India

શું ભારતમાં સોનિયા ગાંધીની ઓટોબાયોગ્રાફી નહીં છપાય? પબ્લિશરે કરી ચોખવટ

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'ને લઈને વિવાદ સર્જાયો છે. ભારતમાં પેંગ્વિન રેન્ડમ હાઉસ આ પુસ્તકનું પ્રકાશક નથી. આલ્ફ્રેડ એ નોફે 10 નવેમ્બરે પુસ્તક રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. સોનિયા ગાંધીના જીવનની સફર દર્શાવતું આ પુસ્તક, જેમાં તેમના બાળપણથી રાજકારણ સુધીની ઘટનાઓ આવરી લેવાઈ છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ ભાજપ સરકાર પર આ પુસ્તકથી ડરવાનો આક્ષેપ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શું ભારતમાં સોનિયા ગાંધીની ઓટોબાયોગ્રાફી નહીં છપાય? પબ્લિશરે કરી ચોખવટ

Sonia Gandhi Biography Book Controversy : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'ને લઈને વિવાદ ઊભો થયો છે. પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે તે ભારતમાં આ પુસ્તકનું પ્રકાશક નથી. થોડા અઠવાડિયા પહેલા અમેરિકન પ્રકાશક આલ્ફ્રેડ એ નોફે આ પુસ્તક 10 નવેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. તે દરમિયાન એવા અહેવાલો આવ્યા હતા કે સોનિયા ગાંધીએ પુસ્તકમાં ફેરફાર કરવાનો ઇનકાર કરતાં પ્રકાશકે હાથ પાછળ ખેંચી લીધા છે, જોકે પબ્લિશરે આ દાવાને ખોટો ગણાવ્યો છે.

પ્રકાશન કંપનીઓ શું કહ્યું?

કંપનીએ જણાવ્યું છે કે તે આ પુસ્તક પ્રકાશિત કરવા હંમેશા તૈયાર હતી. તથ્યોની ચકાસણી કરવી અને લેખકને જરૂરી સૂચનો આપવા એ પ્રકાશન પ્રક્રિયાનો સામાન્ય હિસ્સો તેમજ તેમનો અધિકાર અને જવાબદારી છે. જોકે, લેખક સાથે થયેલી ગોપનીય વાતચીત અંગે વધુ કોઈ ટિપ્પણી કરવાનો કંપનીએ ઇનકાર કર્યો છે.

ભારતમાં પુસ્તકનું વિતરણ કોણ કરશે?

ભારતમાં આ પુસ્તકનું વિતરણ કોણ કરશે તે હજુ નક્કી નથી. જોકે ઓનલાઇન શોપિંગ વેબસાઇટ એમેઝોન પર તેની ઈ-બુક 2,615 રૂપિયામાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. એમેઝોન મુજબ આ ઈ-બુક હાર્પર કોલિન્સ યુકેના હિસ્સા એવા વિલિયમ કોલિન્સ પબ્લિશર દ્વારા તૈયાર કરવામાં આવી છે.

પુસ્તકમાં સોનિયા ગાંધીના જીવનની સફર

79 વર્ષીય વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી (Sonia Gandhi) આ પુસ્તકમાં તેમના અંગત જીવનની સફર રજૂ કરશે. જેમાં ઇટાલીમાં વીતેલું બાળપણ, ભારત આગમનની પ્રેમકથા, દેશના શક્તિશાળી રાજકીય પરિવારમાં લગ્ન અને રાજીવ ગાંધી (Rajiv Gandhi)ના અવસાન પછી રાજકારણમાં પ્રવેશ તેમજ વર્ષ 2004માં વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર કરવા જેવી મહત્વની ઘટનાઓ સામેલ હશે.

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈના આક્ષેપો

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ (Gaurav Gogoi) એ પ્રકાશકના ખુલાસાને 'નબળું નિવેદન' ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ પ્રકાશકને 'એક્ઝામ વોરિયર્સ' અને RSS પર પુસ્તકો છાપવામાં કોઈ વાંધો નહોતો. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારના કેટલાક લોકોને દેશની જનતા આ પુસ્તક વાંચે તેનાથી ડર લાગી રહ્યો છે.

image.png