India

'ડેટા તમારો, દર્દ તમારું અને દૌલત એમની...', પ્રયાગરાજમાં 'છાત્રૌ કી ગૂંજ' કાર્યક્રમમાં સરકાર પર વરસ્યા રાહુલ ગાંધી

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજમાં 'છાત્રૌ કી ગૂંજ' કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે, દેશનો યુવાવર્ગ સિસ્ટમના ચક્રવ્યૂહમાં ફસાયેલો છે. 40 કરોડ યુવાનો હોવા છતાં, માત્ર 12 યુવાનોને જ ખાનગી નોકરી મળે છે. ડેટા અને AIના મહત્વ પર ભાર મૂકી, રાહુલ ગાંધીએ રોજગાર સંકટ અને પેપર લીક જેવા મુદ્દાઓ ઉઠાવ્યા. કોંગ્રેસ યુવાનોના અધિકારો માટે લડશે તેમ તેમણે કહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

'ડેટા તમારો, દર્દ તમારું અને દૌલત એમની...', પ્રયાગરાજમાં 'છાત્રૌ કી ગૂંજ' કાર્યક્રમમાં સરકાર પર વરસ્યા રાહુલ ગાંધી

Rahul Gandhi Addresses Chhatron Ki Goonj: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શનિવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેમણે અહીં આયોજિત 'છાત્રૌ કી ગૂંજ' કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકાર અને તેની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, દેશનો યુવા વર્ગ સિસ્ટમના ચક્રવ્યૂહમાં ફસાયેલો છે.

દર્દ, ડેટા અને દૌલત

પોતાના સંબોધનની શરૂઆતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ મુખ્યત્વે ત્રણ બાબતો પર વાત કરવા માંગે છે - દર્દ, ડેટા અને દૌલત. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારત પાસે વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી (લગભગ 40 કરોડ યુવાનો) છે.

ડેટા અને AIનું મહત્ત્વ: 21મી સદીમાં ટૅક્નોલૉજીની તાકાત ડેટા છે. જેમ 20મી સદીમાં પેટ્રોલ વગર એન્જિન નકામું હતું, તેમ આજે ડેટા વગર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) શક્ય નથી. ભારતનો દરેક નાગરિક જે ડેટા ઉત્પન્ન કરે છે, તે દેશની સંપત્તિ છે.

રોજગારનું સંકટ: યુવાનોના પરિવારજનો શિક્ષણ અને તૈયારીઓ પાછળ લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ BA, MA કે MScના સર્ટિફિકેટ્સ આજે રોજગાર અપાવી શકતા નથી. તેમણે એક આંકડો ટાંકીને કહ્યું કે, આજે 1,000માંથી માત્ર 12 યુવાનોને જ પ્રાઇવેટ નોકરી મળી રહી છે.

રીલ્સ અને મજબૂરીનો શ્રમ: નોકરી ન મળવાના કારણે યુવાનો હતાશ થઈને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક રીલ્સ પાછળ સમય વિતાવે છે, જેને તેમણે 21મી સદીનો નશો ગણાવ્યો હતો. આ સિવાય ડિગ્રી ધારકોને બ્લિંકિટ કે ઉબેર જેવી કંપનીઓમાં 10-10 કલાક મજૂરી કરવાની નોબત આવે છે.

કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થીએ પેપર લીક અને પરીક્ષાઓમાં થતી ગડબડી અંગે પોતાની વ્યથા રજૂ કરી હતી. રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, કોંગ્રેસ પક્ષ યુવાનોના આ અધિકારો અને રોજગારીના પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતો રહેશે.