News Focus

હોર્મુઝમાં ફરી ભડકો : ઈરાનને પૈસા, અમેરિકાને આધિપત્યના ઓરતાં !

By GS Team
10 Jul 20267 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે આર્ટિકલ-5 મુદ્દે વિવાદ વકર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુદ્ધવિરામ સમાપ્ત કરવાની જાહેરાત કરી, જેના પગલે મધ્યપૂર્વમાં તણાવ વધ્યો. અમેરિકાએ ઈરાનની 80 સૈન્ય છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા, જ્યારે ઈરાને કુવૈત અને બેહરીનમાં 85 અમેરિકી છાવણીઓને નિશાન બનાવી. હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર અને ટોલ મુદ્દે બંને દેશો આમને-સામને છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝમાં ફરી ભડકો : ઈરાનને પૈસા, અમેરિકાને આધિપત્યના ઓરતાં !

આર્ટિકલ-૫ના કારણે જ ટ્રમ્પ મરવા-મારવા પર ઉતરી આવ્યા છે : જીદ, આડોડાઈ અને લાલચને પગેલ ઇરાન-અમેરિકા ડીલ અટવાઈ
અમેરિકાએ ઈરાન ઉપર વ્યાપક પ્રમાણમાં એર સ્ટ્રાઈક કરી. તેણે ૮૦ જેટલી ઈરાની સૈન્ય છાવણીઓ ઉપર હુમલા કરી દીધા. બીજી તરફ ગિન્નાયેલા ઈરાને પણ કુવૈત અને બેહરીન ખાતે આવેલી અમેરિકી છાવણીઓ સહિત ૮૫ જેટલી અમેરિકી સૈન્ય છાવણીઓને ટાર્ગેટ કરીને હવાઈ હુમલા કરી દીધા : અમેરિકાનો દાવો છે કે, હોર્મુઝ ઉપર ઈરાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તો અયોગ્ય છે. બીજી તરફ ઈરાને જણાવ્યું કે, અમેરિકા દ્વારા કરારના નામે સતત ધમકાવવામાં આવે અને પીઠ પાછળ હુમલા કરવામાં આવે તે સ્વીકાર્ય નથી. જાણકારોએ અનિશ્ચિતતા અને અસમંજસના આ સમયમાં બંને દેશો વચ્ચે થયેલા યુદ્ધ વિરામના કરાર ઉપર સવાલ કરવામાં આવ્યા છે : અમેરિકા કરારના આર્ટિકલ ૫ ને પોતાના ફાયદાના હિસાબે ડીલ કરવા માંગે છે, જેમાં ઈરાનને વાંધો છે. તેને પોતાની રીતે બધું ગોઠવવું છે.

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈની અંતિમ યાત્રા હજી તો છેલ્લાં પડાવમાં પહોંચી છે ત્યાં ઈરાન અને અમેરિકા ફરી શસ્ત્રો ઉઠાવીને આમને સામને આવી ગયા છે. ફેબુ્રઆરીમાં બંને વચ્ચે શરૂ થયેલું યુદ્ધ થોડા સમય પહેલાં અટક્યું હતું. બંને વચ્ચે યુદ્ધ વિરામ થયો હતો. આ ઉપરાંત ગત મહિને બંને દેશો વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં જે કરાર થયા ત્યારબાદ અધિકારિક રીતે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. યુદ્ધ વિરામના નિર્ણયના ગણતરીના દિવસો જ પસાર થયા છે ત્યાં બંને ફરી આમનેસામને આવી ગયા છે. તાજેતરમાં ઈરાને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા કેટલાક જહાજો ઉપર હુમલા કર્યા હતા. આ હુમલાથી અકળાયેલા અમેરિકાએ ઈરાનના અનેક વિસ્તારો ઉપર હવાઈન હુમલા કરી દીધા છે. આ ઉપરાંત ગન્નાનયેલા ટ્રમ્પે હવે યુદ્ધ વિરામના અંતની જાહેરાત કરી દીધી છે. તેની સાથે જ અમેરિકી સેના જંગી યુદ્ધ જહાજો અને હથિયારોની મદદથી મધ્યપૂર્વ ખાડી દેશોને ફરી હચમચાવી દીધા છે. ટ્રમ્પે રોષે ભરાઈને યુદ્ધ વિરામના અંતની જાહેરાત પણ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકી પ્રમુખ દ્વારા આ જાહેરાત બુધવારે બપોરે કરવામાં આવી. ત્યારબાદ અમેરિકાએ ઈરાન ઉપર વ્યાપક પ્રમાણમાં એર સ્ટ્રાઈક કરી. તેણે ૮૦ જેટલી ઈરાની સૈન્ય છાવણીઓ ઉપર હુમલા કરી દીધા. બીજી તરફ ગિન્નાયેલા ઈરાને પણ કુવૈત અને બેહરીન ખાતે આવેલી અમેરિકી છાવણીઓ સહિત ૮૫ જેટલી અમેરિકી સૈન્ય છાવણીઓને ટાર્ગેટ કરીને હવાઈ હુમલા કરી દીધા. અમેરિકા દ્વારા ઈરાનના સીરિક, કેશ્મ દ્વીપ અને બંદલ અબ્બાસ ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ઈરાનની ડ્રોન લોન્ચ સાઈટ્સ અને આઈઆરજીસીની ૬૦ જેટલી મિલિટરી બોટ્સને પણ તોડી પાડવામાં આવ્યાના દાવા કરાયા છે. અમેરિકાનો દાવો છે કે, હોર્મુઝ ઉપર ઈરાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તો અયોગ્ય છે. બીજી તરફ ઈરાને જણાવ્યું કે, અમેરિકા દ્વારા કરારના નામે સતત ધમકાવવામાં આવે અને પીઠ પાછળ હુમલા કરવામાં આવે તે ગ્રાહ્ય નથી. જાણકારોએ અનિશ્ચિતતા અને અસમંજસના આ સમયમાં બંને દેશો વચ્ચે થયેલા યુદ્ધ વિરામના કરાર ઉપર સવાલ કરવામાં આવ્યા છે. બધાને એવું લાગી રહ્યું છે કે, સમજૂતી કરાઈ હતી, કરાર કરાયા હતા તો પછી બંને દેશો દ્વારા એકબીજા ઉપર હુમલા શા માટે કરવામાં આવી રહ્યા છે.
ઈરાન અને અમેરિકાએ જે રીતે સમય લઈને ચર્ચાઓ કરીને યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી તે જોતાં લાગતું હતું કે, હવે બંને ફરી હથિયારો નહીં ઉપાડે. વિવાદ રોકવા માટે આ બંને દેશોએ સમજૂતી કરી હતી. આ એક ઔપચારિક સમજૂતી હતી જેમાં ઘણા મુદ્દે એકબીજા દ્વારા સહમતી સાધવામાં આવી હતી. તેઓ યુદ્ધનો અંત લાવવા માટે વિચારણા કરી રહ્યા હતા. યુદ્ધ વિરામ કરીને યુદ્ધ રોકી દીધું હતું અને ત્યારબાદ સમજૂતીઓ દ્વારા યુદ્ધ કાયમી અટકાવી દેવાની વિચારણા કરવામાં આવે તેવી ઈચ્છા હતા.
આ સમજૂતીમાં ક્યાંય એવું સ્પષ્ટ નહોતું કે બંને એકબીજા ઉપર ફરી હુમલા નહીં જ કરે. આ દરમિયાન જો સામસામે કંઈક છમકલું થાય તો કઈ બાબતને હુમલો અથવા કઈ બાબતને આત્મરક્ષણ કહેવાશે તે પણ નક્કી નહોતું. બંને દેશોએ રાજકીય વાટાઘાટો વચ્ચે નાના નાના હુમલા ચાલુ રાખ્યા હતા જેથી હોર્મુઝ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ થાય અને બંને એકબીજાથી ડરતા નથી તેવું પણ પ્રસ્થાપિત થાય. કરાર દરમિયાન બંને દેશોની હોર્મુઝ સિવાય તમામ મુદ્દે સમજૂતી થઈ ગઈ હતી. ઈરાનને આ રસ્તા ઉપરથી પસાર થનારા જહાજો પાસેથી વસુલી કરવા હતી અને પૈસા કમાવા હતા જ્યારે અમેરિકા તેનો વિરોધ કરી રહ્યું છે. તે હવે ટોલ ટેક્સની સામે પોતાના આધિપત્ય ઉપર જીદે ભરાયું છે. બંને પોતાનો સ્વાર્થ જોઈને લડયા કરે છે અને સમગ્ર વિશ્વમાં ઉથલપાથલ કરાવ્યા કરે છે.
હાલમાં જે જંગની ફરીથી તૈયારીઓ શરૂ થઈ છે તેમાં અમેરિકા-ઇરાન વચ્ચેના કરારનો આર્ટિકલ-૫ ચર્ચામાં છે. એમઓયુનો આર્ટિકલ-૫ હોર્મુઝની ખાડી અને અહીંથી પસાર થનારા જહાજોની સ્થિતિ અંગે છે, જેને કારણે બંને દેશોના પોતાના દાવા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે અમે ઘણો વધારે સમય આપી દીધો અને હવે સીઝફાયર અટાવવામાં આવે છે. તેમણે કહ્યું કે ઇરાનીઓ જૂઠ્ઠા અને દગાબાજ છે અને તેમનું નેતૃત્વ ખોટા હાથમાં છે. કોઈ પણ કિંમતે ટ્રમ્પ તેમને પરમાણુ હથિયાર મેળવવા નહીં દે. બીજી તરફ ઇરાને પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અમેરિકાનો સાથ આપનારાઓને તેઓ નિશાન બનાવશે.
ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ શરત વગર ઇરાનના પરમાણુ અભિયાન અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ટોલનીતિના વિરુદ્ધમાં છે. અમેરિકા આ બે મુદ્દા પર સમજૂતી ન કરવા અડગ છે. ટ્રમ્પ તરફથી સીઝફાયર અંગે થયેલી જાહેરાત બાદ ફરી એકવાર દુનિયાભરના શેરબજાર ઉપર ખરાબ અસર પડી છે. જ્યારે ૨૮ ફેબુ્રઆરીએ ઇઝરાયેલ અને અમેરિકા તરફથી ઇરાન પર પહેલીવાર એટેક થયો હતો, ત્યારથી જ સમુદ્રનો આ સાંકડો રસ્તો બંધ થઈ ગયો હતો. હવે ફરીથી યુદ્ધ શરૂ થવાની સ્થિતિમાં દુનિયા પર તેલ, ઊર્જા અને ગેસ સંકટનો દોર આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઇરાન અને અમેરિકા વચ્ચે જે કરાર થયો હતો, તેમાં આર્ટિકલ-૫ મહત્વનો છે. જંગની વચ્ચે જે જહાજો હોર્મુઝની ખાડીમાં ફસાયેલા હતા, તેમની અવરજવર સુનિશ્ચિત કરવા માટે એમઓયુમાં ડીલ થઈ હતી. આર્ટિકલ ૫માં હોર્મુઝથી તાત્કાલિક જ કોમર્શિયલ જહાજોની મૂવમેન્ટ શરૂ કરવાની વાત કહેવામાં આવી હતી. ઇરાન પર આ જહાજોની સુરક્ષાની સાથે જ ઓછામાં ઓછા ૬૦ દિવસ સુધી એટલે કે બે મહિના સુધી કોઈ પણ પ્રકારનો ચાર્જ ન લેવાની વાત નક્કી થઈ હતી. આ સાથે જ ૩૦ દિવસની અંદર તમામ બારૂદી સુરૃંગો સાફ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.
મહત્વનો મુદ્દો એ છે કે એમઓયુના આર્ટિકલ ૫ ને કારણે અમેરિકા અને ઇરાનમાં ટકરાવની વાત સામે આવી રહી છે. આ મુદ્દે બંને પક્ષો પોતાના લાભની વાતો કરતા હવે જહાજોની મૂવમેન્ટના મુદ્દે એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. જેમ કે ઇરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થનારા જહાજો પર ફી લગાવવાની વાત કહી.
જોકે અમેરિકા તરફથી આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો નથી. જાણકારો માને છે કે, ઈરાનને આ યુદ્ધને કારણે જે નુકસાન થયું છે તે કાયમી ધોરણે વસુલવા માટે રસ્તો જોઈએ છે અને તેથી હોર્મુઝની ખાડીમાં તે ટોલ નાખવા માગે છે. બીજી તરફ ઈરાન અને તેની આસપાસના દેશો ઉપર અમેરિકાને આધિપત્ય જોઈએ છે તેથી તે ઈરાનની આ વાત સાથે સહમત થતું નથી.
બીજી તરફ ઇરાનનું કહેવું છે કે હોર્મુઝથી પસાર થવા અંગે તે પોતાના હિસાબે વ્યવસ્થા ગોઠવવા ઈચ્છે છે. કદાચ આ જ કારણ હોઈ શકે કે જ્યારે ઓમાનના દરિયાકાંઠા પાસેથી જહાજો પસાર થવા લાગ્યા, ત્યારે ઇરાને અમેરિકાની ચાલ સમજીને આક્રમક પગલું ભર્યું હોય. બીજી તરફ અમેરિકા આ ખાડીમાં જહાજોની અવરજવરને પોતાના આયોજન પ્રમાણે વ્યવસ્થિત કરવા માંગે છે. ટ્રમ્પને આ કરારથી અન્ય કોઈ પ્રકારનો વિરોધ નથી. ઇરાન માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું પોતાનું વ્યૂહાત્મક મહત્વ છે. તે આ ખાડીને પોતાની સુરક્ષાત્મક ઢાલ તરીકે જુએ છે. તેમનું માનવું છે કે અમેરિકા કરારના આર્ટિકલ ૫ ને પોતાના ફાયદાના હિસાબે ડીલ કરવા માંગે છે. બીજી એક મહત્વની વાત આ રૂટ અંગે એવી છે કે, ઇરાન જૂના રસ્તેથી જ જહાજોની અવરજવર ઈચ્છે છે, જ્યારે અમેરિકાની એવી દાનત છે કે જહાજો ઓમાનના દરિયાકાંઠા પાસેથી નવા રૂટ પરથી પસાર થાય.

ખામેનેઈની દફનવિધિ થતા પહેલાં શાંતિ કરારનો છેદ ઉડી ગયો
ખાસ વાત એ છે કે, સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલા કરાર હેઠળ અમેરિકાએ ઇરાનને તેલના વેપાર માટે અસ્થાયી રાહત આપી હતી, જે હવે પાછી ખેંચી લેવામાં આવી છે. અમેરિકી નાણા મંત્રાલયના વિદેશી સંપત્તિ નિયંત્રણ કાર્યાલય (ર્ંખછભ) એ તાજેતરના નિર્ણયમાં જનરલ લાઇસન્સ એક્સને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ લાઇસન્સ હેઠળ ૨૧ જૂન ૨૦૨૬ ની તારીખથી લઈને ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ સુધી ઇરાની ક્રૂડ ઓઇલ, પેટ્રોકેમિકલની સાથે જ અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ઉત્પાદન, વેચાણ અને ડિલિવરીની મર્યાદિત મંજૂરી આપવામાં આવી હતી. હવે લાઇસન્સ રદ થવાની સાથે જ ઇરાનના તેલ વેપાર પર અમેરિકી પ્રતિબંધો ફરીથી એક્ટિવ થઈ ગયા છે.
ખરેખર, ઇરાન આ સમયે ખામેનેઈની દફનવિધિના શોકમાં ડૂબેલું છે. ૪ જુલાઈથી શરૂ થયેલી યાત્રા ૯ જુલાઈએ મશહદમાં દફનાવવામાં આવ્યાની સાથે જ પૂરી થઈ. આ દરમિયાન અમેરિકાના હુમલા અને ટ્રમ્પની જાહેરાત બાદ તણાવની સ્થિતિ વધી ગઈ છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે દક્ષિણ-પશ્ચિમ ઇરાનના કેટલાય ઠેકાણાઓ પર હુમલા કર્યા. કોઈપણ દેશો દ્વારા જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સમજૂતી કરવામાં આવે અને ત્યારબાદ એકબીજા ઉપર હુમલા કરવામાં આવે તો વૈશ્વિક સ્તરે તેનો વિશ્વાસ ગુમાવવા લાગે છે. અન્ય દેશો તેનો વિશ્વાસ કરતા નથી. બંને દેશો એવું જ સાબિત કરવા માગે છે કે, તેમની ઉપર હુમલો થયો હતો અને તેમણે વળતો જવાબ આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
બીજી તરફ કેટલાક જાણકારો માને છે કે, આ એક યુદ્ધ નીતિ છે. તેમાં સંપૂર્ણ રીતે હથિયાર મુકી દેનારાને કાચો ખેલાડી માનવામાં આવે છે. તેમાં શસ્ત્ર છોડયા વગર વિરોધીને એ બાબતનો અનુભવ કરાવવામાં આવ છે કે, જો કરાર રદ કરવામાં આવ્યો કે કોઈ સમસ્યા આવી તો સૈન્ય હુમલા ફરીથી કરવામાં આવશે અને તેના વિકલ્પો હજી ખુલ્લા છે.