એટલા ન ડરાવો કે ડર જ ખતમ થઈ જાય: કસ્ટડીમાંથી છૂટ્યા બાદ આમિર ખાનની ભત્રીજીએ બતાવ્યા ઈજાના નિશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aamir Khan Niece Zayn Marie Injury Video: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની ભત્રીજી ઝેન મેરી (Zayn Marie) હાલમાં સોશિયલ મીડિયાથી લઈને સમાચાર માધ્યમોમાં ચર્ચામાં છે. મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે દેશના ચીફ જસ્ટિસ (CJI) સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા બદલ મુંબઈ પોલીસે ઝેન મેરી, એક્ટર ઈમરાન ખાન અને લેખા વોશિંગ્ટનની અટકાયત કરી હતી. જોકે, થોડા કલાકોની કસ્ટડી બાદ ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસ હિરાસતમાંથી બહાર આવ્યા બાદ ઝેન મેરીએ એક વીડિયો શેર કરીને પોતાના શરીર પર પડેલા ઈજાના નિશાન બતાવ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી બતાવી ઈજાઓ
કસ્ટડીમાંથી છૂટ્યા બાદ ઝેન મેરીએ રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાના હાથ, આંગળીઓ, બાજુ અને જાંઘ પર પડેલા કાળા અને વાદળી રંગના ઈજાના નિશાન કેમેરા સામે દર્શાવ્યા હતા. પોતાના શરીર પરના ઘા બતાવતા ઝેને કહ્યું કે, 'અમને એટલા પણ ન ડરાવો કે અમારા મનમાંથી ડર જ પૂરો થઈ જાય.' આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું કે, 'હું ઇન્ટરનેટ પર સરકારની પોલ ખોલી રહી છું.'
પોલીસ વેનમાંથી શેર કરી હતી તસવીરો અને 'ઇન્કલાબ ઝિંદાબાદ'ના નારા
આ પહેલા શનિવારે ઝેને પોલીસ વેનની અંદરથી એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તે એક્ટર ઈમરાન ખાન અને લેખા વોશિંગ્ટન સાથે બેઠેલી જોવા મળી હતી. તેણે આ તસવીર સાથે 'ઇન્કલાબ ઝિંદાબાદ' લખ્યું હતું. બીજી તરફ, એક્ટ્રેસ લેખા વોશિંગ્ટને પણ વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે પોલીસ તેમને ઘરે જવા દેતી નહોતી. જોકે, બાદમાં તેણે અન્ય એક વીડિયો દ્વારા તમામ સુરક્ષિત હોવાની અને ઘરે જઈ રહ્યા હોવાની માહિતી આપી હતી.
પરવાનગી વગર પ્રદર્શન કરવા બદલ 400થી વધુ લોકોની અટકાયત
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં થઈ રહેલા આ વિરોધ પ્રદર્શન માટે પ્રશાસન પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લેવામાં આવી નહોતી. પોલીસે સ્પષ્ટ કર્યું કે બોમ્બે હાઈકોર્ટના નિર્દેશો મુજબ કોઈપણ પ્રકારનું વિરોધ પ્રદર્શન કે આંદોલન માત્ર આઝાદ મેદાનમાં જ યોજી શકાય છે. પરવાનગી વિના પ્રદર્શન કરવા બદલ પોલીસે ઝયાન, ઈમરાન અને લેખા સહિત 400થી વધુ લોકોની અટકાયત કરી હતી.




