World

અમીર દેશોના સૌથી ગરીબ 10% લોકો ભારતના 10% અમીરો કરતાં વધુ પૈસાદાર: વર્લ્ડ બૅન્કનો રિપોર્ટ

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
વિશ્વ બેંકના 2026ના રિપોર્ટ મુજબ, સમૃદ્ધ દેશોના ગરીબ 10% લોકોની આવક ભારતના ટોચના 10% ધનિકો કરતાં પણ વધુ છે. ભારતમાં સૌથી ધનિક 10% લોકોની દૈનિક આવક માત્ર $10 છે, જ્યારે યુ.એસ., કેનેડા, જર્મની જેવા દેશોમાં સૌથી ગરીબ 10% લોકોની દૈનિક આવક $25 થી $31 સુધી છે. આ આંકડા ભારતની આર્થિક સ્થિતિ સામે મોટો પડકાર ઉભો કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમીર દેશોના સૌથી ગરીબ 10% લોકો ભારતના 10% અમીરો કરતાં વધુ પૈસાદાર: વર્લ્ડ બૅન્કનો રિપોર્ટ

World Bank Report: Poorest In Rich Nations Earn More Than India Richest 10 Percent | આપણે હંમેશાં માનીએ છીએ કે ભારતના ટોચના 10 ટકા ધનિક વર્ગ પાસે વૈભવી જીવન અને ઉચ્ચ જીવનધોરણ છે. પરંતુ જ્યારે આ આંકડાઓની સરખામણી વૈશ્વિક સ્તર સાથે કરવામાં આવે ત્યારે એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવે છે. વિશ્વબેંકના વર્ષ 2026ના 'પૉવર્ટી એન્ડ ઇનઇક્વાલિટી પ્લેટફોર્મ'ના તાજા ડેટા અનુસાર, વિશ્વના કેટલાક સૌથી સમૃદ્ધ દેશોના સૌથી ગરીબ 10 ટકા લોકોની આવક કે વપરાશ સ્તર ભારતના સૌથી ધનિક 10 ટકા લોકો કરતાં પણ વધુ છે!

આ કોઈ માત્ર આંકડાકીય તુલના નથી, પરંતુ ભારતની આવક વ્યવસ્થા, ઉત્પાદકતા અને લાંબા ગાળાના આર્થિક ભવિષ્ય સામે ઊભો થયેલો મોટો પડકાર છે.

વિશ્વબેંકના અહેવાલ મુજબ, ભારતમાં સૌથી ગરીબ 10 ટકા લોકો માટે દૈનિક આવક અથવા વપરાશ મર્યાદા પ્રતિ વ્યક્તિ આશરે 3 ડોલર જેટલી છે. તેની સરખામણીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં આ આંકડો 25 ડોલર, કેનેડામાં 31 ડોલર, તેમજ જર્મની અને ઑસ્ટ્રેલિયામાં 28 ડોલર છે.

ભારતમાં જેને ધનિક કહી શકાય તે અમેરિકા-કેનેડામાં 'ગરીબ'

વિતરણના બીજા છેડે એટલે કે ભારતના સૌથી ધનિક 10 ટકા લોકોની દૈનિક આવક કે વપરાશ મર્યાદા માત્ર 10 ડોલર પ્રતિ વ્યક્તિ છે. જ્યારે આ જ શ્રેણીના અમીર લોકો માટે આ આંકડો યુનાઇટેડ સ્ટેટ્સમાં 173 ડોલર પ્રતિ દિવસ, કેનેડા અને ઑસ્ટ્રેલિયામાં 129 ડોલર પ્રતિ દિવસ અને જર્મનીમાં 128 ડોલર પ્રતિ દિવસ સુધી પહોંચે છે.

ભારતમાં 80 હજારથી વધુ કમાણી કરતી વ્યક્તિ ટોચના 10 ટકામાં સામેલ

નોંધનીય છે કે, ભારતના આર્થિક સર્વેક્ષણ (Economic Survey of India) મુજબ જો કોઈ વ્યક્તિ દર મહિને રૂ.80,000 કમાય છે, તો તે દેશના ટોચના 10 ટકા કમાણી કરનારાઓમાં સ્થાન મેળવી લે છે. છતાં પણ, વિશ્વના અદ્યતન અર્થતંત્રોના સૌથી નીચલા સ્તરે રહેલા લોકો કરતાં ભારતના આ ટોચના પરિવારોનું જીવનધોરણ ઘણું નીચું રહે છે.