Navsari

'મને ખબર નથી કે નવસારીમાં માવાની ટેવ આવી કે નથી, સૌરાષ્ટ્ર વાળા ઘણાં છે, માવાથી મુક્તિ મેળવો': PM મોદી

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં દેશના પ્રથમ AI સુવિધાસજ્જ ભાજપ કાર્યાલય 'નમો કમલમ'નું ઉદ્ઘાટન કર્યું. વડોદરાથી આવેલા મોદીનું 1100 મહિલાઓ અને 500 પુરુષોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. 5000થી વધુ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. 389 ગામોમાં 4000થી વધુ ડિજિટલ સ્ક્રીન દ્વારા 1.15 લાખ લોકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

'મને ખબર નથી કે નવસારીમાં માવાની ટેવ આવી કે નથી,  સૌરાષ્ટ્ર વાળા ઘણાં છે, માવાથી મુક્તિ મેળવો': PM મોદી

PM Modi Navsari visit: નવસારી ખાતે દેશના પ્રથમ AI સુવિધાસજ્જ ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડોદરાથી નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ પાસે આવી પહોંચેલા વડાપ્રધાન મોદીનું પરંપરાગત શૈલીમાં ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં 1100 મહિલાઓએ શિર પર કળશ ધારણ કર્યા હતા, જ્યારે 500 પુરુષોના ડમરુ નાદ અને ઢોલ-ત્રાંસાના ધમસાણથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમ સ્થળે 5000થી વધુ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

1.15 લાખથી વધુ લોકોએ ઘેરબેઠા કાર્યક્રમ નિહાળ્યો

વડાપ્રધાને નવનિર્મિત સંકુલનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કાર્યાલયના મીડિયા અને ડિજિટલ કોલ સેન્ટર, આધુનિક પુસ્તકાલય તેમજ જનપ્રતિનિધિઓ માટેની ખાસ કેબિનોની કાર્યપ્રણાલી નિહાળી હતી. આ ઉપરાંત, પરિસરમાં આવેલા પંડિત દીનદયાળ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને અટલ સભાખંડની પણ મુલાકાત લીધી હતી. ગ્રામીણ જનતા પણ આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની શકે તે માટે જિલ્લાના 389 ગામોમાં 4000થી વધુ ડિજિટલ સ્ક્રીન ગોઠવવામાં આવી છે, જેના દ્વારા 1.15 લાખથી વધુ લોકોએ ઘેરબેઠા આ કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળ્યું.

'ભાજપ કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય તેવા કામ કરો': PM

'ભાજપના કાર્યકરોની તપસ્યાના કારણે મને દેશવાસીઓના આશીર્વાદ મળે છે. ભાજપના કાર્યકરોએ સેવાનો માર્ગ પકડીને રાખ્યો છે. તેમના માટે સત્તા, પદ, પ્રતિષ્ઠા સેવા છે, ભાજપ કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરવાના છે'

ભારત માતા કી જય કરે અને માવાની પિચકારી મારે: PM

'મને ખબર નથી કે નવસારીમાં માવાની ટેવ આવી કે નથી પણ સૌરાષ્ટ્ર વાળા અહીં ઘણાં છે, માવા આવ્યા કે નહીં, ભારત માતા કી જય કરે અને પિચકારી મારે, કેન્સરના ડૉક્ટરો કહે છે કે માવાથી મુક્તિ મેળવો'