર્તન માત્ર જમીનનો પ્રકાર નહીં બદલે, પરંતુ કરોડો મનુષ્યો, પ્રાણીઓ, જળ સંસાધનો અને સમગ્ર ઇકોસિસ્ટમ માટે વિનાશકારી સાબિત થશે. પર્યાવરણીય પરિભાષામાં ડ્રાયલેન્ડ્સ એવા વિસ્તારોને કહેવામાં આવે છે જ્યાં જળસંચય અને વરસાદનું પ્રમાણ અત્યંત નહિવત હોય છે, જ્યારે તેની સામે બાષ્પીભવનનો દર ખૂબ ઊંચો હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો, જેટલું પાણી આકાશમાંથી જમીન પર પડે છે તેના કરતાં ઘણું વધારે પાણી ગરમીના લીધે વરાળ બનીને ઊડી જાય છે.
આ દિશામાં તપાસ અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. વૈજ્ઞાાનિકોની ટીમે ૧૯૬૦થી લઈને ૨૦૨૩ સુધીના ઐતિહાસિક હવામાન ડેટા અને આધુનિક ક્લાઇમેટ પ્રોજેક્શન મોડેલ્સનો ઉપયોગ કરીને આ વલણ તપાસ્યું છે. તેમના તારણો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે, જળચક્રનું અસંતુલન વ્યાપક રીતે વધી ગયું છે. વધતી ગરમી જમીનની ભેજ સંગ્રહવાની ક્ષમતા ઘટાડે છે, જેનાથી ફળદ્રુપ જમીન શુષ્ક ધૂળમાં ફેરવાય છે. જ્યારે સૂકા વિસ્તારો ભેજવાળા પ્રદેશો તરફ વિસ્તરે છે, ત્યારે વનસ્પતિનો નાશ થાય છે અને રણનો વિસ્તાર વધે છે. તેના કારણે ઇકોસિસ્ટમ પર દબાણ વધી રહ્યું છે. આ ઉપરાંત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સામે પડકાર ઊભા થવાના છે.
સંશોધકોએ ૧૯૯૪ થી ૨૦૨૩ના બેઝલાઇન ડેટાના આધારે સ્પષ્ટ કર્યું છે કે એન્ટાર્કટિકા જેવા બરફાચ્છાદિત મહાદ્વીપને બાદ કરતાં, પૃથ્વીની લગભગ ૩૮.૫૮% જમીન પહેલેથી જ ડ્રાયલેન્ડ્સની શ્રેણીમાં આવે છે. વૈજ્ઞાાનિકોએ આ શુષ્ક પ્રદેશોને તેમની તીવ્રતાના આધારે ચાર મુખ્ય કેટેગરીમાં વિભાજિત કર્યા છે જેમાં અર્ધ-શુષ્ક, શુષ્ક પ્રદેશ, અલ્પ-ભેજવાળા, અતિ-શુષ્ક રણ પ્રદેશનો સમાવેશ થાય છે. આ ચારેય પ્રદેશોનું વિભાજન જોઈએ તો અંદાજે ૩૮ ટકાથી વધારે જાય છે. આ આંકડો દર્શાવે છે કે વિશ્વનો એક મોટો હિસ્સો પહેલેથી જ પાણીની અછત સામે ઝઝૂમી રહ્યો છે. જો આ ટકાવારીમાં સહેજ પણ વધારો થશે, તો તે કરોડો લોકોના સ્થળાંતરનું કારણ બનશે. આ સંશોધનમાં સૌથી ચોંકાવનારો ખુલાસો કાર્બન ડાયોક્સાઇડની ભૂમિકા અંગે થયો છે.
સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઈડને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જનો મુખ્ય ગુનેગાર માનવામાં આવે છે. પરંતુ આ જ વાયુ પૃથ્વીને સંપૂર્ણપણે રણ બનવાથી આંશિક રાહત પણ આપી રહ્યો છે. આ પ્રક્રિયા પાછળનું વનસ્પતિ વિજ્ઞાાન સમજવા જેવું છે. વનસ્પતિના પાંદડાઓની સપાટી પર અસંખ્ય અત્યંત સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે, જેને વિજ્ઞાાનની ભાષામાં 'સ્ટોમેટા' કહેવામાં આવે છે. છોડ આ છિદ્રો દ્વારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા કરે છે. જ્યારે વાતાવરણમાં કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ પુષ્કળ હોય છે, ત્યારે છોડને પૂરતો કાર્બન મેળવવા માટે સ્ટોમેટા પૂરેપૂરા ખોલવાની જરૂર પડતી નથી તે આંશિક રીતે જ ખુલે છે. જાણકારોના મતે જૂના પર્યાવરણીય સંશોધનોમાં વનસ્પતિના આ શારીરિક ગુણધર્મને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. તેથી અગાઉના અહેવાલોમાં એવી આગાહી કરવામાં આવી હતી કે વર્ષ ૨૧૦૦ સુધીમાં ધરતીનો ૫૬% હિસ્સો સુકાઈને રણ બની જશે. જોકે, ચાઇનીઝ એકેડેમી ઓફ ફોરેસ્ટ્રીના નવા ડેટામાં સ્ટોમેટાની આ અસરની ગણતરી ઉમેરવામાં આવતાં સુધારેલો અંદાજ ૪૦%ની આસપાસ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નવો અભ્યાસ આંકડામાં ઘટાડો દર્શાવે છે પરંતુ આ કોઈ ખુશ થવા જેવી બાબત નથી. હકિકતે કાર્બન ડાયોક્સાઈડનો આ બચાવ માત્ર એક કામચલાઉ સંરક્ષણ જેવો છે.
મતે વર્ષ ૨૦૭૧થી ૨૧૦૦ દરમિયાન વૈશ્વિક ડ્રાયલેન્ડ્સનું કવરેજ વધીને ૪૦.૨૮% સુધી પહોંચી જશે. આ વધારો મુખ્યત્વે માનવસજત ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન પર નિર્ભર રહેશે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે સૌથી મોટો વધારો હાઇપર-એરિડ એટલે કે અતિ-શુષ્ક રણ ઝોનમાં જોવા મળશે જેનું હાલનું પ્રમાણ માત્ર ૬.૨૭ ટકા જ છે. તેમના મતે અલ્જીરિયા જેટલું નવું રણ સર્જાશે. પૃથ્વી પર નવું સર્જાનારું રણ એટલંઆ વિશાળ હશે જે આફ્રિકાના અલ્જીરિયા દેશના કુલ કદ જેટલું અથવા ઓસ્ટ્રેલિયાના કુલ જમીન વિસ્તારના ૩૦ ટકા જેટલું હશે.
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા પર સૌથી મોટો આઘાત લાગે તેમ છે. ઓસ્ટ્રેલિયા પહેલેથી જ વિશ્વનો સૌથી સૂકો મહાદ્વીપ ગણાય છે. ક્લાઇમેટ ચેન્જના આ નવા આઘાત હેઠળ ઓસ્ટ્રેલિયાના નિવસનતંત્રમાં પ્રચંડ ફેરફારો આવશે અને તેના મોટાભાગના ઘાસના મેદાનો કાયમી રણમાં પરિવર્તિત થઈ જશે તેવું હાલના ધોરણે અભ્યાસના તારણોમાં દેખાઈ રહ્યું છે. આ સિવાય અત્યંત સમૃદ્ધ જૈવવિવિધતા ધરાવતું બ્રાઝિલ ભયાનક દુષ્કાળનો સામનો કરશે. એમેઝોનના વર્ષાવનોનો ભેજ ઘટી રહ્યો છે અને તે ધીમે ધીમે શુષ્ક સવાના કે રણમાં ફેરવાઈ શકે છે. આફ્રિકાના સબ-સહારા વિસ્તારોમાં તાપમાનનો પારો અસહ્ય બનશે, જેનાથી કરોડો લોકો માટે અન્ન અને જળસંકટ સર્જાશે. - રણના અભૂતપૂર્વ વિસ્તરણથી વૈશ્વિક સ્તરે ગંભીર પરિણામો આવશે
જાણકારોના મતે રણના આવા અભૂતપૂર્વ વિસ્તરણથી વૈશ્વિક સ્તરે ભયાનક પરિસ્થિતિનું સર્જન થશે. જમીન સૂકી થતાં ભૂગર્ભજળના સ્તર તળિયે જશે. પાણી માટે દેશો અને રાજ્યો વચ્ચે સંઘર્ષો વધશે. ખેતી અશક્ય બનવાથી કરોડો લોકો શહેરો તરફ કે અન્ય દેશો તરફ હિજરત કરવા મજબૂર બનશે.
આ સિવાય સેમી-એરિડ વિસ્તારો જ્યાં આજે ઘઉં, બાજરી, કઠોળ જેવા પાકો થાય છે, તે જમીન બિનઉપજાઉ બનશે. વિશ્વની વસ્તી વધી રહી છે ત્યારે અનાજનું ઉત્પાદન ઘટવું એ વ્યાપક ભૂખમરા તરફ દોરી જશે. અનેક દેશોમાં રોટી રમખાણો પણ જોવા મળશે. તે ઉપરાંત જૈવવિવિધતાનો સામૂહિક વિનાશ થશે. વનસ્પતિ નષ્ટ થતાં તેના પર નિર્ભર પશુ-પંખીઓ અને કીટકો કાયમ માટે લુપ્ત થઈ જશે, જેનાથી કુદરતી ફૂડસાઈકલ તૂટી પડશે. આ સિવાય હીટવેવ્સનું પ્રમાણ અને અસર અતિશય વધી જશે.
રણવિસ્તાર વધવાથી પૃથ્વીની સપાટી વધુ ગરમ થશે, જેના પરિણામે મહાનગરોમાં અસહ્ય હીટવેવ્સ અને હજારો કિલોમીટર સુધી ફેલાતી રેતીની આંધળીઓનું પ્રમાણ વધશે. સંશોધકો માને છે કે, આ રિપોર્ટ માત્ર એક આગાહી નથી, પરંતુ પૃથ્વી તરફથી મળેલી કદાચ અંતિમ અને ગંભીર ચેતવણી છે. જો માનવજાતે પોતાની ભાવિ પેઢીઓને આ ભયાનક રણમાં હોમાતી બચાવવી હોય, તો વૈશ્વિક સ્તરે તાત્કાલિક અને કડક પગલાં ભરવા પડશે. આ દિશામાં પગલાં ભરતા તાકીદે કોલસો, પેટ્રોલ અને ડીઝલ જેવા અશ્મિભૂત ઇંધણનો વપરાશ તાત્કાલિક ઘટાડીને સૌર, પવન અને હાઇડ્રોજન જેવી રિન્યુએબલ એનર્જી તરફ ૧૦૦% વળવું પડશે. તે સિવાય આફ્રિકાની ગ્રેટ ગ્રીન વોલની જેમ રણની સીમાઓ પર મોટા પાયે સ્થાનિક જાતોના વૃક્ષો વાવીને કુદરતી બફર ઝોન તૈયાર કરવા જોઈએ, જેથી રણ આગળ ન વધે.
આ સિવાય પરંપરાગત સિંચાઈ પદ્ધતિઓને બદલે ટપક અને ફુવારા પદ્ધતિ ફરજિયાત બનાવવી પડશે. વરસાદી પાણીના સંગ્રહને દરેક સ્તરે કાયદાકીય રૂપ આપી ફરજિયાત કરવું જરૂરી છે. સૌથી વધારે સોઈલ રીજનરેશનની દિશામાં કામ કરવું પડશે.
જમીનમાં કાર્બનિક તત્વો જળવાઈ રહે તે માટે રાસાયણિક ખાતરો ઘટાડીને પ્રાકૃતિક અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવી અનિવાર્ય છે. ખાસ વાત એ છે કે, પૃથ્વી આપણને હજુ પણ સંકેતો અને તક આપી રહી છે. જો વર્ષ ૨૧૦૦ સુધીમાં ૪૦ ટકા ધરતીને ધગધગતા રણમાં ફેરવાતી અટકાવવી હોય, તો વૈશ્વિક સમુદાયે વચનો અને શિખર સંમેલનોથી આગળ વધીને ધરતીના ધબકારા બચાવવા માટે નક્કર પગલા ભરવા જ પડશે.




