નેપાળમાં બીજી મોટી હોનારત : કુદરતી પરચો આપી રહી છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વધતું તાપમાન, પીગળતી હિમનદીઓ, અસ્થિર પર્વતીય ઢોળાવ અને ભારે વરસાદ સહિતના અનેક પરિબળો જોખમી બની રહ્યા છે
- વધતું તાપમાન, પીગળતી હિમનદીઓ, અસ્થિર પર્વતીય ઢોળાવ અને ભારે વરસાદ સહિતના અનેક પરિબળો હિમાલયમાં અચાનક આવતા પૂરને વધુ જોખમી બનાવી શકે છે. જેમ જેમ હિમનદીઓ પીગળીને પાછી ખસે છે, તેમ તેમ તે ખાડાઓ છોડતી જાય છે જ્યાં પાણી એકઠું થાય છે અને હિમનદી સરોવરો બને છે. જો પાણી કુદરતી અવરોધની ઉપરથી વહેવા લાગે અથવા અવરોધ તૂટી પડે, તો પાણીનો મોટો જથ્થો અચાનક નીચે તરફ ધસી આવે છે : હિમાલયની પરિસ્થિતિઓ પર ગ્લોબલ વોર્મિંગની વ્યાપક અસર એ સાબિત કરતી નથી કે ગોરખાનું પૂર ચોક્કસપણે ક્લાઇમેટ ચેન્જના કારણે જ આવ્યું હતું. ચિંતાજનક બાબત એ છે કે, આ જોખમો માત્ર નેપાળ પૂરતા મર્યાદિત નથી. હિમાલયક્ષેત્ર આ મુદ્દે ખૂબ જ સેન્સિટિવ થઈ ગયું છે જેથી ત્યાં ગમે ત્યારે મોટી દુર્ઘટનાઓ થવા લાગી છે અને ભવિષ્યમાં પણ થઈ શકે છે : નેપાળમાં સતત બનેલી બે દુર્ઘટનાઓ બાદ ભારતે વધારે સતર્ક થવાની જરૂર છે. કાશ્મીર, ઉત્તરાખંડ, સિક્કિમથી લઈને અરુણાચલ સુધી સમગ્ર હિમાલયન આર્કમાં સેન્સર્સ, સાયરન નેટવર્ક અને સરહદ પાર સંકલન ધરાવતી એકીકૃત અર્લી-વોર્નિંગ સિસ્ટમ ઊભી કરવી એ વર્તમાન સમયની સૌથી તાતી જરૂરિયાત છે
નેપાળના ગોરખા જિલ્લામાં તાજેતરમાં અચાનક આવેલા પૂરે બુઢી ગંડકી નદીના કિનારે આવેલા ઘરો, પુલો અને અન્ય માળખાગત સુવિધાઓને વહાવી દીધી હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે બે મહિના કરતાં પણ ઓછા સમય પહેલાં આવેલા વિનાશક પૂરમાં ૧,૪૦૦થી વધુ લોકોના મોત થયા હતા અને હજારો લોકો લાપતા બન્યા હતા. ચિંતાજનક બાબત એ છે કે, માત્ર બે મહિનામાં આ બીજી મોટો જીવલેણ ઘટના બની છે. નેપાળના નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, બે મહિલાઓ સહિત પાંચ લોકો હજુ પણ લાપતા છે. બચાવ ટુકડીઓએ અસરગ્રસ્ત વસાહતોમાંથી રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢયા હતા. જાણકારોના મતે આ હોનારતમાં બે સસ્પેન્શન બ્રિજ (ઝૂલતા પુલ), બે મોટરેબલ પુલ અને ત્રણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટને નુકસાન થયું હતું. આ ઉપરાંત શઘઇઇસ્છએ જણાવ્યું કે ૪૫ મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, અન્ય ૨૭ મકાનોને આંશિક નુકસાન થયું છે અને ૩૪ પશુઓના તબેલા ક્ષતિગ્રસ્ત થયા છે. ત્રણ વાહનો પણ તણાઈ ગયા હતા.
મહત્ત્વની વાત એ છે કે, પાણી અને કાટમાળના આ અચાનક પ્રવાહ પાછળનું સાચું કારણ શું હતું તે હજુ તપાસ હેઠળ છે. પ્રારંભિક તારણો સૂચવે છે કે ભૂસ્ખલનને કારણે નદી કે ઝરણાનો પ્રવાહ રોકાઈ ગયો હતો અને ત્યારબાદ આ કામચલાઉ અવરોધ તૂટી પડતાં નીચેના વિસ્તારોમાં વિનાશક પ્રવાહ વહી નીકળ્યો હતો. અચાનક કામચલાઉ અવરોધો તૂટયા કે પછી ઝરણાનું કુદરતી કવચ તૂટયું કે પછી પહેલા જેવી જ ઘટના બની અને હિમનદના પાળા તૂટી ગયા અને ભરપૂર પાણી વહેતું થઈને નીચે નગર સુધી દોડી આવ્યું. નેપાળના અધિકારીઓ આ વિશે હજી કોઈ નક્કરણ તારણ ઉપર ઉતરી શક્યા નથી. આ સિવાય ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટે જણાવ્યું હતું કે ગોરખા જિલ્લાના ચુમચેટ નજીક ભૂસ્ખલનને કારણે નદીમાં ઊભા થયેલા કામચલાઉ અવરોધના તૂટવાથી આ પૂર આવ્યું હોઈ શકે છે. આ સિવાય પ્રારંભિક અહેવાલો સિયુરીબાસની ઉપર થયેલા ભૂસ્ખલન તરફ નિર્દેશ કરે છે જેણે ચુમકે ખોલા ઝરણાને અવરોધ્યું હતું. અધિકારીઓને એવી પણ શંકા હતી કે ચેકમપાર નજીકનો કામચલાઉ અવરોધ તૂટી ગયો હોઈ શકે છે, જેના કારણે નીચે તરફ જોરદાર પ્રવાહ વહ્યો હતો.
જાણખારો માને છે કે, ફરી વખત આવેલા પૂરની ફૂટેજ અને અહેવાલો ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ અથવા બરફ અને ખડકો સાથે સંકળાયેલા હિમપ્રપાતની સંભાવના દર્શાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રાથમિક તારણ છે, પૂરના ઉદ્ભવની પુષ્ટિ નથી. તેમના મતે વિનાશનું પ્રમાણ માત્ર નીચે વહેતા પાણીના જથ્થા પર જ નહીં પરંતુ તેની સાથે વહેતી સામગ્રી પર પણ આધાર રાખે છે. હિમાલયમાં ધોવાણ અને ભૂતકાળની હિમનદીય પ્રવૃત્તિઓને કારણે જમા થયેલ છૂટો કચરો, કાંકરી અને મોટા પથ્થરોનો મોટો જથ્થો રહેલો છે. જ્યારે પર્વતીય ખીણમાંથી અચાનક કોઈ પ્રવાહ પસાર થાય છે, ત્યારે તે વનસ્પતિ અને કાટમાળની સાથે આ સામગ્રીને પણ સાથે ખેંચી લે છે, જેનાથી આ પ્રવાહ એક ગાઢ અને વિનાશક મિશ્રણમાં ફેરવાઈ જાય છે. હાલમાં હિમાલયના વિવિધ વિસ્તારોમાં પણ તાપમાન વધી રહ્યું છે, બરફ પીગળી રહ્યો છે. જ્યારે બરફ પીગળે છે, ત્યારે ખડક અને બરફ વચ્ચેનું જોડાણ સમાપ્ત થઈ જાય છે.
ઉપલી પર્વતીય ખીણોમાં રહેલો છૂટો કાટમાળ વરસાદ અથવા પાણીના અચાનક વહેવાને કારણે ગતિશીલ બની શકે છે. જેમ જેમ આ પ્રવાહ નીચેની તરફ આગળ વધે છે, તેમ તેમ તે વધુ કાંપ અને ખડકો એકઠા કરે છે, જે તેની વિનાશક શક્તિમાં વધારો કરે છે. ઉત્તરાખંડ ઓપન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ અર્થ એન્ડ એન્વાયરન્મેન્ટલ સાયન્સના ડિરેક્ટરે પણ પૂરના ફૂટેજમાં દેખાતા કાંપના જથ્થા પર પ્રકાશ પાડયો હતો. પંતે જણાવ્યું હતું કે, 'આવી રહેલી પથ્થરો અને કાંપનું પ્રમાણ ખૂબ વધારે છે. તેનાથી વધુ નુકસાન થઈ રહ્યું છે.' કાટમાળથી ભરેલા આવા પૂર ઘરો, રસ્તાઓ, પુલો અને વીજ માળખાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
આ તાજેતરની ઘટના ૨૬ ઓગસ્ટના રોજ આવેલા વિનાશક પૂરના લગભગ છ અઠવાડિયા પછી બની છે, જ્યારે પાણી અને કાટમાળના અચાનક પ્રવાહે નેપાળના રસુવા અને સિંધુપાલ્ચોક જિલ્લાની વસાહતોને ઘમરોળી નાખી હતી. અહેવાલ મુજબ, અગાઉના પૂરમાં ૧,૪૦૦થી વધુ લોકોના મોત થયા હતા અને ૫,૨૮૫ લોકો લાપતા થયા હતા. આ બંને ઘટનાઓએ હિમાલયના નદી વિસ્તારોમાં રહેતા સમુદાયો અંગે ચિંતા ફરી વધારી દીધી છે, જ્યાં અસ્થિર ઢોળાવ, અચાનક ઊભા થતા અવરોધો અને પાણીના પ્રવાહમાં ઝડપી ફેરફારો જોખમી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે. પ્રારંભિક વીડિયોના આધારે ગોરખાની ઘટના અગાઉની હોનારત જેટલી વિનાશક જણાતી નથી. ખીણોની પહોળાઈ અને વસાહતોના સ્થાનમાં રહેલો તફાવત તેમની અસરો વચ્ચેના આ તફાવતને સ્પષ્ટ કરી શકે છે. પહેલી વખતે આવેલા પૂર દરમિયાન ખીણ ખૂબ સાંકડી અને સંકુચિત હતી, લોકો સીધા નદીના પટ પર જ વસેલા હતા.
ઉલ્લેખનીય છે કે, વધતું તાપમાન, પીગળતી હિમનદીઓ, અસ્થિર પર્વતીય ઢોળાવ અને ભારે વરસાદ સહિતના અનેક પરિબળો હિમાલયમાં અચાનક આવતા પૂરને વધુ જોખમી બનાવી શકે છે. જેમ જેમ હિમનદીઓ પીગળીને પાછી ખસે છે, તેમ તેમ તે ખાડાઓ છોડતી જાય છે જ્યાં પાણી એકઠું થાય છે અને હિમનદી સરોવરો બને છે. આમાંના કેટલાક સરોવરો મોરેઇન દ્વારા રોકાયેલા હોય છે, જે હિમનદીઓ દ્વારા પાછળ છોડવામાં આવેલી રેતી, કાંપ, કાંકરા અને પથ્થરોના ખડકલા હોય છે. મજબૂત ખડકોથી વિપરીત, આ છૂટા ખડકલા સંવેદનશીલ હોઈ શકે છે. જો પાણી કુદરતી અવરોધની ઉપરથી વહેવા લાગે અથવા અવરોધ તૂટી પડે, તો પાણીનો મોટો જથ્થો અચાનક નીચે તરફ ધસી આવે છે. લાંબા સમય સુધી ચાલતો અથવા ભારે વરસાદ પણ પાણીના સંચય અને કુદરતી અવરોધોના તૂટવામાં કારણ પણ બની શકે છે.
પીગળતી હિમનદીઓ પાછળ ક્લાઇમેટ ચેન્જ એક મોટું પરિબળ છે. જોકે, હિમાલયની પરિસ્થિતિઓ પર ગ્લોબલ વોર્મિંગની વ્યાપક અસર એ સાબિત કરતી નથી કે ગોરખાનું પૂર ચોક્કસપણે ક્લાઇમેટ ચેન્જના કારણે જ આવ્યું હતું. વધુ તપાસ વિના ક્લાઇમેટ ચેન્જને આ પૂરનું ચોક્કસ કારણ ગણાવી શકાય નહીં. ચિંતાજનક બાબત એ છે કે, આ જોખમો માત્ર નેપાળ પૂરતા મર્યાદિત નથી. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સહિત ભારતીય હિમાલય પણ અસ્થિર ઢોળાવો, હિમનદીઓ અને પૂરગ્રસ્ત નદી પ્રણાલીઓના સમાન પડકારોનો સામનો કરે છે. કાશ્મીરથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીના સમગ્ર હિમાલયન ક્ષેત્રમાં, ઉત્તરાખંડ સહિત, આવા જોખમો સર્જાઈ શકે છે. ભારતમાં અગાઉ આવી આપત્તિઓ જોવા મળી છે જે દર્શાવે છે કે પર્વતીય જોખમો કેવી રીતે નીચે તરફ વિનાશક પ્રવાહ લાવી શકે છે. ૨૦૧૩ની કેદારનાથ હોનારતમાં અતિશય ભારે વરસાદ, પૂર અને કાંપ-કાટમાળનું વહન સામેલ હતું. બીજી તરફ, ૨૦૨૧ની ચમોલી હોનારત ઋષિગંગા ખીણમાં ખડક અને બરફના મોટા હિમપ્રપાત બાદ સર્જાઈ હતી.
શું અર્લી-વોર્નિંગ સિસ્ટમ્સ હિમાલયની ભવિષ્યની આપત્તિઓ અટકાવી શકે છે?
હિમાલયની પર્વતમાળાઓમાં કુદરતી આપત્તિઓનો સામનો કરતી વખતે સૌથી મોટો અને નિર્ણાયક પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આધુનિક અર્લી-વોર્નિંગ સિસ્ટમ્સ ખરેખર માનવજીવન અને સંપત્તિનું રક્ષણ કરી શકે છે. હિમાલય ક્ષેત્ર ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ અને ગતિશીલ છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હિમનદીઓ ઝડપથી પીગળી રહી છે અને હજારો નવા ગ્લેશિયલ સરોવરો બની રહ્યા છે. આ સરોવરો કુદરતી કાંકરી-પથ્થરોના ઢીલા પાળાઓ (મોરેઇન) પાછળ ટકેલા હોય છે, જે અતિવૃષ્ટિ, હિમપ્રપાત કે ભૂસ્ખલનને કારણે ક્ષણભરમાં તૂટી જતાં જીવલેણ ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (ય્ન્ર્ંખ)માં ફેરવાઈ જાય છે. આવા અણધાર્યા જળપ્રલય સામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા સમુદાયો પાસે જીવ બચાવવા માટે માત્ર થોડીક મિનિટો કે કલાકોનો જ સમય બચે છે, જેના કારણે સચોટ અને સમયસર પૂર્વચેતવણી અનિવાર્ય બની જાય છે. હાલમાં સેટેલાઇટ ટેક્નોલોજી દ્વારા હિમનદીઓનું પીગળવું, પર્વતીય લેન્ડસ્કેપ્સમાં થતા ફેરફારો અને સરોવરોના કદનું સતત મેપિંગ કરવામાં આવે છે. આ ઉપગ્રહીય ડેટા દીર્ઘકાલીન અભ્યાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે, પરંતુ આપત્તિના તાત્કાલિક સંકટ સમયે તે પૂરતો નથી. વાદળોની હાજરી, સેટેલાઇટ પાસિંગનો ચોક્કસ સમય અને સિગ્નલ વિલંબને કારણે જ્યારે પાણીનું સ્તર અચાનક વધે કે કોઈ કામચલાઉ અવરોધ તૂટે, ત્યારે માત્ર સેટેલાઇટ મોનિટરિંગથી રિયલ-ટાઇમ એલર્ટ મેળવવું મુશ્કેલ બને છે. આ અંતરને પૂરવા માટે જમીન પર સક્રિય હોય તેવા ગ્રાઉન્ડ-બેઝ્ડ સેન્સર્સ, ઓટોમેટેડ વેધર સ્ટેશન્સ, રડાર વોટર-લેવલ સેન્સર્સ અને સિસ્મિક મોનિટરિંગ ઉપકરણોની ભૂમિકા નિર્ણાયક બની જાય છે. દુર્ગમ પર્વતીય ખીણોમાં સ્થપાયેલા ગ્રાઉન્ડ સેન્સર્સ જોખમી પ્રવાહ શરૂ થતાં જ ડેટા કેપ્ચર કરીને નીચેની તરફ તાત્કાલિક એલર્ટ મોકલી શકે છે. આ ટેક્નોલોજી કુદરતી પ્રકોપને ભૌતિક રીતે રોકી શકતી નથી, પરંતુ તે વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોને કિંમતી 'લીડ ટાઇમ' આપે છે. પૂરના પાણી નીચે પહોંચે તે પહેલાં ૨ થી ૪ કલાકનો સમય પણ મળી જાય, તો હજારો નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય છે, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સના દરવાજા ખોલીને ડેમનું નુકસાન ટાળી શકાય છે અને પરિવહન રોકીને જાનહાનિ શૂન્ય કરી શકાય છે. નેપાળમાં સતત બનેલી બે દુર્ઘટનાઓ બાદ ભારતે વધારે સતર્ક થવાની જરૂર છે. કાશ્મીર, ઉત્તરાખંડ, સિક્કિમથી લઈને અરુણાચલ સુધી સમગ્ર હિમાલયન આર્કમાં સેન્સર્સ, સાયરન નેટવર્ક અને સરહદ પાર સંકલન ધરાવતી એકીકૃત અર્લી-વોર્નિંગ સિસ્ટમ ઊભી કરવી એ વર્તમાન સમયની સૌથી તાતી જરૂરિયાત છે.




