Education

યશની ટોક્સિક ફલોપ જતાં હવે ઓટીટી રાઈટ્સ વેચવાના ફાંફા

By GS Team
8 Sep 20261 min read
TukuTouch Logo
યશની ફિલ્મ 'ટોક્સિક' બોક્સ ઓફિસ પર ફ્લોપ થતાં OTT રાઇટ્સ વેચવામાં મુશ્કેલી પડી રહી છે. મુંબઈમાં નિર્માતાઓને 200 કરોડની આશા સામે માત્ર 30 કરોડની ઓફર મળી છે. 500 કરોડના બજેટ સામે 250 કરોડ પણ ન મળતા, હવે નુકસાન ઘટાડવા માટે OTT માટે નવેસરથી એડિટ કરેલું વર્ઝન બનાવવાની દરખાસ્ત વિચારાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યશની ટોક્સિક ફલોપ જતાં હવે ઓટીટી રાઈટ્સ વેચવાના ફાંફા
  • ૨૦૦ કરોડની આશા સામે ૩૦ કરોડની ઓફર
  • નુકસાન ઘટાડવા ઓટીટી માટે નવેસરથી એડિટ કરેલું વર્ઝન બનાવવા દરખાસ્ત

મુંબઈ : યશની 'ટોક્સિક' બોક્સ ઓફિસ પર ફલોપ જતાં હવે તેને ઓટીટી પ્લેટફોર્મ પર ધાર્યા ભાવ વેચવાના ફાંફા પડી રહ્યા છે. સર્જકોને ૨૦૦ કરોડમાં ઓટીટી રાઈટ્સ વેચાવાની આશા હતી પરંતુ હાલ તો ૫૦ કરોડમાં પણ કોઈ પ્લેટફોર્ રાઈટ્સ લેવા તૈયાર નથી.
આ ફિલ્મ ૫૦૦ કરોડનાં બજેટમાં બની હોવાનું કહેવાય છે. પરંતુ, તેનું બોક્સ ઓફિસ કલેક્શન ૨૫૦ કરોડના આંકડા પર પણ પહોંચ્યું નથી. આ સંજોગોમાં નિર્માતા માટે પ્રોડક્શન કોસ્ટ પણ કાઢવાનું મુશ્કેલ બન્યું છે.
અગાઉ, એક અગ્રણી ઓટીટી પ્લેટફોર્મે ૧૫૦ કરોડ રૂપિયાની ઓફર કરી હતી તે પણ હવે મળે તેમ નથી. હવે તમામ ભાષાઓમાં સ્ટ્રિમિંગ રાઇટસ પેટે ૩૦ કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે. ફિલ્મના મેકર્સ હવે ડિજિટલ વર્ઝનને નવેસરથી એડિટ કરવા માટે વિચારણા કરી રહ્યાં છે. ફિલ્મમેકર્સ કોઇપણ રીતે તેમનું નુકશાન ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે.
ઓટીટી પર નવેસરથી એડિટ કરેલી ફિલ્મ વેચવાનો વિકલ્પ પણ વિચારવામાં આવ્યો છે.