રાજ્યસભા ચૂંટણીમાં ભાજપમાં પડશે મોટું ગાબડું? અખિલેશ યાદવનો ધડાકો- ઘણા MLA મારા સંપર્કમાં છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UP Rajya Sabha Election 2026 : ઉત્તર પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી 2026ને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે(Akhilesh Yadav) દાવો કર્યો છે કે, ભારતીય જનતા પાર્ટીના અનેક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને સપાના ત્રીજા ઉમેદવારને જીતાડવામાં મદદ કરશે. જોકે, તેમણે ઉમેર્યું કે તેઓ સંપર્કમાં રહેલા તમામ ધારાસભ્યોને પોતાની તરફ લઈ શકે તેમ નથી, કારણ કે ભવિષ્યમાં તમામને ટિકિટ આપવી કે એડજસ્ટ કરવા શક્ય નથી.
ભાજપ પર ધારાસભ્યોની ચોરીનો આરોપ
સપા પ્રમુખે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, જો 2024ની રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે 'વોટ ચોરી' કે 'ધારાસભ્ય ચોરી' ન કરી હોત તો તે સમયે પણ સપા પાસે 3 સાંસદ હોત. ઉલ્લેખનીય છે કે તે ચૂંટણી વખતે સપાના 7 ધારાસભ્યો બળવાખોર બન્યા હતા અને ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું.
વર્ષ 2024ની ચૂંટણીનું ગણિત
વર્ષ 2024ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાંથી ભાજપના તમામ 8 ઉમેદવારો જીત્યા હતા, જ્યારે સપા તરફથી જયા બચ્ચન અને રામજી લાલ સુમન સંસદ પહોંચ્યા હતા. સપાના ત્રીજા ઉમેદવાર આલોક રંજન ક્રોસ વોટિંગના કારણે હારી ગયા હતા.
ધનરાજ નથવાણીની ઉમેદવારીથી રાજકીય ઉત્તેજના
રાજ્યસભા ચૂંટણીમાં મોટો 'સરપ્રાઇઝ' આપવાની વાત વચ્ચે રામગોપાલ યાદવ ઉપરાંત ધનરાજ પરિમલ નથવાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પુત્ર અને રિલાયન્સ ગ્રૂપમાં વરિષ્ઠ અધિકારી છે. સપા દ્વારા તેમને ત્રીજા ઉમેદવાર તરીકે રજૂ કરાતાં અને ભાજપના ધારાસભ્યો સંપર્કમાં હોવાના દાવા બાદ ક્રોસ વોટિંગની ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.




