પેટ્રોલમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલમાં ₹3 નો વધારો, નાયરા બાદ વધુ એક ઓઈલ કંપનીનો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jio bp Petrol Diesel Price Hike : રોજિંદી મુસાફરી કરતા લોકો માટે ખિસ્સા પર વધુ એક બોજ વધ્યો છે. નાયરા બાદ હવે વધુ એક ખાનગી ઈંધણ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સમર્થિત Jio-bp એ પેટ્રોલની કિંમતમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં ₹3 પ્રતિ લિટર નો વધારો કર્યો છે. આ નવા દરો રવિવાર, 11 ઓક્ટોબરથી સવારે 6 વાગ્યાથી અમલમાં આવી ગયા છે.
પશ્ચિમ એશિયાનો તણાવ અને સપ્લાય પર અસર
પશ્ચિમ એશિયા (Middle East) માં ચાલી રહેલા તણાવ અને હોર્મૂઝની ખાડી (Strait of Hormuz) થી ઓઇલ સપ્લાય ઠપ થવાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. ગ્લોબલ માર્કેટમાં કાચા તેલના ભાવ ઊંચા રહેવાને કારણે માર્કેટિંગ માર્જિન પર દબાણ વધ્યું છે, જેના કારણે ખાનગી કંપનીઓને ભાવ વધારવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 3 ઓક્ટોબરે અન્ય ખાનગી ઓઇલ કંપની નાયરા એનર્જી (Nayara Energy) એ પણ પેટ્રોલ-ડીઝલમાં આટલો જ ભાવવધારો કર્યો હતો.
વિવિધ રાજ્યોમાં નવા દરો:
ભાવ વધારા બાદ વિવિધ રાજ્યોમાં Jio-bp ના આઉટલેટ્સ પર ઈંધણના ભાવ નીચે મુજબ જોવા મળી રહ્યા છે:
હરિયાણા: પેટ્રોલ આશરે ₹109.80 પ્રતિ લિટર અને ડીઝલ ₹97.75 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
પંજાબ: પેટ્રોલ આશરે ₹108.54 અને ડીઝલ ₹99.19 પ્રતિ લિટર છે.
રાજસ્થાન: સ્થાનિક ટેક્સના આધારે પેટ્રોલ ₹113.91 થી ₹117.65 અને ડીઝલ ₹97.15 થી ₹100.78 પ્રતિ લિટરની વચ્ચે ઉપલબ્ધ છે.
સરકારી કંપનીઓના ભાવ સ્થિર
એક તરફ ખાનગી રિટેલર્સ ભાવ વધારી રહ્યા છે, ત્યારે દેશની સરકારી ઓઇલ કંપનીઓ—Indian Oil, BPCL અને HPCL દ્વારા હાલમાં રેગ્યુલર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટર છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ ₹111.21 અને ડીઝલ ₹97.83 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. સરકારી કંપનીઓ દ્વારા ભાવ સ્થિર રાખવામાં આવતા અન્ય મેટ્રો શહેરોની સરખામણીમાં ગ્રાહકોને થોડી રાહત મળી છે, પરંતુ ખાનગી પંપો પર મોંઘવારીનો માર યથાવત છે.




